________________
તા. ૧૫-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર
o
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના. # # # # # # # #
# # # ૧
दया भूतेषु वैराग्यं, विधिवद् गुरुपूजनम् । विशुद्धा शीलवृत्तिश्च पुण्यं पुण्यानुबन्थ्यदः ॥१॥
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કે દરેક પ્રાણીને હું સુખી છું કે દુઃખી છું તેવા પ્રકારની પ્રતીતિ સ્વાભાવિક હોય છે. તે માટે કોઇને શીખવા સ્કૂલમાં મોકલવા પડતા નથી. ગર્ભમાં રહેલું બચ્યું સુખીપણું, દુઃખીપણું પોતાની મેળેજ જાણી શકે છે. દુઃખ થતાં સાથે રડવા મંડી પડે છે, અને આથી જીવને સાબીત કરવાની વધારે મહેનત પડતી નથી. જીવ સાબીત કર્યા પછી જીવ એકજ રૂપમાં હોય તો વધારે વિચાર કરવાની જરૂર નથી, પણ જીવની અવસ્થા માં ફેરફાર થાય છે એ વાત અનુભવસિદ્ધ છે. પહેલાં સુખી હોય પછી સંજોગના પલટાથી પાછળથી દુઃખી થાય છે. બાહ્યસંયોગ ઉપર સુખદુઃખનો આધાર રાખી શકાતો નથી.
કેટલીક વખત તેવા સંજોગ અનુકૂળ છતાં મોજમાંથી ઉદાસીનતામાં અને ઉદાસીનતામાંથી મોજમાં આવે છે. હંમેશાં સુખ કે દુઃખ અનુભવે તેવો નિયમ નથી. આત્માને સુખદુઃખવેદનની સ્થિતિ પલટાતી અનુભવાય છે. એક કુટુંબમાં રહેલા, સમાન સંયોગ છતાં સર્વે સુખી કે દુઃખી હોતા નથી. ચાર ભાઈના કુટુંબમાં ધન, માલમિલકત, સ્ત્રી, દાગીના, બાહ્યસંયોગ સમાન હોવા છતાં કોઈક ભાઈ બળતરાવાળો ૨૪ કલાક દુઃખ ભોગવે છે. એક ૨૪ કલાક સંતોષમાં રહી મોજ ભોગવે છે. એક દરિદ્ર કુટુંબમાં ચાર છોકરા સરખા પ્રતિકૂળ સંજોગ હોવાથી બે છોકરા અરર અમે આવું દરિદ્રપણું કયાં પામ્યા ત્યારે બે વિચારે છે કે હતું શું? આમ સંતોષ, માની સુખ અનુભવે છે. પ્રતિકૂળ સંજોગ છતાં સંતોષવાળા મોજમાં જીવન ગુમાવે છે, અનુકૂળ સંયોગ છતાં બળતરા કરનારા દુઃખ અનુભવે છે. આથી બાહ્ય સંયોગ ઉપરજ સુખદુઃખનો આધાર રાખી શકાતો નથી.
નિર્ધન કુટુંબમાં આહારાદિકની સામગ્રી બધાને સરખી છે. સધન કે નિર્ધન કુટુંબમાં બંનેને આહારની સ્થિતિ સરખી છે. બંને કુટુંબમાં ફકરવાળા અને નિષ્કીકરવાળા આત્માઓ છે. બાહ્ય સંયોગથી સુખ માનીએ તો ધનવાન કુટુંબમાં નિષ્ફીકર અને ફીકરવાળા એવા બે ભાગ ન પડવા જોઈએ. તે ધન વગરના કુટુંબમાં પણ તેવા બે ભાગ પડવા ન જોઈએ.