________________
૪૫
તા. ૧૦-૮-૩૪.
શ્રી સિદ્ધચક્ર મૃગાપુત્ર નામના બાળકને ભોજન કરાવવાની વખત થઇ. પછી તે મૃગાદેવી મહારાણી ભગવાન ગૌતમસ્વામીજીને એમ વિનંતિ કરે છે.
ઇદ્રિયના વિષયો ને તેના સાધનોની લાલસાની વૃદ્ધિથી તે સાધનોની પ્રાપ્તિ રક્ષા અને વૃદ્ધિને માટે કટિબદ્ધ થનાર જીવોમાં રાજ્યેશ્વરો જ અગ્રપદ ભોગવે છે અને તેથી તેવા રાજ્યેશ્વરો ચક્ષુ ઈદ્રિયની માફક માત્ર પરકાર્યમાં જ પ્રવૃત્ત રહે છે અને ચક્ષુ જેમ આખા જગતના વિધવિધ પદાર્થોને ઘણે જ દૂરથી અને ઘણી બારીકાઇથી જોનાર છતાં, પોતાની કૃષ્ણતા, કે રક્તતા જોવાને શક્તિમાન થતી નથી. તેવી રીતે તે રાજ્યેશ્વરો પણ કંચન, કુટુંબ, કાયા અને કામિનીની આસકિત કરીને તેની પ્રાપ્તિ આદિમાં પ્રવૃત્ત થતા તેને જ દેખે છે, પણ પોતાનો આત્મા કે જે સર્વકાલમાં સ્થિરપણે રહેનારો છે તેને કે તે આત્માના જ્ઞાનાદિક ગુણો જેને મેળવીને મેલવાના નથી તેની તરફ તેઓ લક્ષ્ય કરી શકતા નથી. ચક્ષુ પોતે પોતાને જુવે એ વાત અસંભવિત લાગતા છતાં પણ ચક્ષુની સામો આરિસો રાખનાર મનુષ્યની ચક્ષુ પોતે પોતાને જોઈ શકે એમાં નવાઈ નથી. એવી જ રીતે કર્મની પરાધીનતામાં ફસાઈ પડેલો આત્મા, પોતાને કે પોતાના ગુણોને જુવે એ અસંભવિત જેવું લાગવા છતાં પણ અરિહંત ભગવાનના આગમઆરિસાને અહર્નિશ આગળ રાખનારો રાજ્યેશ્વર પોતાના આત્માને અને તેના ગુણોને જોઈ શકે છે. આવી રીતે અરિહંત ભગવાનના આગમઆરિસાને આગળ રાખીને આત્માના સ્વરૂપ અને ગુણોને દેખનારા રાધેશ્વર કુટુંબ, કાયા, કંચન, કામિનીના મોહને કલેશોત્પાદક ગણીને તેમાં રાચતા નથી અને તે જ કારણથી તેવા નહિ રાચનારા રાજવીઓ નરકગામી થતા નથી પણ જેઓ આગમ આરિસાને આગળ ન રાખે, અને તેથી આત્માના સ્વરૂપ કે ગુણને ન વિચારે તેવા રાજ્યેશ્વરો ઋદ્ધિસમૃદ્ધિ અને આજ્ઞા ઐશ્વર્યના મદથી છાકટા (ગાંડા) થઈ તેવી પ્રવૃત્તિઓ કરે છે કે જેથી તે રાજયેશ્વરોને નરકેશ્વર થવું જ પડે છે. એ જ વાત જણાવવા માટે મૃગાપુત્રના અધ્યયનનો અધિકાર શરૂ કરેલો છે તે અધિકારમાં ભગવાન ગૌતમસ્વામી મૃગગામનગરમાં રાજા વિજય ક્ષત્રિયના મહેલમાં પધારેલા છે અને મૃગાદેવી નામની મહારાણીની સાથે વાર્તાલાપમાં મૃગાપુત્રને ખાનગી ભોંયરામાં રાખી ખાનગી રીતિએ પાલન કરાય છે એ હકીકત ભગવાન ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર મહારાજના વચનથી જાણી છે એમ જણાવ્યું. ભગવાન ગૌતમસ્વામી અને મૃગાદેવી મહારાણીનો વાર્તાલાપ ચાલતો હતો તેટલામાં જ મૃગાપુત્રનો ભોજનનો વખત થયો અને તેથી જ મૃગાદેવીએ ભગવાન ગૌતમસ્વામીને કહ્યું કે -
હે ! ભગવાન તમે અહીં ઉભા રહો, હું તમને તે ખાનગી ભોંયરામાં રાખેલા અને ખાનગી રીતિએ પલાતા મુખ્ય કુંવરને બતાવું છું એમ કહી જ્યાં રસોડું છે ત્યાં જઈને પહેરેલાં વસ્ત્રોની પરાવૃત્તિ કરીને કાષ્ટની ગાડી લઈને અનશન-પાન-ખાદિમ-સ્વાદિમ તેમાં ભર્યા ને પછી તે કાષ્ટની નાની ગાડીને ખેંચતી ખેંચતી જે જગા પર ભગવાન ગૌતમસ્વામી છે તે જગા પર આવી, આવીને ભગવાન ગૌતમસ્વામીજીને એ પ્રમાણે કહે છે કે - હે ભગવાન આપ મારી પાછળ ચાલો જેથી હું આપને મૃગાપુત્રને બતાવું. ત્યારપછી ભગવાન ગૌતમસ્વામી મૃગાદેવીની પાછળ જાય છે. ત્યારબાદ તે મૃગાદેવી તે કાષ્ટની ગાડીને ખેંચતી ખેંચતી જ્યાં ભોંયરું છે ત્યાં આવે છે. આવીને ચાર પડવાળા