SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ તા.૧૩-૨-૩૪ શ્રી સિદ્ધચક્ર શુદ્ધ તત્વ સદ્ભક્તિ વડે “પર” પ્રાપ્ત થયું છે જેને એવી, અને જિનાજ્ઞાનુસારજ વર્તનારી તે મૃગાવતીજીએ, આ આ વિષમ પ્રસંગે સંયમની રક્ષા કરવાને કળથી કામ લેવાનું ધાર્યું મતલબ એક વિષમ પ્રસંગે પણ પોતાના માલીકનું મરણ તે ધર્મિષ્ઠ મૃગાવતીજીને મુંઝાવી શક્યું નહિ. સંયમ સારુ સર્વ કાંઈ કરી છુટાય. રાજા શતાનિકના અકાળ મરણ પછી મહાસતી મૃગાવતીજીએ સ્ત્રીલંપટી ચંડપ્રદ્યોતનને કહ્યું કે હું તમારે આધીન જ છું, જેથી હું તમારી સેવામાં એ આવું પણ મારો છોકરો ઉદયન હજુ બાળક છે ! રક્ષણ કરનાર આપ ભલે ગમે તેટલા જબરદસ્ત હો, પણ નજીકના “મગધ” અને અપરદેશના રાજાઓ બહુજ બળવાન અને ભયંકર છે, જેથી આપના પરાક્રમથી પતિ; તેમ તેના પરાક્રમ વડે છોકરો ગુમાવવાનું થાય; માટે અઢાર ગણ રાજાઓ આક્રમણ ન કરી શકે તેમ કરી આપો; અને તેમ ન બને તો છેવટે તેના ઘેરા વખતે સંપૂર્ણ બચાવ થાય તેવું તો કરી જ આપો. વિષયાંધ ચંડપ્રદ્યોતને તે વાત કબુલ કરી અને ઉજ્જયનથી ઈટ ચૂનો વિગેરે કિલ્લાનો દરેક સામાન મંગાવવાની આજ્ઞા થતાં, એ નાતરીયાની જાનમાં જોડાયેલા ચૌદ મુકુટબંધ રાજાઓએ પોતાના સૈન્ય સહિત સામાન્ય કિંકરની માફક દોડધામ કરી; ટુંક સમયમાંજ એ કોશમ્બીના ફરતો મજબુત કિલ્લો ખડો કર્યો. ધનધાન્યથી આખી નગરી ભરપૂર કરી. હવે રાણી નિર્ભય બની ! “બાપ દેખાડ પછી શ્રાદ્ધ સરાવ” “મહાન આત્માની મોટી મૂરાદો પણ તુરતજ ફળે” એ કહેવત અનુસાર હવે મૃગાવતીજી મનોરથ કરે છે કે ભગવાન મહાવીર સ્વામી પધારે તો સંયમ અંગીકાર કરી મારા આત્માનું જલદી કલ્યાણ કરું. “જરા થોભો.” શ્રોતાજનોએ અત્રે સમજવા જેવું છે કે આ મૃગાવતીએ પોતાની રક્ષા માટે પ્રચંડ સેનાયુક્ત ચૌદ રાજા સહિત ચંડપ્રદ્યોતનને, તેનાજ તન, મન અને ધનના ભોગે, તેની દરેક ઇચ્છાઓને ભૂકો કરી ભસ્મિભૂત બનાવવાનું ભયંકર તર્કટ રચ્યું. તેનીજ આજ્ઞા ઉઠાવનારા રાજાઓ દ્વારા નોકરી માફક કામ કરાવી, કિલ્લો બનાવરાવ્યો, અને પોતાને મળેલા તેજ રક્ષણ વડે રાજા ચંડપ્રદ્યોતનને જબરી થાપ આપી ધુળ ફકાવી !! અહીંયા કહો કે ભાવ થાય તો પણ આવા આત્માને ચારિત્ર અપાય ખરું? હા. અપાય! સંયમ સારુ સર્વ કાંઇ કરી છૂટનારાઓ પણ સર્વશ શાસનમાં સર્વવિરતિને લાયક છે. કાતિલ ભયંકરતા કેમ ન સંભવે ? ચાલો આગળ ત્યારપછી પ્રબળ પુણ્યના શુભ સંયોગે (વિશુધ્ધ મનોરથવાળી તે મૃગાવતીજીની શુદ્ધભાવનાને સફળ કરવાનેજ પધાર્યા હોય નહિ શું તેમ) પરમાત્મા શ્રી મહાવીરદેવ પધારવાના સમાચાર પણ મળ્યા. પ્રભુને વાંદરા અને ભવનો વિસ્તાર કરનારી તેમની વાણી સાંભળવાને માટે નગરલોક સહિત મૃગાવતીજી પણ તાત્કાલિક જાય છે. સહુ કોઈ કહીશું કે ભગવાનના સમવસરણ માટે તો કોઈ પણ જૈનને વાંધો હોયજ નહિં. જ્યારે આજે કેટલાક પાટણના પામર આત્માઓ કહે છે કે “રથ એટલે તાબુત” તેનું દર્શન કરે તેને અટ્ટમનું પાપ. કેટલી નરાધમતા !!! આમ છતાં જૈન કહેવરાવવાની ઘેલછાવાળા તેઓને જીનેશ્વરના સંઘમાં ગણાવવાના થતા કોડમાં કાતિલ ભયંકરતાનો સંભવ કેમ ન થાય? હૃદયવાળા બુઝાઈ ! ભગવાન મહાવીરની ત્યાગમય દેશના સાંભળ્યા પછી ચંદ્રપ્રદ્યોતનની સન્મુખ પોતાના પુત્રને ધરીને મૃગાવતીજી કહે છે કે “ઉદયન તમારે ખોળે ! અને હું દીક્ષા લઉં છું” એમ કહી સ્નેહના બદલામાં પુત્ર
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy