________________
તા. ૨૪-૮-૩૪.
૫૦.
શ્રી સિદ્ધચક્ર સંયોગોનો છેડો વિયોગે છે. સંયોગવાળી વસ્તુ છે. અવશ્ય વિયોગ પામવાની છે. આથી 'જીવને એમ થાય કે જેને છેડે વિયોગ છે તે વસ્તુને અંગે જ હું ભ્રમણ કરી રહ્યો છું ને વળી તેથી જ મારા સ્વરૂપને હું જોતો નથી. દરેક જીવ “હું છું (પોતે છે) એમ જાણે છે. એકેંદ્રિયાદિ દરેકને હું છું એ જ્ઞાન તો છે જ. એ જ્ઞાન ન હોય તો હું સુખી છું, હું દુઃખી છું, એ જ્ઞાન થાય જ નહિ. હું નથી' એવું જ્ઞાન જગતમાં કોઇને પણ નથી. અંધારામાં બેઠેલો મનુષ્ય “હું છું' એમ જાણે છે, પણ ગોરો કે કાળો એ દેખાતું નથી. વર્ણ, ઉંચાનીચાપણું વિગેરે કંઈ અંધારામાં દેખાય નહિ. “હું છું' એ જ્ઞાન સર્વત્ર છે, પણ તેનું ખરું સ્વરૂપ કોઇ દિવસ ધ્યાનમાં આવ્યું નથી. પોતાની (મારી) મૂળ દશા કેવી છે એનો ખ્યાલ આ જીવને થયો જ નથી. પોતાના સ્વરૂપનો ખ્યાલ પોતાને આવે નહિ ત્યાં સુધી સ્વરૂપ કેમ ઢંકાઈ ગયું એ ખ્યાલમાં આવે જ નહિ. ભાડુતી સંયોગમાં કોણ રાચે?
મળેલો સંયોગ ભાડુતી છે. ભાડાના મકાનમાં ભાડું આપીએ ત્યાં સુધી રહેવાય. તેવી રીતે આ શરીર ભાડુતી મળ્યું છે. તેની સ્થિતિ વિચારીએ તો પરાણે આપવા છતાં પણ કોઈ ન લે તેવી છે. વિચિત્ર શરતોનું ભાડુતી મકાન.
એક રાજ્ય એક જગ્યાના ભાડે આપવા માટે પ્લોટ પાડયા, અને જાહેર કર્યું કે આ વિભાગો નીચેની શરતોએ ભાડે આપવાના છે, જેઓને એ શરતો કબુલ હોય તેઓએ દસ્તાવેજ કરાવી જવા. એ શરતો આ રહીઃ
(૧) જે પ્લોટ આપીએ તે પ્લોટમાં અમારા નિયત કરેલા પ્લાન પ્રમાણે જ મકાન કરવું અને સાચવીને વાપરવા ઉપરાંત દરેક વર્ષે વધારવું.
(૨) જેટલા વર્ષનો પટો લેવાનો હોય તે સર્વ કાલની દરેક વર્ષ પ્રમાણે ગણતાં જે રકમ થાય તે એકી સાથે દરબારમાં ભરી જવી.
(૩) એ મકાનને વધારવામાં ગફલત થશે તો તેનો દંડ કરવામાં આવશે, તે દંડ જણાવવામાં આવશે નહિ ને જમે થયેલી રકમમાંથી તે દંડની રકમ વસુલ થઈ જશે,
(૪) એમ થતાં દરેક વર્ષના ભાડાનો હિસાબ ને દંડની રકમો મેળવતાં તે પ્રથમ ભરેલી રકમ પૂરી થશે તો પણ પછી (પટાની મુદત પછી) તમને મુદત વધારીને રહેવા દેવામાં આવશે નહિ એ માટે તમોને સાવચેત થવા નોટિસ પણ આપવામાં આવશે નહિ,
(૫) પટાની મુદત દરમ્યાન એમાં જે કાંઈ વસાવ્યું હશે તે તે મકાનમાંથી નીકળતી વખત તમોને લઇ જવા દેવામાં આવશે નહિ; અર્થાત્ અમારા નામાના અને રીતિના હિસાબે