________________
૫૩૨
શ્રી સિદ્ધચક્ર
તા.૮-૯-૩૪ દેશોને છોડીને અન્ય દેશો કે જેમાં પંજાબ દક્ષિણ, બંગાળ, સંયુક્તપ્રાંત વિગેરે દેશોમાં ખોરાકને નામે પ્રતિદિન કરોડો જીવોનો નાશ સાક્ષાત્ થઈ રહ્યો છે તે જૈનેતરોની ઝેરી જિંદગીને જ આભારી છે. ગુજરાત વિગેરેમાં રહેલા જૈનેતરો પણ તે પોતાના ઈતર દેશોમાં રહેલા જૈનેતરોની વર્તણુકથી અજાણ્યા નથી. છતાં ગુજરાત આદિના કે તે સિવાયના દેશોવાળા જૈનેતરો શું સમજીને ઉપરની વાત બોલતા હશે? જૈનેતરોએ યાદ રાખવું જોઇએ કે તેમણે માનેલા પવિત્રતમ એવા કાશીસ્થાનમાં પણ લાખો મનુષ્યોને ઉભા ને ઉભા કરવતથી વહેરી નાખવામાં આવ્યા અને તેમાં વળી ધર્મ મનાયો, તથા પ્રતિવર્ષ લાખો સ્ત્રીઓને સતીના રિવાજને નામે બ્રિટિશ પ્રજાનું સામ્રાજ્ય ન હોતું થયું ત્યાં સુધી ચિતામાં બાળી નાખી અને તેમાં કોઈક અનુપમ ધર્મ ગણાવ્યો. આવી લોકપ્રવૃત્તિથી મનુષ્યોની હત્યા કરીને કે કરવાની ક્રિયા કરીને જેનેતરોજ ધર્મ માનતા આવ્યા હતા અને ધર્મને નામે જ દુષ્યતમ એવા રિવાજને ફેલાવતા હતા. વળી યજ્ઞ અને દશેરાને નામે તો લાખો બકરા, પાડા વગેરે જાનવરોનો કરેલો વધ જૈનેતરોને જ ભાગે આવે છે તો પછી તેઓ નાના જીવોને પણ બચાવતા નથી તેમ મોટા જીવને પણ બચાવનારા નથી એ અરીસા જેવી હકીકત છે. અન્ય ધર્મીઓએ બેઈઢિયાદિક જીવોના બચાવ માટે પ્રયત્ન કર્યો છે.
છતાં એટલું તો કહેવું જ જોઈએ કે મહાજન કે જે ગોધનઆદિ ઢોરને નાશ કરનારી જાતિઓની સાથે અસ્પૃશ્યતા રાખતા હતા તે સર્વ મહાજનોએ સૂક્ષ્મ બેઈદ્રિયઆદિ જીવોના બચાવને માટે સર્વસાધારણ કોઈપણ ઉપાય યોજેલો નથી. છતાં તે બેઢિયાદિક જીવોની જિંદગીના નાશને હિંસા તરીકે ગણાવવા જૈનેતર સિદ્ધાંતો પણ તૈયાર છે, અને તેથી તે જૈનેતર સિદ્ધાંતોએ હાડકા વિનાના જે જીવો હોય તે જો ગાડું ભરાય તેટલા મરી જાય તો તેનું પ્રાયશ્ચિત નાશ કરવા માટે ગાયત્રીના જાપ વિગેરેનો ઉપદેશ કરેલો છે અને તેમ કરીને સૂમ બેઈદ્રિયાદિક જીવોના પણ બચાવને માટે અત્યંત અલ્પ પણ પ્રયત્ન તેઓએ હિંસા ગણાવીને કર્યો છે તેમાં બે મત થઈ શકે એમ નથી. જૈનશાસન છજીવનિકાયની દયા પાળે છે.
છતાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય જેવા સ્થાવરને પણ જીવો તરીકે અને સુખદુઃખની લાગણીવાળા તરીકે ઓળખાવનાર જો કોઈપણ હોય અને તેવા પૃથ્વીકાય આદિની હિંસાના ત્યાગનો ઉપદેશ કરનાર કોઈપણ હોય તો તે માત્ર જૈનદર્શનનો જ સિતારો છે. એ જૈનદર્શનના સિતારાને ઝગઝગતો કરવો કે જાહેર કરવો તે ત્રિલોકનાથ તીર્થકર ભગવાનનુંજ કાર્ય છે, અને તેથી જ ચરાચર જીવો કહો કે મનુષ્ય, જાનવર, બેઈદ્રિયાદિક અને પૃથ્વીકાયાદિક છ જાતના જીવોની વાસ્તવિક પ્રરૂપણા અને તેને બચાવવાની જરૂરીયાત, તેને બચાવવાનાં સાધનો અને એ પ્રકારના જીવોને બચાવવા માટે કરેલી માનસિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિનાં ફળો જો કોઈએ પણ જણાવ્યાં હોય તો તે માત્ર જગતમાં જયવંતા જિનશાસન અને તેના પ્રણેતા ત્રિજગતુપૂજય તીર્થકરો જ છે અને તેથી તે સર્વ તીર્થકરોને પરહિતરત તરીકે માનવામાં કોઈપણ પ્રકારે અતિશયોકિત્ત નથી એમ સજ્જનો સહેજે સમજી શકશે.