SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ પર૫ તા.૨૪-૮-૩૪ શ્રી સિદ્ધચક્ર ૧. પંચવસ્તુની ટીકામાં વિધિહીતી મુવત્રિવજ્યા સ્થતિમુરઘવમન: આવું સ્પષ્ટ વ્યાખ્યાન છતાં બાંધવાનો અર્થ કર્યો છે તે ખોટો નથી? લેખમાં સંસ્કૃત પાઠ આપ્યા છતાં આ વાકયનો તો અર્થ જ નથી આપ્યો. અમદાવાદના શ્રીમાનું નગરશેઠની પાસે મુહપત્તિની ચર્ચા સંમેલનમાં નહિ કરાવવાની કબુલાત મુહપત્તિ નહિ બાંધનાર પક્ષે લીધી નથી. ૩ ભાષાસમિતિ અને વચનગુતિના પ્રસંગો માત્ર બંધનમાં ગોઠવ્યા છે તે ખોટું છે. ૪ આ ચર્ચા પત્ર લખાવીને અન્ય ઉપાડેલી છે. પાક્ષિક તેમાં નિષ્ફળતા અને શાંતિના ભંગના ભયે ઉતરવા માગતું ન હતું. ૫ પંચવસ્તુની ગાથા ગુરુના નંદીવ્યાખ્યાનના કથન ને શિષ્યના તે શ્રવણ વખતની ને અપશબ્દના યોગે સમાનતાને સૂચવનારી છે તે જોયું હોત તો માલમ પડત. (લેખકે ગ્રંથ જોયો જ નથી તેથી કંઈક સંભળાવવાનું છે એમ લખે છે.) | મુંબઈ સમાચાર તા. ૮મી ઓગસ્ટ.) ગતવર્ષે ચંડૂપંચાગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય છે. એમાસી પુનમના ક્ષયે તેરસના ક્ષયની માફક ત્રીજનો ક્ષય ગણવામાં આવ્યો હતો ત્યારે જેઓ ત્રીજની સંવર્ચ્યુરી થઈ એમ કહી લોકોને સન્માર્ગથી ચુત કરતા હતા તેઓ જ આ વર્ષે બીજ ત્રીજ (ચોખ્ખી ત્રીજ)ને બુધવારે એટલે ચંડાશુગંડૂ પ્રમાણે જ ચોથનો ક્ષયમાની સંવચ્છરી કરવાના છે એ શાસનદેવનો જ પ્રભાવ છે. બીજા ટીપણામાં તો કોઈમાં બે પડવા અને કોઈમાં બે બીજ હોવાથી ચોથને ગુરુવાર આવે છે, પણ આનંદની વાત છે કે આ વર્ષે બીજ ત્રીજ બુધવારને ચોથ માની બુધવારની બધે સંવછરી થશે. ૨ આ વખત કલ્પવાચનમાં ગ્રહણ નહિ હોવાથી ટાળી શકાય એવી પણ અસક્ઝાય ગયા વર્ષની માફક નહિ ટાળવાનો પ્રસંગ નહિ આવે. (એક સમાચાર) ******* ૧ પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત એ ધર્મ એ પ્રણિધાનાદિ આશયના જ્ઞાન સિવાય તેનો અનુબંધ થતો નથી ને મોક્ષ આપતો નથી. ૨ અદ્વેષ અને દયાનો ફરક ઘણો છે ને આદ્યનું સ્થાન ધર્મપ્રાપ્તિ પહેલાં છે જ્યારે બીજાનું સ્થાન પછી છે. ઔદાર્યાદિ લિંગોવાળો ધર્મ અને તે પ્રાપ્ત થતાં વિષય, તૃષ્ણાદિનો અભાવ અને મૈત્રીઆદિનો સદ્ભાવ થાય છે અને પછી પ્રણિધાનાદિનું જ્ઞાન થવાથી તે તે ઉચ્ચસ્થાનોની પ્રાપ્તિ થઈ મોક્ષ મળે. પ્રણિધાનમાં જ પ્રાપ્ત ધર્મસ્થાનની સ્થિતિનો નિશ્ચિય હોય છે. (જિજ્ઞાસાવાળા)
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy