SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૮-૧૦-૩૪ શ્રી સિદ્ધચક્ર પપ૮ ગામૌધારકનીયામોહક મધદેશના આગમોઘાર, (દેશનાકાર) ત It: Rate દિdue અ૮૮૪૮ક. धर्मोमंगलमुक्तृष्टं, धर्म:स्वर्गापवर्गदः । धर्मः संसारकान्तारोल्लंघने मार्गदेशकः ॥१॥ પદાર્થ માત્રની ઇચ્છા પદાર્થ માટે નથી, સુખ માટે છે. શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોને ધર્મોપદેશ કરતાં, આ જીવ અનાદિકાળથી શાને લીધે રખડયો એ જણાવી ગયા. એકજ ઇચ્છાએ. એ જ કારણે રખડયો. ઇચ્છાની અપેક્ષાએ જગતમાં વાસ્તવિક ઈચ્છા એકજ છે. હવે લોકમાત્ર (તમામ) ભિન્ન ભિન્ન રૂચિવાળું છે તો પછી જગત એકજ ઈચ્છા કરે છે એમ કેમ કહેવાય ? સાધ્યની અપેક્ષાએ કોઈ ભિન્ન ઇચ્છાવાળો નથી, ભિન્નભિન્ન ઇચ્છા સાધનની અપેક્ષાએ છે. સુખની સિદ્ધિ જે પદાર્થથી માની છે તે તરફ હરકોઈ પ્રવૃત્તિ કરે છે. ધન પણ જ્યારે દુઃખરૂપ લાગે છે ત્યારે છોડી દેવામાં આવે છે. જંગલમાં જતાં ચોરલૂટારાની ટોળી મળી હોય તો “લઈ જા ભાઈ ! કહી એની આગળ પોતાની જાતે ધનદાગીના વિગેરે ધરી દઈએ છીએ. અહીં ધન કાંઈ અળખામણું નથી લાગ્યું પણ તે વખતે દુઃખકારક દેખાયું માટે મૂકી દીધું. દુઃખનું કારણ દેખાય તે વખતે કોઈ ધન આપવા (વળગાડવા) આવે તો પણ લેતા (અડકતા પણ) નથી. ચોરીનો દાગીનો લઈ કોઈ ઘરમાં આવે તો રાખશો ? ચોરીનો માલ સંઘરશો ? નહિ જ. ત્યારે શું થયું ? ધનની ઇચ્છા ધન તરીકે નથી પણ સુખના સાધન તરીકે છે એટલે કે વાસ્તવિક ઇચ્છા સુખની કહેવાય. કુટુંબ ઇચ્છિએ છીએ તે પણ કેવળ સુખ માટે. જે વખતે એ દુઃખદ માલુમ પડે કે તરત મમતા ઉતરી જઈ અળખામણું લાગે. માતા ઉપરનો પ્રેમ માતા તરીકેનો નહોતો પણ એ સુખ આપનારી છે માટે જ (એટલા તરીકે જ) એ પ્રેમ હતો. તડકાની ઇચ્છા પણ તડકા તરીકે નથી, સુખના સાધન તરીકે છે. જગતના તમામ પદાર્થોની ઇચ્છા સુખ માટે કરવામાં આવે છે. સોનાના, હીરામોતીના દાગીનાની સ્વતંત્ર કિંમત નથી પણ એ પદાર્થો ટકીને ભવિષ્યમાં
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy