________________
તા.૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર દર્શન આદિક ત્રણે ગુણો પ્રાપ્ત થયા છતાં પણ પરમપદની પ્રાપ્તિમાં જે કાંઇ વિલંબ થાય તે સમ્યગદર્શન આદિક ગુણો સંપૂર્ણ ન આવ્યા હોય તે કારણ કહી શકાય, પણ તે સમ્યગુદર્શન આદિ ગુણોને સંપૂર્ણપણે પ્રાપ્ત કરવા તેમજ તે સમ્યગુદર્શન આદિક ગુણો સંપૂર્ણપણે પ્રાપ્ત થયા હોય છતાં પણ શેષ કર્મોનો ક્ષય કરવા માટે જો કોઈ અકુંઠિત શસ્ત્ર હોય તો તે માત્ર બ્રાહ્ય અત્યંતર તપજ છે અને તેથી સમ્યગુદર્શન સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રની માફક તપ નામનું પદ વિશેષ તરીકે આરાધન કરવા યોગ્ય છે, માટે તે ચોથા તપ ગુણને પણ સ્થાપન કરવાની જરૂર છે. આ મુજબ સમજનારા કોઈપણ મનુષ્ય નવપદની સ્થાપવાની સિદ્ધચક્રને પરમ આરાધ્ય અને પૂજ્ય તરીકે ગણવા તૈયાર થયા સિવાય રહેશે નહિ. વાંચકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે આ નવપદની સ્થાપનામાં પાંચ ગુણસ્થાનોની સ્થાપના યથાપ્રાધાન્ય ન્યાયે એટલે કે મુખ્ય મુખ્યને પહેલા સ્થાપવા મોક્ષના માર્ગદર્શક અરિહંત ભગવાન હોવાથી તેઓને આદ્ય પદે બિરાજમાન કરી, અવિનાશી તરીકે સાધ્યપણે રાખેલા સિદ્ધને અરિહંત મહારાજના સ્થાનથી ઉપરના સ્થાનમાં બીજા પદે બિરાજમાન કર્યા તે બે પદમાં બિરાજમાન કરેલી દેવપદે છે અને તેથી તે ગુણોથી સંપૂર્ણ છે, જ્યારે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મહારાજના વ્યક્તિઓ સાધક દશામાં હોઈ ગુરુ વર્ગમાં ગણાય છે. તેમાં આચાર્ય ભગવાન સર્વશ્રેષ્ઠ હોઈ ત્રીજા પદે બિરાજમાન કરાયા છે, અને પછી તેમની આજ્ઞામાં રહેનારા અને સાધુઓને અભ્યાસ કરાવનારા હોઈ સાધુઓથી ઉત્તમતા ધારણ કરનાર ઉપાધ્યાયને ચોથે પદે ધારણ કર્યા છે, એવી રીતે ચાર પરમેષ્ઠીની સ્થાપના થયા પછી ગુરુ વર્ગમાં રહેલો શેષ સમુદાય સાધુ નામના પાંચમા પદે બિરાજમાન કરાયો છે. એટલે આ પાંચ પરમેષ્ઠીઓમાં યથાપ્રાધાન્ય ન્યાયે પદોની
સ્થાપના છે એમ સમજવું, પણ સમ્યગદર્શન આદિ ગુણોની સ્થાપના છે, કેમકે સમ્યગુદર્શન વગર સમ્યગુજ્ઞાન વિના ચારિત્ર વાસ્તવિક નથી અને સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર સિવાય અસાધારણ રીતે કર્મના ક્ષયને કરનાર તપનું સભ્યપણું નથી માટે સમ્યગદર્શન આદિ ગુણોની સ્થાપના ઉત્પત્તિક્રમથી કરી છે એમ સહેજે સમજાય તેવું છે. ઉપર પ્રમાણે જ્યારે શ્રી સિદ્ધચક્રમાં અરિહંત ભગવાન આદિ નવપદોને સ્થાપવાનું નક્કી થાય તો પછી તે સ્થાપના ઉપરથી ધ્યાન કરનારાઓને એકજ ચક્રમાં નવ ભાગોનું ધ્યાન કરવું તે ભિન્નપણે સ્થાપ્યા સિવાય બની શકે નહિ અને તેથીજ અરિહંત મહારાજા પાંચે વર્ણના શરીરવાળા હોય છે છતાં સિદ્ધ મહારાજાને કોઈપણ પ્રકારે વર્ણાદિક ન હોવા છતાં તેમજ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મહારાજાઓનું પદ કોઈપણ વર્ણવાળાને અંગે નિયમિત ન હોવા છતાં વર્ષોની કલ્પના કરવાની જરૂર પડી એટલે કે પરમેષ્ઠીઓને અંગે કહેવાતા વર્ગો વાસ્તવિક નથી પણ માત્ર ધ્યાનની અનુકૂળતા માટે કલ્પેલા છે,