SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ તા.૨૦-૬-૩૪ શ્રી સિદ્ધચક તે દરેક તેણે કરવી જ જોઈએ. ભણવાના વખતે અભ્યાસ ન કરે તો દોષ. દર્શન કરવાના સમયે દર્શન કરે તો દોષ. સ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય ન કરે તો દોષ અને ચારિત્રના અંગે વિનય વૈયાવચ્ચ ન કરે તો પણ દોષ. આ સ્થાને એક વસ્તુ ખાસ સમજવા જેવી એ છે કે જે જે પ્રવૃત્તિ કર્તવ્યરૂપ હોય તે પ્રવૃત્તિ કરવામાં ફાયદો રહેલો છે એમ નથી પરજુ એ પ્રવૃત્તિ ન કરવામાં આવે તો દોષ જરૂર લાગે છે, અને એટલાજ માટે ફાયદો થવાની દૃષ્ટિએ નહિ પરન્તુ દોષ ન લાગે એ વિચાર કરીને પ્રવૃત્તિ કરવાની હોય છે, અને એટલા જ માટે-એ દોષોનો પરિહાર કરવાના ઉદ્દેશથી આલોયણાનું વિધાન કરવામાં આવ્યું છે. ફાયદો ન થવાના માટે કદી પણ આલોયણા નથી હોતી. બીજી તરફ જે પ્રવૃત્તિઓ જરૂરી કર્તવ્યરૂપ ન હોતાં ઐચ્છિક હોય છે એમાં આના કરતાં ઉલટું છે. એટલે કે એ પ્રવૃત્તિ ન કરવામાં આવે તો દોષ નથી લાગતો પરંતુ જો કરવામાં આવે તો અવશ્ય લાભ થાય છે. વિશસ્થાનકની ઓળી, વર્ધમાન તપની ઓળી, નવપદની ઓળી કે એવી બીજી શુભ તપસ્યાઓ ન કરે તો કંઈ પ્રાયશ્ચિત નહિ પરન્તુ જો કરે તો લાભ જરૂર થાય. જરૂરી કર્તવ્યરૂપ પ્રવૃત્તિ અને ઐચ્છિક પ્રવૃત્તિમાં એકજ મોટો ભેદ છે કે જરૂરી કર્તવ્ય પ્રવૃત્તિ કરો તો કઈ નહિ પણ ન કરો તો દોષ. ઐચ્છિક પ્રવૃત્તિ ન કરો તો કંઈ દોષ નહિ પણ કરો તો લાભ!. છાર ઉપર લીપણ. જીવનપર્યત સામાયિક કરવાની, અને સાવદ્ય યોગનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઈને સાધુપણું અંગીકાર કર્યા છતાં સ્વાધ્યાયાદિક દિનકૃત્ય ન થાય તે દિવસે અંતઃકરણમાં બળાપો થાય છે ખરો કે? એક ગામથી બીજે ગામ કહો કે છાણીથી વાસદ જવું હોય એ વખતે એ મુનિ જરૂર વિચાર કરશે કે વચમાં શ્રાવકના ઘર વિગેરે છે કે નહિ પરંતુ એ વિચાર નહિ આવવાનો કે જ્ઞાનાદિકના આરાધનના સાધનો મળશે કે નહિ. બસ અહીં જ પિંડપોષણ અને આત્મપોષણમાં ખરો ભેદ રહેલો છે. જ્યાં સુધી આહારાદિક કુપથ્થમાં જ મન રમતું હોય ત્યાં સુધી પિંડપોષણનો જ વિચાર આવવાનો પરન્તુ જ્યારે એ કુપથ્યના સેવન તરફ જેવું લક્ષ્ય હતું એવું જ લક્ષ્ય દવાના સેવન તરફ જશે ત્યારે આત્મપોષણ થવાનું, અને જ્યારે એ આત્મપોષણની ભાવના જાગ્રત થશે ત્યારે જ સામાયિક આદિની પ્રતિજ્ઞા સફળ થશે ! સામાન્ય રીતે આપણે આપણા શરીરની હંમેશાં સંભાળ રાખ્યા કરીએ છીએ પરંતુ જ્યારે એ શરીરને કાંટો વિગેરે વાગે છે કે ગુમડા વિગેરેની પીડા થઈ આવે છે ત્યારે આપણે એ શરીરને વિશેષતાપૂર્વક સંભાળીએ છીએ. ભલા એ જ પ્રમાણે-એ શરીરની સંભાળની માફકજ્યારે આપણા જ્ઞાનાદિકની ખામી દ્વારા આપણા આત્મામાં ખામી આવે છે ત્યારે આપણે
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy