SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૩-૨૪ શ્રી સિદ્ધચક હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો श्री शंखेश्वरपार्श्वनाथाय नमः આગમોદ્ધારકની અમોઘ દેશના. જીવનું અનાદિથી વિષયોનું સમજવું-મૂર્ણિત થયેલા આત્માની દશા, સમ્યગુર્દષ્ટિની જુદી લાઇન, મરણથી બચાવનાર કોઈ નથી-જગત અશરણની શંકા-મરણથી ન બચનાર બીજને કેવી રીતે બચાવે? જીનેશ્વરના વચનનું શરણ શાથી? મરણથી ભડકવું અને જન્મથી રૂંવાડે ભય નહિ, સમ્યકીને તે ભવમાં વિરતિ ન હોય તો બીજો મનુષ્યનો ભવ વિરતિ વિનાનો હોય નહિ, વિરતિ ન લે તો સમકિતનું રાજીનામું સમકિતિ મરણને મહોત્સવ માને, ધર્મ કરણી કરનારને સાધુ સંસર્ગની જરૂર, ઉપદેશકોએ કંટાળવાનું ન હોય, કિયાથી સંસ્કારનું ટકવું. - શાસ્ત્રકાર મહારાજ શ્રીમાનું યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે જ્ઞાનસાર પ્રકરણને કરતા થકા જ્ઞાન અને ક્રિયાની મહત્ત્વના વિસ્તારથી સમજાવતા થકા જણાવે છે કે સંસારમાં જીવનનું ટકવું તેમજ શાસનની સ્થાપના, પ્રવૃત્તિનું ટકવું, પણ જ્ઞાનદ્વારા એ હોવાથી જ્ઞાનની ઉપયોગિતા માની શકાય. તેવીજ રીતે ભોજનથી તૃપ્ત, પાણીથી, સંતોષ ઔષધના સેવનથી રોગનો નાશ વિગેરે સંસારીયો અનુભવે છે, તેમજ કર્મનું આવવું પણ અવિરતિદ્વારા એ હોવાથી એ સર્વ ક્રિયાને અંગેજ છે, એટલું જ નહિ પણ સર્વ સંવર પ્રાપ્ત થાય ત્યારે મોક્ષ પ્રાપ્ત થયા છે. આ ધ્યાનમાં લેતાં ક્રિયાની ઉપયોગિતા પણ એટલીજ માની શકાય. બેમાંથી એકની પણ નિષ્ફળતા કહી શકાય નહિ. આથી જ્ઞાન અને ક્રિયાને ધર્મિષ્ઠોને દુનિયાને માનવાં પડે છે. મછિત આત્માની દશા ઇન્દ્રિયો દ્વારા થતા વિષયોનું જ્ઞાન આ જીવ અનાદિ કાળથી ધરાવે છે. કોઇપણ ગતિ ઇન્દ્રિયો વગરની હોતી નથી એટલે ઈન્દ્રિયો દ્વારા એ વિષયનું જ્ઞાન આ જીવ દરેક ભવમાં કરતો રહ્યો છે. આથી જ્ઞાન રહિત જીવ માન્યો નથી. અર્થાત્ અજીવનો જીવ જાય તેમ થતું નથી, જીવપણાની જે ચેતના પણ અનાદિની છે, જેથી વિષયોનું જ્ઞાન પણ અનાદિજ છે. છતાં ઇષ્ટની સિદ્ધિ થઇ નહિ શાથી ? જેમ નાનાં બચ્ચાંઓ ખાવાપીવામાં સમજે પણ પોતાની ખુદ સ્થિતિ સમજે નહિ, સુંવાળા, ઉના, ટાઢા, ખાટા, મીઠા સારાનરસાપણું સમજે, પણ પોતાની શારીરિક સ્થિતિમાં શાથી નુકશાન ફાયદો થાય તે સમજે નહિ, તેમ આ જીવ અનાદિથી વિષયોને સમજતો રહ્યો છે પણ ખુદ પદાર્થ પોતે સમજયો નથી. આ જીવ પોતે કોણ છે તે કોઈ દિવસ જાણ્યું નહિ. પોતાનું સ્વરૂપ ભૂલ્યો છે. જેમ ડૂબેલો મનુષ્ય જીવતો છતાં હું કોણ અને કયાં છું તે સમજતો નથી તેમ આ આત્મા પુદ્ગલોના મોહમાં ડૂબેલા વિષયોમાં મૂછિત થઈ ગયેલો પોતાની સ્થિતિનું ભાન કરતો નથી. જેમ રોગીને થયેલો રોગ પોતાના અનુભવમાં માં નિદાન સ્વરૂપ, પરિણામ રોગ જાણનાર વૈદ્ય જણાવે છે. વૈદ્યને રોગ નથી, રોગનું ભયંકરપણું નથી, છતાં વૈદ્ય રોગીને તો બધુ જણાવે છે. રોગ ફલાણો છે અને આથી બનવા પામ્યો છે અને દર ન કરાશે તો અમુક પરિણામ આવશે. વૈદ્યના વચનના ભરોસે દરદી ઇન્દ્રિયોના વિષય પર કાપ મૂકવા તૈયાર થાય છે અને તે જે કહે તે સાચું માને છે, પણ આત્માને ઓળખાવનાર, પીડાને સમજાવનાર, ભયંકર પરિણામ સાક્ષાત્ દેખાડનાર એવા વૈદ્ય પર ભરોસો શાથી નથી ? એવો ભરોસો આવ્યો હોત તો કુપથ્ય જણાવેલ વસ્તુને વળગત કેમ ? પથ્ય જણાવેલ વસ્તુથી છેટો રહેત કેમ? કહો કે જડ જીવનની જંજીરમાં જકડાયેલાને જડના મટાડનાર વૈદ્ય તરફ જેટલો
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy