________________
તા. ૩૦-૩-૩૪
૨૬
શ્રી સિદ્ધચક્ર જાય તો ઊંચાનીચા થાઓ છો, ઘરમાંથી ગુણ ગયા તો કશું થતું નથી. પચાસ સો રૂપિયાની ચીજ જાય તો આખા કુટુંબની જડતી લઈ નાખો છો. આ ગુણ ગયા તે ખટકે છે? ગુણની કિંમત ન હોવાથી આવતા અવગુણ તિરસ્કારપાત્ર નથી. તેથી આંખ મીંચી જોઈ રહેવાય છે. આખા કુટુંબને પાંત્રીસ માર્ગાનુસારી ગુણથી હજા સંસ્કારિત કરતા નથી. એકવીસ શ્રાવકના ગુણ પોતાના આત્માને તૈયાર કરવા માટે છે. જ્યાં સદગુરુનાં વચનો, જીનેશ્વરના વચનો સાંભળવામાં આવે તરત. કપડું ખટાઈએ તૈયાર હોય તે ઉપર રંગ પડે તો ચોળ મજીઠ થાય. વસ્ત્ર ખટાઈવાળું કરાય છે તેમ પોતાના આત્માને એકવીસ ગુણથી એવો તૈયાર કરે. પણ ગુણો છે એજ છે. જો કપડું ખટાઈવાળું ન કર્યું હોય તો રંગ એજ છે રંગમાં ફરક નથી, પણ એમાં ફરક પડે છે. એકવીસ ગુણથી સંસ્કારવાળો થયો હોય તે ઉપર ધર્મનો રંગ એવો નિશ્ચળ થાય કે મરણ પર્યત ખસે નહિ. એક વચનની મહત્તા
પ્રાચીન કાળમાં એક વચન જીંદગીના ભોગે કબુલ થતા. એક વાત, જીંદગીનો ભોગ કબુલ પણ આ નહિ ! હંસ કેશવે એક રાત્રિભોજનનો ત્યાગ ગુરુ મહારાજના અકસ્માત જોગે લીધો છે. એક રાત્રિભોજનનો ત્યાગ નભાવવા માટે કઈ દશા ભોગવવી પડી ! એના નિયમભંગની ખાતર એના માબાપ દિવસે રાંધે નહિ ને દિવસે ખાય પણ નહિ. છોકરાને ભુખ્યા મેલી માબાપને ખાવનો વખત છે. સંસ્કાર નહિ પામેલું કુટુંબ તેની અંદર ઉપવાસ કેટલી ભારે ચીજ? તેવા વખતમાં સાત દિવસ સુધી ભૂખ્યા રહેવાનું થાય છે. એકજ ગુરુનું વચન કેવું અહીં ચોંટી ગયું છે ! ખટાઈ લગાડી હોય ત્યાં ભૂલેચૂકે લાગેલો ડાઘ સાબુએ ધોવાથી પણ જાય નહિ. તેમ એકવીસ ગુણથી સંસ્કારિત આત્માને શાસ્ત્રની એક વાત લાગી જાય તો હજારો ઉપાયે ખસે નહિ. છેવટે માબાપ ઘરમાંથી નીકળી જવાનું કહે છે. આજકાલની પેઠે સંતતિને નિર્બળ કરનારા, માલદારની આંખમાં મરચાં નાખનારા કાયદા તે વખતે ન હતા. આજે બાપ મિલ્કતનો માલિક ગણાય, પણ વડીલોપાર્જિત મિલ્કતની વ્યવસ્થા કરવાનો હક બાપનો નથી. છોકરાને કોડી નથી આપવી એમ કહે તો આજ ન ચાલે. છોકરો કામ પડે તો મર્યાદા છોડીને બોલી શકે કે ખાસડાં મારીને લઇશ. કોર્ટથી આપવુંજ પડે. કુટુંબની ટ્રસ્ટી જેવી સ્થિતિ છે. ખાસડાં ખાઈ તેની મિલ્કતનું રક્ષણ કરવાનું છે. બે છોકરાને બરોબર સરખા ભાગે આપવું જ પડે. પરિણામ એક બાપથી જુદો રહે. બાપ મર્યા પછી બમણા આપીશ એમ લખી આપે. તે દહાડે એજ મિલ્કત ફનાફાતીયા કરે. આવી નિર્માલ્ય દશા તે વખતે નહતી. તેવો વખત પહેલાંના કાળમાં ન હતો. બાપે ઘરમાંથી નીકળી જવાનો હુકમ કર્યો. શા ઉપર મિલ્કતનો હક છોડી દેવાનું થાય છે? એક વચન ઉપર. ગુરુ મહારાજ પાસે રાત્રિભોજન ન કરવું તે વચનની ખાતર મા કલેશ કરે છે, બહેન રૂવે છે, બાપ કાઢી મૂકે છે. કુટુંબ, માલમિલ્કતને છેલ્લી સલામ કરી નીકળી જવું પડે છે. એક વચનનો રંગ ભૂલાતો નથી. એકજ વચન ખાતર મા બહેન કલ્પાંત કરે તેની દરકાર નહિ, બાપ કાઢી મેલે તેની દરકાર નથી. તમામને લાત મારી એકી સાથે નીકળી જવું તે એકવચનની ખાતર. જે