________________
૨૦૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧૫-૩-૩૪ ગણાય છે. અગ્નિ કે ઘટપટાદિક પદાર્થોમાંથી જે પદાર્થના જ્ઞાનમાં આત્મા પરિણમ્યો હોય તો તે પદાર્થમય તે આત્મા થયો છે એમ માનવું પડે, કારણકે આત્મા સર્વાંશે એક ઉપયોગવાળો છે અને તેથી જ્ઞાન ઉપયોગપણે પરિણમતો આત્મા જ્ઞાનમાં એકાંશે રહેલો છે એમ કહી શકાય નહિ, પણ સર્વાશે પરિણમેલો છે અને સર્વાશે જે પદાર્થપણે પરિણમેલો છે તે આત્માને તે પદાર્થપણે જ્ઞાનતારાએ માનવામાં યુક્તિસંગતપણું છે અને તેથીજ અનુભવરૂપ જ્ઞાનદ્વારાએ ભાવપણું માનવાની જરૂર રહે છે. અલબત ક્રિયાયુક્ત અનુભવ અને એકલો અનુભવ આ બે જરૂર જુદા પડે છે તો પણ અવસ્થારૂપ ભાવની અપેક્ષાએજ તે બંનેને એટલે કે એકલું જ્ઞાન અને ક્રિયાયુક્ત જ્ઞાન એ બંનેને ભાવ તરીકે માનવામાં યુક્તિ વિરોધ જણાતો નથી. આજ કારણથી શાસ્ત્રકારોએ પણ ભાવના બે ભેદ આગમ અને નોઆગમરૂપે જણાવેલા છે અને નોઆગમ નામના બીજા ભેદમાં સર્વ જગા પર મિશ્ર અર્થ લેવામાં આવેલો છે. બીજી જગા પર જો કે નો શબ્દનો અર્થ દેશનો નિષેધ કે સર્વથા નિષેધ એવો કરવામાં આવે છે તો પણ ભાવનિક્ષેપાના નોઆગમ નામના ભેદમાં તે દેશનિષેધ કે સર્વનિષેધ રૂપી અર્થ લેવામાં આવતો નથી.
શ્રીગૌતમસ્વામિને નમઃ
શું આગમોની જરૂર છે ?
વા. ... તો નીચેની બિના વાંચી-વિચારી વર્તનમાં મુકવાનું ભુલતા નહિં ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરોએ અર્થથી નિરૂપણ કરેલ, અને સૂત્રથી ભગવાન ગણધરદેવોએ ગુણ્ડિત, શ્રી આચારાંગ આદિ અંગો, ઉવવાઈઆદિ ઉપાંગો અને આવશ્યકાદિ મૂલ સૂત્રો કે જે પ્રથમ શ્રીમતી આગમોદય સમિતિએ છપાવી પ્રસિદ્ધ કર્યા છે, અને જેની નકલો ચોગુણી કિસ્મત પણ મળતી નથી; તેથી શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ તેનો પુનરૂદ્ધાર કરવો શરૂ કર્યો છે.
માટે જ તેના ગ્રાહક થનારે દરેક નકલ દીઠ રૂપિયા પાંચ એડવાન્સ તરીકે નીચેના સરનામે ફાગણ વદ ૧ પહેલાં ભરી દેવાં.
હાલ આચારાંગ અને દશવૈકાલિક છપાવવાં શરૂ થશે, આ આગમોની મૂલ-કિમ્મત રહેશે, અને ત્યારબાદ બાકીના આગમો પણ ક્રમસર શરૂ કરાશે.
તા. ક- આ વખતે કોઈ સંસ્થાદિને પણ ભેટ આપવામાં આવશે નહિ, માટે તેઓએ તેમજ બીજાઓએ એડવાન્સ મોકલી પોતાનાં નામો જલ્દી નોંધાવવા. ગ્રાહકોની સંખ્યા જેટલીજ નકલો છપાવવાનો આ સમિતિનો ઇરાદો છે, જેથી ઉપરની મુદત વિત્યાબાદ નામ નોંધવામાં આવશે નહિ. સુરત મુકામે પ્રથમની જાહેરાતથી જેઓએ એડવાન્સ તરીકે નાણાં ભર્યા છે, તેઓને રીતસરની પહોંચ ટુંકસમયમાં સમિતિ તરફથી મોકલી આપવામાં આવશે. નાણાં ભરવાનું સ્થાન.) શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ.
ભૂલેશ્વર, લાલબાગ મુંબઈ. નં. ૪