________________
તા. ૧૫-૩-૩૪
ર૦૫
શ્રી સિદ્ધચક આ કહી નાસ્તિક શું જણાવે છે? જીવ છે તેમ માન્યું તેથી જ્ઞાન, સુખ, દુઃખ તે કબુલ. જીવ માન્યો છતાં પરપોટા માફક ઉત્પન્ન અને નાશ પામનારો માન્યો, તેમ જ્ઞાની, સુખી, દુઃખી જણાવનારો માત્ર જીવ છે. આસ્તિક માફક ચેતના, સુખ, દુઃખ માને, પણ અહીં માન્યતામાં ફરક છે. કયો ફરક? નાસ્તિક જીવ થયેલો માને છે, આસ્તિક આવેલો જીવ માને છે. નાસ્તિકો પરપોટાની ઉત્પત્તિ માને છે, તેમ જીવની પણ ઉત્પત્તિ માને છે અને ખોળીયામાં જ સમાવાવાળો માને છે. આસ્તિકો પરભવથી આવેલો જીવ માને છે. હવાના જોગે પરપોટો થયો. હવા નીકળી ગઈ ત્યારે પરપોટો બેસી ગયો. એકલા પાણીનો પરપોટો થતો નથી. પાણીમાં હવા મળે ત્યારેજ પરપોટો થાય છે. હવા હોય ત્યાં સુધી જ ટકે છે. હવા નીકળવાથી પરપોટો નાશ પામે છે. તેમ આ ખોળીયામાં પરભવથી જીવ આવે છે, ત્યારે ચેતના, સુખ, દુઃખ થઈ શકે છે. પરભવથી આવે ત્યારે આ ખોળીયાદ્વારાએ સુખદુઃખનો અનુભવ હોય છે. આથી આસ્તિકે પરભવથી આવેલો જીવ માન્યો. નાસ્તિકે નવો ઉત્પન્ન થયેલો જીવ માન્યો. તેમ આસ્તિકે ગયો જીવ, નાસ્તિકે મર્યો જીવ એમ માન્યું. આવ્યો અને ગયો તે આસ્તિકની માન્યતા, ઉત્પન્ન થયો ને મર્યો તે માન્યતા નાસ્તિકની. આ વાકયોમાં મોટો ફરક છે.
હવે આપણે વિચાર કરવાનો કે આપણે આસ્તિક છીએ તો બે વિચારો મગજમાં રમી જવા જોઇએ. આવ્યો છું ને જવાનો છું. નાસ્તિકો ઉપજ્યો છું ને નાશ પામવાનો છું. હવે જો આપણે આસ્તિક છીએ, આપણી માન્યતા સાચી છે તો આવ્યો છું ને જવાનો છું એ વિ: ક્ષણ પણ થયા વગર ન રહે. ભાડુતી મકાનમાં રહેતો હોય તે સ્વપ્નમાં પણ બાપીકું ઘર ધારે નહિ. ૨૪ કલાક ધ્યાન રાખે કે આ ભાડુતી ઘર છે. પ્રથમ અમુક જગાએ રહેતા હતા અત્યારે અહીં રહ્યા છીએ, માલીક કહેશે ત્યારે ખાલી કરી ચાલ્યા જઈશું. આસ્તિક ભાડતી ઘરને બાપુકું ગણે નહિ.
આ શરીર, આ ઘર, આ કુટુંબ બધા ભાડુતી ઘર ને તેના ફરનીચર છે. આથી જીવ આવ્યો જીવ બીજે જવાનો. આ બે વાત નક્કી થઈ તો પછી કેટલાક ભાડુતી મકાનમાં પલંગ, ખુરશી, ટેબલ, મેજ, ઝુમ્મર, હાંડી, તકતા પણ ભાડે આપે છે. ભાડુ ભરીએ તો પલંગ વિગેરે વાપરીએ, ભાડું પુરું થાય તો મકાન અને ફરનીચર છોડી દેવાનું. એ વખતે મકાન છોડી દેવાનું તે વખતે ફરનીચર પણ છોડી દેવાનું. જરૂર વિચાર તો કરે કે અહીંથી નીકળી બીજે ઘેર જવાનું છે તો તે વખતે ભાડું જોઇશે. બીજી જગા પર ભાડુતી મકાન મળી શકે તેટલી સગવડ પહેલાં જરૂર તૈયાર રાખવી જોઇએ. શહેરમાં રહેતા હોઈએ ત જગા ખાલી કરવી પડશે તે બીજી ઓરડી માટે કંઈક રકમ બચાવવી જોઈએ. ભાડુતી ઓરડીમાં રહી નવી ઓરડીની સગવડ સમજી જરૂર લે. ત્યારે ઘરનું ઘર કયું? ઘરનું ઘર મોશ. તે સિવાયના ભાડુતી ઘર.
ઘરનું ઘર તૈયાર ન કરી શકો તો ભાડુતી મકાન માટે તૈયારી કરો. આસ્તિક માત્ર આ શરીરને ભાડુતી ઘર માને અને આવતા ભવ માટે ભાડાના ઘર માટે સગવડ રાખે. આટલા માટે જીવ પરભવથી આવ્યો