SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રી સિદ્ધચક્ર તા.૧૦-૮-૩૪ શજેશ્વશે બકેશ્વશે ઠેમ ? જs| (અનુસંધાન પાનું ૪૦૮). ભગવાને ઉત્તરમાં હકાર કહ્યો, ત્યારે ભગવાન ગૌતમસ્વામી પૂછે છે કે તેવો જન્મથી આંધળો અને જન્મથી અંગોપાંગની પણ અશુભ આકૃતિવાળો પુરુષ કઈ જગા પર છે? એ પ્રશ્નના ઉત્તરના જવાબમાં ભગવાન કહે છે કે-હે ગૌતમ, આ જ મૃગગામનગરમાં રાજા વિજ્યક્ષત્રિયનો પુત્ર અને મૃગાદેવી મહારાણીથી જન્મેલો મૃગાપુત્ર નામનો બાળક જન્મથી આંધળો અને જન્મથી જ અંગોપાંગની અવ્યવસ્થિત આકૃતિવાળો છે. તે બાળકને હાથપગ વિગેરે અંગોપાંગો નથી, એટલું જ નહિ, પણ તેનો આકાર માત્ર પણ ઘણો જ ખરાબ છે અને તે બાળકને મૃગાદેવી એકાંતમાં રાખી પ્રચ્છન્નપણે પાલન કરે છે. ત્યારે ભગવાન ગૌતમસ્વામી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન, નમસ્કાર કરીને એમ કહે છે કે-હે ભગવાન, જો આપની આજ્ઞા થાય તો હું તે મૃગાપુત્ર નામના બાળકને જોવા ઈચ્છું . એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને “યથાસુખ” દેવાનું પ્રિય” એમ કહ્યું. પછી ભગવાન ગૌતમસ્વામી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞા પ્રાપ્ત થવાથી હર્ષવાળા અને સંતોષવાળા થઈ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા પાસેથી નીકળે છે, અને અત્વરિત, અચપલ અને અસંભ્રાન્તપણે ઘુસરા જેટલી જગ્યા દેખાય તેવી દૃષ્ટિએ દેખતા અને ઇર્યાસમિતિ શોધતા જે સ્થાને મૃગગામનગર છે ત્યાં આવે છે અને મૃગગામનગરની મધ્યમાં થઈને જે સ્થાને મૃગાદેવીનો મહેલ છે ત્યાં આવ્યા. તે વખતે તે મૃગાદેવી મહારાણી આવતા એવા ભગવાન ગૌતમસ્વામીને દેખીને હર્ષ, સંતોષ અને આનંદને પામેલી ભગવાન ગૌતમસ્વામીને એમ કહે છે-હે દેવાનુપ્રિય ! અત્રે પધારવાનું જે પ્રયોજન હોય તે મને ફરમાવો. આ સવાલના ઉત્તરમાં ભગવાન ગૌતમસ્વામી મૃગાદેવી મહારાણીને કહે છેઃ-હે દેવાનુપ્રિયે! હું તારા પુત્રને દેખવા માટે જલદી અહીં આવ્યો છું. તે વખતે તે મૃગાદેવી મહારાણી મૃગાપુત્ર પછી જન્મેલા પોતાના ચાર પુત્રોને સર્વ અલંકારથી વિભૂષિત કરીને ભગવાન ગૌતમસ્વામીના ચરણકમલમાં નમસ્કાર કરાવે છે અને કહે છે કે આ મારા પુત્રોને આપ જુઓ. ત્યારે તે ભગવાન ગૌતમસ્વામીજી મૃગાદેવી મહારાણીને એમ કહે છે કે-હે દેવાનું પ્રિયે ! હું તારા આ ચાર નાના પુત્રોને જોવા માટે જલદી અહીં આવ્યો નથી, પણ તારા પુત્રોમાં જે મૃગાપુત્ર નામનો જેષ્ઠ પુત્ર જન્મથી આંધળો અને જન્મથી અંગોપાંગની માત્ર અનુચિત આકૃતિવાળો જેને તું એકાંત ભૂમિગૃહમાં પ્રચ્છન્નપણે ભાત પાણીથી પોષે છે, તેને દેખવાને હું અહીં જલદી આવ્યો છું. આ સાંભળીને ચમત્કાર પામેલી તે મહારાણી ભગવાન ગૌતમસ્વામીજીને કહે છે કે-હે ગૌતમ! તેવા પ્રકારના જ્ઞાની કે તપસ્વી કોણ છે કે જેણે મારો ગુપ્તમાં ગુપ્ત રાખેલો આ પદાર્થ સહેજે જણાવ્યો, જે જણાવવાથી આ ગુપ્ત પદાર્થની તમને જાણ થઈ. આ પ્રશ્નના ઉત્તરમાં ગૌતમસ્વામી મહારાણીને કહે છે કે-હે દેવાનું પ્રિયે ! મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ આ ખાનગી પદાર્થ મને કહ્યો ને તેથી હું જાણું છું જેટલી વખતમાં મૃગાદેવી મહારાણી ભગવાન ગૌતમની સાથે આ બાબતની વાતચીત કરે છે તેટલામાં
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy