________________
૫૩૧
તા. ૮-૯-૩૪
શ્રી સિદ્ધચક છે પણ નહિ, અને હોત તો પણ જાનવરના બચાવને માટે મનુષ્યની મૃત્યુદશા કે મૃત્યુના જેવી દશાને અમલમાં મેલવા તેઓ ભાગ્યે જ તૈયાર થાત, છતાં તે ગોધન વિગેરેના નાશ કરનારા કે તેના નાશ ઉપર જ તેના અવયવોથી નિર્વાહ કરનારા લોકોની સાથે વ્યવહાર બંધ કરી તેઓને અસ્પૃશ્યકોટિમાં રાખ્યા એ કાર્ય મહાજને ઢોરના બચાવને માટે કરેલું હોય એ સંભવિત છે અને તે જ કારણથી તેવા લોકોની સાથે મહાજને મહાજનપણાનો વ્યવહાર તો શું પણ બીજો ખાનપાનાદિના સ્પર્શનો પણ વ્યવહાર અલગ રાખ્યો. આવી રીતે જો વ્યવહારભેદનું કારણ સત્ય માનીએ તો રાજામહારાજાઓએ નહિ કરેલી એવી ગોધનઆદિ જાનવરની દયા મહાજને જગતમાં પ્રસરાવી છે.
છતાં કોઈપણ મહાજને કોઈપણ જગા ઉપર કોઈપણ કાળે જગતના મનુષ્યોના જીવન વ્યવહારમાં ઉપયોગી નહિ એવા કીડી, મંકોડી કે માખી વિગેરેના બચાવને માટે લેશ પણ ઉદ્યમ કર્યો હોય એનો કોઈપણ ઐતિહાસિક પુરાવો સાક્ષીભૂત નથી અને તેવો સંભવ પણ નથી કે કોઈ મહાજન તેવા સૂક્ષ્મ બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌરેંદ્રિય જીવો માટે કોઈપણ પ્રકારના રક્ષણનો પ્રબંધ કરે.
જો કે કેટલાક સ્થાનના પવિત્ર જૈનશાસનના પવિત્ર સંસ્કારોએ પવિત્ર થયેલા શ્રાવકમહાજન તેવા સૂમ બેઈદ્રિય આદિ જીવોના બચવા માટે પણ પ્રયત્ન કરતા હતા, કરે છે અને ભવિષ્યમાં પણ કરશે છતાં તેઓની પ્રાધાન્યતા અલ્પસ્થાનમાં હોઇ સર્વ મહાજન તરફથી તેવો બંદોબસ્ત થવા પામ્યો નથી,
જો કે જ્યાં જ્યાં શ્રાવકમહાજનની પ્રધાનતા રહી છે ત્યાં ત્યાં મનુષ્યોના બચાવ માટે ગરીબોને પોષણ વિગેરેનાં સાધનો, જાનવરોના બચાવને માટે પાંજરાપોળો, રોગ, રેલ, દુષ્કાળ વિગેરે આપત્તિઓની વખત મનુષ્ય અને જાનવર ઉભયના બચાવને માટે તન, મન, ધનથી પ્રયત્નો થયા છે તેની ઇતિહાસ અને વર્તમાન અનુભવ પણ પુરેપુરી સાક્ષી પૂરે છે, અને તે શ્રાવકમહાજન તે મનુષ્ય અને જાનવરની દયા સાથે સૂક્ષ્મ બેઈદ્રિય આદિ જીવોની દયા પાળવા, પળાવવા પણ તૈયાર રહે છે અને તેથી જ અનેક સ્થાનના અનેક શ્રાવક મહાજનો ભઠ્ઠી વિગેરેનાં કાર્યો બંધ કરવારૂપ પાણી વિગેરે પાળવાના પ્રબંધો જારી રાખે છે.
જો કે કેટલાક લોકો શ્રાવકોને માથે તેઓનું નાના જીવોનું પાળવું દેખીને અત્યંત ચીઢાઈ જાય છે અને પોતાનું બીજું કાંઈ નથી ચાલતું ત્યારે તેઓના નાના જીવોને પાળવાની વાતને નિંદવા માટે તે શ્રાવકલાકોના માથે મોટા જીવને મારવાનું કલંક ચઢાવે છે, પણ તેઓને યાદ નથી કે તેઓ સમજી શકયા નથી કે શ્રાવકલોકો તો મનુષ્ય કે જાનવરની આપત્તિ વખત તેઓને ઉપર જણાવ્યા પ્રમાણે બચાવતા આવ્યા છે, બચાવે છે અને બચાવશે, પણ ખેદની વાત છે કે આવી રીતે બોલનારા જૈનેતર લોકો નથી તો નાના જીવને બચાવતા અને મોટા જીવોને પણ જાનથી મારી નાખવા સુધીમાં પોતાનાં ધર્મશાસ્ત્રોને આગળ કરે છે, અને તે જૈનેતર લોકોએ હજારો જગા ઉપર પોતાની માતાઓના નામે હજારો જાનવરોની કતલ કરીને લોહીની નીકો વહેવડાવી છે, વહેવડાવે છે એ જગતના અનુભવની બહાર નથી. વળી જૈનોની પ્રાધાન્યતાવાળા ગુજરાત, સોરઠ, મેવાડ, મારવાડ અને માળવા જેવા