________________
૨૮૦
તા.૧૫-૩-૩૪
શ્રી સિદ્ધચક વખત પણ ધરમ છે. હવે સામા મકાનમાં રહેલા સાધુ વરસાદમાં ગુરુવંદન કરવા આવે તો ધરમ ખરો કે નહિ? ના સાધુને પ્રતિજ્ઞા છે માટે સાધુ પ્રતિજ્ઞા વિરૂદ્ધ કરી શકે નહિ. શ્રાવકને પ્રતિજ્ઞા નથી તો ન કરી શકે તે વાત કબુલ કરે તો આખા મતમાં ભમરડો ફરી વળે. સાધુ ભગવાનની પૂજા ન કરે. શ્રાવકને છકાયની પ્રતિજ્ઞા ન હોવાથી તે પૂજા કરે તો પણ લાભ છે. સ્વરૂપહિંસા થાય તેટલા સ્વરૂપે ભલે મેલાપણું લઇએ પણ ફળે મેલાપણું નથી.
પૂજા છોડવા માટે સામાયિક કરે તો પૂજા નથી કરવા માટે સામયિક કરું પછી આખો દહાડો શું કરે ? આ તો દગલબાજ દોના નમે ચીતા ચોર કમાન. તેમ દેવના દુશ્મનો દયા તરફ બમણા જોર શોર કરે. અંદરથી દયાની લાગણી નથી પણ દેવ તરફ દુશ્મનાવટ છે. સાધુને બાળવા જાવ છો તે કરતાં સામાયિક કરો. સાધુ સામા જાવ વખાણમાં જાવ તે કરતાં સામાયિક લઈ બેસી જાવ. પૂજા વખતે સામાયિક આગળ કરાય છે. કહો દગલબાજ દોને નમે તેમ દયાના દુશ્મનોને દેવ તરફ દુશ્મનાવટ છે. મૂળ વાતમાં આવો.
શ્રાવકને અંગે જે નિર્જરાના સ્થાનો તેજ સાધુને અંગે હોય તેમ બનતું નથી, ને શાસ્ત્રકાર માનતા પણ નથી. ભૂમિકાની અપેક્ષાએ તે પ્રમાણે બંધ અને નિર્જરા છે તે કારણથી ગુણઠાણાની શ્રેણી ઉપર બંધના જુદા જુદા સ્થાનો છે માટે ભૂમિકા પહેલી સમજવી જરૂરી છે. તે સમજાય ક્યારે? વિધિપૂર્વક ગુરુની સેવામાં લીન હોય ત્યારે. તે લીન બને કોણ? જે સદાચારમાં વર્તનારો હોય, આચારમાં ઠેકાણા વગરનો ન હોય તે. વેશ્યા સતીનું સખીપણું ન ઇચ્છે. તેમ નિર્મળતાના ધ્યાન વગરના ગુરુ મહારાજની સેવા કરવા ઇચ્છે નહિં. પવિત્ર આચારમાં વર્તવું. જીવ માત્રમાં દયા, વૈરાગ્ય, વિધિપૂર્વક ગુરુપુજન, નિર્મળ આચારવૃત્તિ, આ બધા પુન્યાનુબંધી પુન્ય નિકટના કારણમાં કાર્યનો ઉપચાર થાય છે તે માટે પુન્યાનુબંધી પુન્ય કહ્યું. રૂપિયો ભોજનનું અનંતર કારણ હોવાથી તમે રૂપિયો ખાઈશું એમ બોલો છો પણ ભોજનનું મુખ્ય કારણ હોવાથી રૂપિયાને ભોજન કહ્યું તેમ દયા, વૈરાગ્ય, ગુરુપૂજન, નિર્મળ આચાર એવા નજીકના કારણ છે જેથી આચાર ને પુન્યાનુંબંધી પુન્ય કહ્યું. આથી આ રસ્તાને જાણી તેમાં જે કોઈ આત્મા પ્રવૃત્તિ કરશે તે કલ્યાણ પામી અનુક્રમે પોતાનું ઘર જે મોક્ષ તેને પ્રાપ્ત કરશે.
નવીન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો.
શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણ રૂા. ૩-૮-૦ શ્રી ત્રિષીયદેશાનાદિસંગ્રહ ૦૮-૦ શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો શાસ્ત્રીયપાઠ સહિત રૂા. ૮-૦
તા. ક. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી ઋષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો અહીં મળશે.
શ્રી જૈને આનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.