SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૩-૪-૩૪ ૩૩૪ શ્રી સિદ્ધચક્ર હલ્લો થાય છે. રણસંગ્રામમાંથી નીકળી જાય છે, ને મરણના સંકટમાં પડે છે તે વખતે મેવાડ ઉજ્જડ કરવાની બુદ્ધિવાળો મટી મેવાડના મહારાજાને બચાવવા તૈયાર થયો છે, પણ એ બચાવવા તૈયાર થયેલો શક્તિસિંહ અત્યારે અક્કલ, ચાલાકી, હુશિયારીનો ઉપયોગ કયાં કરે છે? હિતમાં. પહેલાં તે નાશમાં ઉપયોગ કરતો હતો. મેવાડની અપેક્ષાએ તે અભિપ્રાય શ્રાપસમાન હતો. અભિપ્રાય પલટયો એટલે તેજ બુદ્ધિ આશીર્વાદ સમાન થઈ. શક્તિસિંહની પહેલાંની જે અક્કલ, હશિયારી ને ચાલાકી તે શ્રાપ સમાન હતી ને પછી તેજ રક્ષણ કરનારી થઈ. વિચારો જે બાદશાહના મારાને મારી નાખ્યા. ઘોડો આપ્યો. આ વખતે અસલ બુદ્ધિમાં રહ્યો હતે તો શી દશા થતું? ધારણા કરવાથી જ આશીર્વાદ સમાન થઇ, જગતમાં દુર્જનને મળેલી અક્કલ, ચાલાકી ને હુશિયારી તે શ્રાપ સમાન છે, તેજ સજ્જન બને તો તેની અક્કલ, ચાલાકી ને હુશિયારી જ જગતને આશીર્વાદ સમાન થાય છે. આમાં વાડાબંધી કઈ ? જેને વસ્તુતત્ત્વની ખબર ન હોય તે પત્થર મારે કે-વાડાબંધી. આજકાલ સાચાને પણ ખોટાની સાથે નિંદવા તેનો રસ્તો એકજ. કયો? વાડાબંધી. તે નામથી ખોટા સાથે સાચાને નિંદવા છે. ત્રીજા કાઢવાની ફાવટ માટે બંનેથી લોકોને ખસેડે છે. નહિ તો પૂછો કે બેએ જૂઠા છે કે એકેજ સાચો છે? તેને માત્ર લોકોને ભડકાવવાથી મતલબ છે. અહીં સખ્યત્વની વાડાબંધી નથી. સમ્યકત્વ એ આત્માના શુદ્ધ પરિણામ. હું ગુરુ જેમાં ગણાઉં તેનું નામ સમકિત, આ કથન તો મિથ્યાત્વનો મુગટ. મને માને તો જ સમકિત. મારે ચોથમલજી, મનાલાલજીનું સમકિત છે, આ માન્યતા મિથ્યાત્વનો મુગટ. સમકિત હોય તો શાસ્ત્રાનુસારી જે કાંઈ હોય તે માન્ય. સમકિત કોનું? એવા ચોથમલજી, મનાલાલજીનાં સમકિત નહિ. આમાં કાલુજીનું ભીખમજીનું સમકિત તે મિથ્યાત્વના મુગટો જ છે. સમ્યકત્વ ચીજ કઈ? શાસ્ત્રાનુસારી પરિણતિ. આથી જિનપન્નવંતા એટલે જીનેશ્વરે કહેલું તે તત્વ. ડેલાનું, વિદ્યાશાળાનું કે ધર્મશાળાનું સમકિત તેવું ઉચરાવતા પણ નથી. પાંજરાપોળનું સમકિત નથી. બધા એકજ રીતે સમ્યકત્વ ઉચરાવશે. કયું? જિનપન્નાં તત્ત. જિનેશ્વરે કહેલું તે તત્વ એમાં ડેલા વિગેરેને ઘુસાડવાનું હોતું નથી. સમ્યકત્વ એક ઉચરી લીધું કે ફલાણાને પકડયો તેથી સમ્યકત્વ આવતું નથી, પણ મિથ્યાત્વનો મુગટ લવાય છે. શાસ્ત્રાનુસારી કાંઈપણ હોય તે સમ્યકત્વ કંબૂલ છે. જે વખત દર્શનમોહનીયનો ક્ષયોપશમ થાય, જે વખતે ગ્રંથિભેદ થાય, અંતરકરણાદિ કરવાથી ઉપશમ સમ્યકત્વ આવે, ક્ષાયિક કે ક્ષાયોપથમિક સમ્યકત્વ આવે તે સર્વ વખતે એકજ સિદ્ધાંત થાય કે જીનેશ્વર કહે તેજ તત્વ છે. આપણામાં એક વસ્તુ પ્રચલિત થઈ હોય ને કદાચ એનાથી વિરૂદ્ધ શાસ્ત્રમાં માલમ પડે તો શાસ્ત્રીયવસ્તુ તમારી પાસે રહેવા દો. શાસ્ત્રમાં નીકળ્યા પછી નિર્ણય કરવાનો હક છે. આટલા વરસ સુધી આમ કર્યું, હવે કેમ કરીએ એમ ધારવું તે તો મિથ્યાત્વનો મુગટ છે, તેમાં બચાવ નથી. ગૌતમસ્વામીએ પચાસ વર્ષ યજ્ઞ કર્યા, પણ તત્ત્વ જાણ્યું એટલે પચાસ કે પંચાવન વર્ષની પણ પ્રવૃત્તિ નડી નહિ. સર્વજ્ઞપણે પ્રસિદ્ધ થયેલા ને યજ્ઞના અધિપતિ ને સામા પક્ષમાં આગેવાન થયેલા તે કેવી રીતે મૂછ નીચી કરતા હશે? એક વખત લાખ રૂપિયા ખરચી હીરો લીધો હોય પછી કદાચ તે સાકર છે એમ નિર્ણય થાય તો બજારમાં દેખાડવા જાવ ખરા? નિર્ણય થયા પછી લાખ ખરચ્યા હોય તો પણ સાકર માલમ પડે તો ફેંકી દઈએ છીએ. ખોટો રૂપિયો માલમ પડયો પછી કાપી ન નાખો તો ગુનેગાર, રદ ન કરો તો ગુનેગાર, તો પછી અહીં ખોટું, શાસ્ત્રથી વિરૂદ્ધ, ખરાબ, માલમ પડયું તે મનાય કેમ? ખોટો રૂપિયો કારણે કે ગોખલામાં
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy