________________
પપ૯
તા.૮-૧૦-૩૪
• શ્રી સિદ્ધચક્ર સુખ દે એ બુદ્ધિએ એની કિંમત છે. એ જ દાગીના ઉપર કે મોતીના ઢગલા ઉપર નાનાં બચ્ચાંને બેસાડો તો ઝાડો, પેશાબ ત્યાં જ કરશે. એ ભવિષ્યમાં સુખનું સાધન છે એ સમજણ એને નથી. નાનું બાળક જેમ મોટું થાય તેમ સુખદુઃખનાં સાધનોને દુનિયાની શિખવણીથી જાણે છે. આવી ચીજો (દાગીના વિગેરે) ભવિષ્યમાં કાલાંતરે કામ લાગે છે, સુખ આપે છે માટે એને ઇચ્છે છે, માટે એની કિંમત છે. આથી માલુમ પડે છે કે બીજા તમામ પદાર્થોની ઇચ્છા સુખ માટે જ છે, એકેની ઇચ્છા સ્વતંત્ર નથી. સ્વતંત્ર ઈચ્છા (પોતાના સ્વરૂપે ઈચ્છા) માત્ર સુખની છે. બધા પદાર્થોની ઇચ્છા સુખના સાધન તરીકે છે જ્યારે સુખ કોઇના કારણ તરીકે ઇચ્છતું નથી. જગતની તાત્વિક ઈચ્છા એકજઃ સુખ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગ એટલે પુરુષાર્થોનું વર્ગીકરણ. પુરુષાર્થ એટલે શું?
સુખની ઇચ્છા છતાં આ જીવ કરે છે શું? પોતાને જે સુખનું કારણ લાગે તેમાં તે ઉદ્યમ (પ્રવૃત્તિ) કરે છે. એ પ્રવૃત્તિને જગત પુરુષાર્થ કહે છે. પુરુષાર્થનો અર્થ પુરુષનોજ ઉદ્યમ એમ નથી. ઉદ્યમ પુરુષમાત્રનો નથી, તિર્યંચ પણ ઉદ્યમ કરે છે. જેના માટે પ્રયત્ન કરી જીવ તે વસ્તુ મેળવે તેનું નામ જ પુરુષાર્થ, પછી એ જીવ ભલે ગમે તે જાતિનો કે ગમે તે ગતિમાંનો હોય. એને વર્ગ કહીએ છીએ. પુરુષાર્થના ચાર વર્ગ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. વર્ગ એટલે વિભાગ. વર્ગીકરણ કરીએ તો આ ચાર વર્ગો છે. આ ધર્મ, આ અર્થ, આ કામ, આ મોક્ષ એ તો વર્ગીકરણનું ફળ છે. જગતમાં આ ચાર સિવાય પાંચમી ઇચ્છા કોઈની નથી. નારકી, મનુષ્ય, દેવતા તથા તિર્યંચો બધાની ઈચ્છા ભેળી કરી તેનું વર્ગીકરણ કરીએ તો આ ચાર વર્ગમાં જ સમાય, એના આ ચાર જ વિભાગ પડે. સામાયિક, પ્રતિક્રમણ, પોષહ, પૂજા વિગેરે કરવાં તે ધર્મ. એનાથી લોકોત્તર કલ્યાણ થાય. લોકોત્તર કલ્યાણના સાધન તરીકે જે જે ઉદ્યમ કરવામાં આવે એ બધો ધર્મપુરુષાર્થ. આત્મીય સુખના સાધનની પ્રવૃત્તિ તે ધર્મ. બાહ્ય સુખના સાધનની પ્રવૃત્તિ તે અર્થ. હીરામોતી, બાગબગીચા વિગેરે પદાર્થો પૌગલિક સુખ દેનાર છે. એકેંદ્રિયાદિ જીવો અને જનાવરો જ્યાં ખાવાનું મળે ત્યાં દોડે, જ્યાં સુખ દેખાય ત્યાં દોડે, બાગબગીચા, મહેલાતો, મોટર વિગેરે મેળવવા માટેની પ્રવૃત્તિ તે અર્થપુરુષાર્થ. પૌદ્દ્ગલિક સુખ દેનાર સાધનો મેળવવાં તેનું નામ અર્થપુરુષાર્થ કે અર્થવર્ગ જ્યારે તેના સુખનો ભોગવટો તે કામપુરુષાર્થ અગર કામવર્ગ. એવી જ રીતે આત્માનું સ્વતંત્ર સ્વાભાવિક સુખ અનુભવાય તે મોક્ષવર્ગ, પછી ચાહે તે લિંગે સિદ્ધ થયા હોય પણ આત્માનું સ્વાભાવિક અનુપમ સુખ ભોગવવું તેનું નામ મોક્ષ. મોલમાં સુખ કયું? મોતીની પરીક્ષા લુહારથી થાય? મોક્ષ સુખની પરીક્ષા કોણ કરે? કેટલાક કહે છે કે જ્યાં નથી