________________
તા. ૨૦-૬-૩૪
૪૧૬
- શ્રી સિદ્ધચક્ર આપણે હજુ આપણા સાચા હિતને અને ખરા વૈરીને ઓળખી શકયા નથી. જ્યારે આપણે શરીર પોષણની ભાવના કરતાં આત્મશુદ્ધિની પ્રતિજ્ઞાની કિંમત વધારે આંકતા થઈશું ત્યારે જ આપણે સાચા જ્ઞાનાકના ઉપાસક-ખરી સામાયિકના કરનારા બનીશું ! કર્તવ્ય પ્રવૃત્તિ અને ઐચ્છિક પ્રવૃત્તિ.
સમ્યગુદર્શનાદિકનું કાર્ય કરવાની પ્રતિજ્ઞાનો અર્થ એ છે કે સમ્યગુદર્શનાદિકના હેતુરૂપ, સ્વરૂપરૂપ અને ફળરૂપ જે જે કાર્યો હોય તે બધાને સ્વકર્તવ્યરૂપ ગણીને કરતા જ રહેવું અને એટલા જ માટે એ કાર્ય કરવામાં વિક્ષેપના કારણભૂત હોવાના કારણે નિદ્રાદિકને પ્રમાદ તરીકે ગણવામાં આવેલ છે. પ્રમાદ એ એક પ્રકારનો દોષ છે. ભલા માણસ ઉંઘતો હોય તે વખતે એવું શું કાર્ય કરે છે કે જેથી ઉંઘને દોષરૂપ માનવામાં આવે છે? ઉલટું જાગવા કરતાં ઉંઘવા વખતે માણસ બીજી ક્રિયાઓમાં પ્રવૃત્ત ન હોવાના કારણે કેટલાય દોષો નથી કરતો જ્યારે જાગતી વખતે તો જયણાં વગર બોલવા ચાલવા વિગેરેમાં અનેક પ્રકારના કર્મો બાંધે છે. નિદ્રા-પ્રમાદને દોષરૂપ માનવાનું એક જ કારણ છે કે મનુષ્ય જે સમ્યજ્ઞાનાદિકના કાર્યો નિરંતર કરતા રહેવાની જે પ્રતિજ્ઞા લીધી છે એ પ્રતિજ્ઞાનો એટલા સમય માટે ભંગ થાય છે. નિદ્રાદિકમાં જેટલો સમય વધારે જાય એટલા અંશે એ પ્રતિજ્ઞાનો વધારે ભંગ થવાનો. ભલા જો નિદ્રા દોષરૂપ જ છે તો પછી ઉંઘવાની છૂટ કેમ આપી ? કેટલાક કાર્યો એવા હોય છે કે જેમાં બે પગલાં આગળ વધીને એક પગલું પાછા પડવું પડે છે. અર્થાત્ બે પગલાં આગળ વધવું હોય તો એક પગલું પાછળ પડવાનું પણ મંજુર રાખવું પડે છે. ઠીક આ જ હેતુથી નિદ્રા દોષરૂપ હોવા છતાં તેની છૂટ આપવામાં આવી છે. કોઈપણ ક્રિયા કરવામાં શરીર એ સર્વથી પ્રથમ જરૂરી વસ્તુ છે, અને એ શરીરને સ્વસ્થ રાખવા માટે આહારાદિક જેટલી જ-કદાચ એથી પણ વધારે-નિદ્રાની આવશ્યકતા છે. એ નિદ્રા ન લેવામાં આવે તો શરીર અસ્વસ્થ થઈ જાય અને તેથી એ પ્રતિજ્ઞાનું પાલન લગભગ સર્વથા બંધ પડી જાય, એટલા માટે શરીર સ્વસ્થ રહે અને નિદ્રાનો થોડો સમય બાદ કરતાં બાકીનો બધો સમય પ્રતિજ્ઞાનું પાલન થતું રહે એટલા માટે નિદ્રાની છૂટ આપવામાં આવી છે. રાત્રિના બે પહોર જેટલી નિદ્રા લીધા બાદ માણસ દિવસના સમય દરમ્યાન અખંડ રીતે સ્વાધ્યાય કરી શકે છે. જો આ સ્વાધ્યાયાદિક ન કરાય તો એ નિદ્રાથી એકાંત દોષનું જ પોષણ થવાનું અને એટલા જ માટે અકાળ નિદ્રા કે દિવસની નિદ્રાને દૂષણરૂપ ગણીને એનો નિષેઘ કરવામાં આવ્યો છે. “મિ ભંતે" ના પવિત્ર ઉચ્ચારણપૂર્વક ચારિત્રનું ગ્રહણ કરનારે આ જીવન સમ્યગુદર્શન-શાન ચારિત્રની કારણરૂપ, સ્વરૂપરૂપ અને ફળરૂપ જે જે પ્રવૃત્તિ હોય