________________
૫૦૦
તા.૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર ઇસારો છે, માટે તે બોલવું ઉચિત છે પણ અનુચિત નથી, કેટલાક તરફથી કહેવામાં આવે છે કે એમ પ્રક્ષેપ કરતાં ઘણું વધી જશે, પણ આ કથન આચરણ કરવાવાળા મહાપુરુષોએ નહિ વિચાર્યું હોય એમ માનવા તૈયાર થવું એ યોગ્ય નથી. કદાચ મહાપુરુષોએ કારણસર વધાર્યું તો તે સંતિકને અંગે કઈ સાવધકરણી હતી કે જેથી નિષેધ કરવાની જરૂર હતી?
પ્રશ્ન ૭૦ ભગવાન મહાવીરને કાનમાં ખીલા ઠોકયા ત્યારે કોઈ અવાજ તેમના મુખેથી થયો નહિ જ્યારે ખીલા કાઢયા ત્યારે ચીસ પાડી તો પછી ભગવાન મહાવીરના વીર્યબલમાં વધારો ઘટાડો માનવો?
સમાધાન- ભગવાન મહાવીર મહારાજના કર્ણમાં ગોવળીઆએ જે શલાકાએ ઠોકી તે વખત માત્ર માંસનો વિંધાવો હતો અને તેથી ભૈરવ શબ્દ ન થયો પણ તે શલાકાઓ કર્ણમાં ઘણી મુદત રહેવાથી માંસ સાથે જોડાઈ ગઈ અને તેથી તે શલાકાઓ ખેંચતી વખત મર્મસ્થાનનો માંસનો ભાગ ખેંચાયો, અને તેથી ભૈરવ શબ્દ થયો એમ માનવામાં વિર્યની ન્યૂનાધિકતા માનવાની કાંઈ જરૂર નથી, જો કે કલકના પ્રક્ષેપ અને નિર્ગમનની વખત ભગવાન મહાવીર છદ્મસ્થ અવસ્થામાં છે, અને તેથી વીર્યની ન્યૂનાધિકતા માનવામાં અડચણ નથી, તો પણ કીલક્કર્ષણ વખતે થયેલો ભૈરવ શબ્દ તેઓશ્રીના વીર્યની ન્યૂનતા જણાવનારો નથી એમ જણાય છે. પ્રશ્ન ૭૦૮-આયંબિલની રસોઈમાં હીંગ વપરાય કે નહિ ?
સમાધાન- શ્રી વિજયસેનસૂરિજીના કથન મુજબ સૂંઠ વિગેરે વાપરવામાં જો આયંબિલમાં વાંધો નથી તો હીંગમાં વાંધો ન હોય તે સ્વાભાવિક છે, અને એ વાત બિલવણ સૂઠિ મરીચ ને સૂબા, મેથી, સંચલ રાંમઠ કહ્યા-એ આયંબિલની સઝાય જોવાથી સમજી શકાશે તથા પ્રવૃત્તિથી પણ હીંગવાળા પદાર્થો આયંબિલમાં દોષ કર્તા નથી એમ જણાય છે. પ્રશ્ન ૭૦૯- આયંબિલ ખાતામાં ધર્માદા ખાતે કાઢેલી રકમ અપાય કે નહિ?
સમાધાન- સાત ક્ષેત્રમાંથી કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ મનુષ્ય કાંઇપણ દ્રવ્યનો ઉપયોગ કરે તે ધર્મ થવાનો માનીને જ કરે છે. તપસ્યા કરવાવાળાને તપસ્યાના દિવસે કે પારણાના દિવસે જે જમાડવાનું કરે કે ભક્તિ કરે તે સર્વ ધર્મ સમજીને જ કરે છે, તેથી તેવી તપસ્યા કરનારા કે પારણાં કરનારાને કોઇપણ પ્રકારે ધર્માદીયા કહી શકાય નહિ, પણ જેઓ શ્રીજિનેશ્વર ભગવાનના શાસનની શ્રદ્ધા ન ધરાવતા હોય, વ્રત, પચ્ચકખાણ કે તપસ્યામાં આદરવા ન હોય, પણ દેવ, ગુરુ અને ધર્મના વિરોધી હોઈ શ્રાવકપણાના કે ધર્મના નામે પૈસાઓ લે કે તેવા પૈસાથી નિર્વાહ ચલાવે તેવાઓ જ ધર્માદીયા કહી શકાય વસ્તુતઃ મોક્ષમાર્ગની આરાધના માટે સાતે ક્ષેત્રમાંથી કોઇપણ ક્ષેત્રમાં જે પણ કાંઈ દ્રવ્યનો વ્યય થાય તે સર્વ ધર્મ માર્ગે જ વ્યય થયો સમજવો.
પ્રશ્ન ૭૧૦ ગ્રહ અગર બીજા કારણે રવિવાર, મંગળવાર, શનિવારના આયંબિલ કરે તો તેને આયંબિલનું ફળ મળે કે મિથ્યાત્વ લાગે ખરું?
સમાધાન- સમ્યગુષ્ટિ જીવ પોતાના સમ્યકત્વને પ્રભાવે ભગવાન જિનેશ્વર મહારાજે મોક્ષને માટે કહેલી ક્રિયાઓ અવ્યાબાધ સુખમય એવા મોક્ષની પ્રાપ્તિ માટે જ કરે. કોઈ દિવસ પણ ઝવેરી બોરાં પેટે હીરામોતીને આપી દે નહિ; તેમ સમ્યગુદષ્ટિ અવ્યાબાધ એવા મોક્ષને આપનારી ક્રિયાને અનર્થકારક