________________
૨૦૪
તા.૧૫-૩-૩૪.
શ્રી સિદ્ધચક્ર શાથી ભાગ પડે છે? ભાગ પડવાનું અંદર બીજું કોઈ કારણ છે. બાહ્યસંયોગ સિવાય બીજાં કારણ હોવું જોઈએ. જગતમાં દેખીએ છીએ કે ખાંડમાં ઉપજેલી ઇયળ અત્યંત અનુકૂળ સંયોગવાળી છે ને? ઝેરમાં ઉપજેલો કીડો પ્રતિકૂળ સંયોગમાં છે ને? ખાંડની ઇયળ ઘેર મારતી હશે ને ઝેરનો કીડો તરત મરી જતો હશે કેમ? કહો ખાંડમાં ઉપજેલી ઇયળ પણ તરફડીયા મારતી હશે, ઝેરનો કિડો સ્થિર પણ દેખાશે. બાહ્યસંયોગથી સુખદુઃખની વ્યવસ્થા કરીએ તો ઈયળ અને કીડાની વ્યવસ્થા કંઈપણ હોવી જોઈએ. પણ તેમ નથી. કારણ? હર્ષનું કારણ ભલે અનુકૂળ સંયોગ દેખાય, ખેદનું કારણ પ્રતિકૂળ સંયોગ દેખાય પણ તે કારણ વાસ્તવિક નથી. હર્ષ અને ખેદનું વાસ્તવિક કારણ કોણ?
આંબાની ગોટલો વાવેલો હોય તેમાંથી આંબોજ ઉગે. લીંબોડી વાવીએ તો લીંબડોજ ઉગે, પણ જોડે પાણી ભૂલનારો ભીંત ભૂલે. પાણી સીંચવાનું જો ભૂલી જાય તો ખરેખર ભૂલ થઈ જાય છે. ગોટલાથી થતા આંબામાં, લીંબોડીથી થતા લીંબડામાં પાણીનું પોષણ ભૂલનાર મોટી ભૂલ કરે છે. તેમ અનુકૂળ સંયોગ ને તેથી સુખ થવામાં, પ્રતિકૂળ સંયોગ ને તેથી દુઃખ થવામાં, અનુકૂળ સંયોગ છતાં દુઃખ થવામાં, પ્રતિકૂળ સંયોગ છતાં સુખ થવામાં કારણ તરીકે જેમ ત્યાં “પપો' હતો તેમ અહીં પણ પપોજ છે. અનુકૂળ સંયોગ મેળવી આપવા, તે છતાં મોજમાં રાખવો તે કામ પુન્યનું છે. પ્રતિકૂળ સંયોગ થવા, તેવા સંયોગમાં જે ચિંતાની સગડી સળગવી તે પાપનું કામ છે. અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગ લાવવા, તે સંયોગ લાવ્યા પછી હર્ષ થવો કે ખેદ થવો, તે બંનેમાં પુન્ય કે પાપનો પપોજ મુખ્ય ભાગ ભજવે છે. જગતમાં કાર્યની વ્યવસ્થા તરફ ધ્યાન દઇશું તો અદેશ્ય તેવી પાપને પુન્યની ચીજ માનવી પડશે. તેટલાજ માટે શાસ્ત્રકારોએ ખરા આસ્તિક કોને ગણ્યા? નાસ્તિકને કૃત્રિમ રીતે જીવ તો માનવો પડે છે. આસ્તિકનાસ્તિક જીવ કેવો માને છે તે વિચારતાં પહેલાં આ વાત નક્કી કરવી પડશે. જેમ આસ્તિક જીવ માને છે તેમ નાસ્તિક પણ જીવ માને છે. હવે જો જીવ માને તો નાસ્તિક શી રીતે કહેવાય? નાસ્તિક કેમ બોલે છે તે સમજો. નાસ્તિક જીવને શી રીતે માને છે?
આ શરીર પુતળામાં જીવ ઉત્પન્ન થયો અને આ પુતળા પાછળજ એ નાશ પામવાનો. જેનું તેઓ પાણીના પરપોટાનું દૃષ્ટાંત દે છે. પાણીમાં થયેલો પરપોટો ભલે નવો આકાર, નવી સ્થિત ધારણ કરે, પણ તેમાં જ થયો તેમાં જ સમાવાનો. આથી પાણીમાં પરપોટો છે તેમ કહેવું જ પડે. સમાવાનો તેમાં તે કબુલ કરવું પડે. તો શું ગયું ને શું આવ્યું? પરપોટો થયો ત્યારે બહારનો પદાર્થ આવ્યો નથી, ફૂટયો ત્યારે કોઇ પદાર્થ ચાલ્યો ગયો નથી. તેમ આ શરીરરૂપી પુતળામાં જીવરૂપી પરપોટો ઉત્પન થયો, તેમાંજ સમાઈ જવાનો છે. વસ્તુતાએ જીવ શરીરથી જુદી વસ્તુ નથી, પાણી ને પરપોટાની માફક. તેમ આ ખોળીયામાં જીવ જુદો દેખાય પણ જીવ જેવી જુદી ચીજ આવેલી નથી.