________________
તા. ૧૫-૩-૩૪
૨૧
શ્રી સિદ્ધચક્ર તેનુંજ નામ કહેવાય છે કે વકતા કહેવા ધારેલી ક્રિયા અને અનુભવ યુક્ત હોય કે તે ક્રિયા અને અનુભવ બંને યુક્ત હોય. સામાન્ય રીતે અચેતન કે સચેતન ભાવપદાર્થમાં કહેવા ધારેલી ક્રિયાનો અનુભવ એટલે તે તે ક્રિયામાં વર્તવું તેને ભાવ કહેવાય છે, જેમકે જીનેશ્વરપણાને સાક્ષાતુ અનુભવતા જીનેશ્વર મહારાજાઓ અને ઘટાદિપણામાં વર્તતા ઘટાદિ પદાર્થો પોતપોતાની અપેક્ષાએ ભાવ કહેવાય છે. એવી રીતે વિવક્ષિત ક્રિયામાં વર્તવારૂપ ક્રિયાના અનુભવને લઈને ભાવની જે વ્યાખ્યા કરી તે સમજવી સહેલી છે અને તેના પૂર્વપશ્ચિમ ભાવોને તે મુખ્ય અવસ્થાની દ્રવ્યપણે સમજવું મુશ્કેલ નથી, પણ ક્રિયા અને અનુભવ બંને જુદા જુદા લઈએ અને તે બંનેને ભાવ ગણી તેના કારણો તપાસીએ તો દ્રવ્યમાં પણ તેવા ભેદો માનવા જરૂર પડે. જે સ્થાને ભાવનિક્ષેપો એકલી ક્રિયાની અપેક્ષાએજ હોય ત્યાં તે ભાવના ક્રિયા અને અનુભવ એવા બે ભેદો કરવા અને તેને આધારે દ્રવ્યના પણ ભેદો પાડવા તે તાત્ત્વિક છતાં પણ કદાચ અનાવશ્યક ગણાય, પણ જ્યાં ભાવવસ્તુ ક્રિયા અને જ્ઞાન ઉભયવાળી હોય ત્યાં ભાવના એકલા અનુભવથી અને એકલી ક્રિયાથી જુદા ભેદો પાડવા તે આવશ્યક ગણાય અને એવી રીતે ભાવના ભેદો આવશ્યક થાય તો તેના કારણ તરીકે રહેલા પદાર્થોના ભેદો આવશ્યકજ ગણાય. જેવી રીતે ક્રિયા અને અનુભવ એ ઉભયવાળી વસ્તુને અંગે ભાવના ભેદો પાડવાની જરૂર ગણાય તેવીજ રીતે એકલી ક્રિયાવાળા પદાર્થરૂપી ભાવને અંગે પણ ક્રિયા અને તેને જાણવારૂપ અનુભવના બે ભેદો પાડવા તે આવશ્યક છે. જેવી રીતે કર્મના ઉદયથી થતા પરિણામોને આત્મા વેદે છે અને તેને ભાવઅવસ્થા કહેવામાં વાંધો નથી, તેવીજ રીતે તે તે વસ્તુના જ્ઞાનને પણ આત્મા અનુભવે છે, અર્થાત્ આત્મા જે જે વસ્તુના જ્ઞાનપણે પરિણમે તે તે વસ્તુનું જ્ઞાનપણે પરિણમન આત્મામાં થાય અને તેથી જ તે તે આત્માને તે તે વસ્તુના જ્ઞાનરૂપી પરિણમન ભાવ માનીને ભાવ માનવામાં કશી હરકત જણાતી નથી. સાક્ષાત્ પદાર્થ હોય તો પણ તેનું વેદન જેને થાય છે તેનેજ ક્રિયાના અનુભવવાળો ગણી ભાવ ગણવામાં આવે છે અને તેથી જ જડ પદાર્થને મળેલા સુખદુઃખના કારણોને પુન્ય ને પાપથી થયેલા માનતા નથી, અર્થાત્ આત્મા જેવી ચૈતન્યવાળી વસ્તુને મળેલા સુખદુઃખના સંજોગો જ પુન્યપાપના ઉદયથી થયેલા મનાય છે અને તેથીજ નરકાદિક ગતિઓમાં રહેલા જીવોનેજ નારકી પણા આદિક અશુભ અને શુભ પરિણામ મનાય છે પણ ત્યાં રહેલા જડ પદાર્થોને નારકી આદિ પણે ગણવામાં આવતા નથી. આ હકીકતથી એટલું તો સ્પષ્ટ થાય છે કે જીવોમાં વેદનસ્વભાવ હોવાથીજ નારકી આદિક ભાવઅવસ્થા ગણવામાં આવે છે પણ કર્મોદય સિવાયના પદાર્થોમાં જીવને લગતી ભાવઅવસ્થા ગણાતી નથી, તેવી રીતે અજીવ પદાર્થમાં પણ જે જે અવસ્થા કોઈપણ જીવના કર્મોદયને લીધે બને છે તેને તેને ભાવ કહેવામાં આવે છે, તો ત્યાં પણ તાત્ત્વિક દ્રષ્ટિએ તો વેદનનીજ સહકારિતા રહે છે. આ બધુ સમજનારો મનુષ્ય એકલા જ્ઞાનમાત્રરૂપ વેદનને અંગે તે તે ભાવ માનવામાં હરકત જોશે નહિં. આજ નિયમને અનુકૂળ નીતિનો પણ નિયમ છે તે અથfપ્રથાનપ્રત્યથાસ્તુત્યનાથેયા ભવતિ | એટલે કે જેવી રીતે પદાર્થ અને તેનો વાચક શબ્દ એક નામે બોલાવાય છે તેવીજ રીતે તે તે પદાર્થોનું જ્ઞાન પણ તે તે નામે જ બોલાવાય છે એટલે કે પદાર્થના જ્ઞાનને પણ પદાર્થની માફક મૂળ નામેજ બોલાવાય છે. વિશેષ જે આત્મા જે પદાર્થના જ્ઞાનના ઉપયોગમાં પરિણમ્યો હોય તે આત્મા તે પદાર્થની તન્મયતાવાળો