________________
મધદેટના
આગમઘાર
દેશનાકાર)
ભગવતી
Siz
તો
leverne
(95)
Eds.
પાંત્રીસ માર્ગાનુસારીના ગુણના અને શ્રાવકના એકવીસ ગુણના કુટુંબ તેમજ આત્માને સંસ્કાર પાડવાની જરૂર, માર્ગાનુસારીના ગુણો વિના ધર્મ પામેલો ખોટો ન ગણાય, અનુકરણવૃત્તિથી કરાતા ધર્મથી મહાન લાભ, જુગારીનું અધમ જીવન, ધર્મ એજ રત્ન, ધર્મ રત્નજ છે એજ નિશ્ચય, ચક્રવર્તીની રિદ્ધિના સામા ત્રાજવામાં કુલાચારે જૈનપણું, જૈનધર્મ પામ્યાનો કેટલો આનંદ.
શાસ્ત્રકાર મહારાજ શ્રીમાનું શાંતિસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે “ધર્મરત્ન પ્રકરણ' કરતા થકા આગળ શ્રાવકને લાયક એકવીસ ગુણ તથા તેના દષ્ટાંતો કહી શ્રાવકનું કર્તવ્ય જણાવે છે. આ સાંભળી શ્રાવકના ગુણ એકવીસ ગણવા, માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ ગણવા, સમ્યકત્વને અનુવ્રત ગણવા, ગણવું શું? વાત ખરી. જે વ્યવસ્થાપૂર્વક વસ્તુ સ્થાપી શકે તેને અડચણ આવતી નથી. પાંત્રીસ માર્થાનુસારીના ગુણો આખા કુટુંબને મારગને લાયક બનાવી દેવા માટે જરૂરી છે. ખેડૂત ખેતર ખેડી તૈયાર કરે. વરસાદનો સંજોગ જે વખતે થાય તે વખતે ખેડની મહેનત સફળ તથા તેમ દરેક શ્રાવકે પોતાના કુટુંબને પાંત્રીસ માર્ગાનુસારી ગુણોમાં તૈયાર કરવાનું છે. જે કુટુંબ તેવું તૈયાર થયું હોય તેને જે વખતે ગુરુ આદિની સામગ્રી મળે, ધર્મની સામગ્રી મળે, તે જેમ ખેડાયેલી જમીનમાં પાણી ઉપયોગી થતું જાય, વગર ખેડાયેલીમાં પાણી આવે પણ નીકળી જાય, ખેડાયેલીમાં પાણી પચે ને તે પાણી ઉપયોગી થાય છે, અંદર પચે છે ને ખેતીમાં ઉપયોગી થાય છે, તેમ આપણા કુટુંબને તે વખતે ગુરુનું એક વચન પરિણમવાવાળું થાય. વગર ખેડાયેલા ખેતરમાં પાણી આવે ઉપરની જમીન લીલી થઈ પાણી વહેવા લાગે છે પણ અંદર પરિણમતું નથી. તેને ગુરુ મોક્ષ, ક્ષપકશ્રેણી, દેશવિરતિ, સર્વવિરતિનો ઉપદેશ આપે, પણ માત્ર કાનને સારો લાગે અંદર રમે નહિ. ખેડ્યા વગરના ખેતરમાં પાણી પચતું નથી, અંદર કોરી જમીન રહે છે, તેમ આપણા કુટુંબને માર્ગાનુસારી ગુણથી સંસ્કારિત કર્યું ન હોય તો ગુરુ ઊંચો ઉપદેશ આપે છતાં તે વખતે સાંભળી ખુશ થાય પછી કાંઇ નહિ. હજુ આત્મા ખેડાયો નથી, ખેડાયો હોય તો એકેએક વચન રમવાવાળું થાય.