________________
તા. ૮-૯-૩૪
પ૪૧
શ્રી સિદ્ધચક્ર જેટલા બફારો અને ઠંડકના વિકારો થયેલા હોય, અને તેથી જ અતિશય તાપ અને અતિશય ઠંડક જીવોને સુખરૂપ થતાં નથી, અર્થાત્ ટાઢ કે તાપ સુખરૂપ હોત તો ટાઢના અને તાપના વધારાની સાથે સુખની માત્રા વધવી જોઈએ, પણ ટાઢ અને તાપના વધારાથી સુખની માત્રા વધતી હોય એમ કોઈ પણ અનુભવવાળો કહી શકે એમ નથી. પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર બદ્રિયોના વિષયોને અંગે પણ પોતપોતાની માત્રા પ્રમાણે ગંધ, શબ્દ અને રૂપ એ સુખ કરનારા થાય છે. માત્રાથી અધિક પ્રમાણમાં આવેલો શબ્દ કર્ણની બધિરતા કરે છે, અધિક પ્રમાણમાં આવેલું તે જ ચક્ષુની તાકાત ઓછી કરે છે અને અધિક પ્રમાણમાં આવેલો ગંધ પણ નાકમાં મસા વિગેરે કરી હેરાન કરનારો થાય છે, અર્થાત્ પાંચે ઈદ્રિયોના પાંચ વિષયો માત્ર માત્રાના હિસાબે સુખ કરનારા નથી પણ તૃષ્ણાના હિસાબે જ સુખ કરનારા છે, અને તેથી તે ભોગોની દુઃખકર્તા દશા દિલમાં રાખે અને તેવી ઉત્કટ દશા આવવાનું કારણ પ્રથમથી જ ભોગનો સામાન્ય પ્રસંગ છે એમ સમજે તો સ્પષ્ટપણે જાણી શકશે કે ભોગો એ રોગો જ છે.
પ્રશ્ન ૭૧૫- શ્રી જિનમંદિરને બનાવવા માટે કે મંદિરમાં પૂજા કરવા આવનારાઓની સગવડ માટે કૂવો ખોદવામાં આવે કે જિનેશ્વર મહારાજની પૂજામાં ઉપયોગી થાય તેવાં પુષ્પોની સગવડ માટે બગીચો કરવામાં આવે તો તેમાં ફળ સમજવું કે કેમ?
સમાધાન- મુખ્યતાએ કૂવો ખોદ્યા સિવાય કે બગીચો કર્યા સિવાય પૂજાનું કાર્ય અર્ખલિત સારી રીતે બને તે ઇચ્છવા યોગ્ય છે, પણ તેટલા માત્રથી મંદિર અને પૂજા આદિને માટે કૂવા અને બગીચાનું કરવાનું સર્વથા નિષેધ છે કે તેમાં એકલું ભયંકર પાપ જ છે એમ કહી શકાય નહિ. જિનમંદિરોને માટે બગીચા નવા કર્યાના ઉલ્લેખો પણ શાસ્ત્રોમાં ઘણે સ્થાને છે.
પ્રશ્ન ૭૧૬- શ્રી વર્ધમાન તપની ઓળીનો ઉપદેશ અપાય છે પણ આદેશ સાધુઓ આપે તો તેમાં સાધુને દોષ લાગે કે નહિ?
સમાધાન- સામાન્ય રીતે સઘળી જનતાને ધર્મોપદેશ કરતાં કર્મનો નાશ કરવામાં સમર્થ એવા તપનો ઉપદેશ આપવો એ દરેક ઉપદેશકોનું કર્તવ્ય છે અને જીવવિશેષ જાણવામાં આવે તો સંવરની પ્રધાનતાને અનુલક્ષીને ઉપદેશની સાથે આદેશ પણ કરવામાં આવે તો તેમાં પણ સાધુને દોષ લાગે છે એમ કહી શકાય નહિ, પણ જેમ ભગવાનની સ્નાત્રાદિકરૂપી દ્રવ્યપૂજાને અંગે પ્રવૃત્તિ સિવાયના કાળમાં સાધુઓને ઉપદેશ દેવાનું યોગ્ય છે એમ માન્યું તો પણ તે દ્રવ્યપૂજાની પ્રવૃત્તિના વખતે સાધુઓને કંઈ ઉપદેશ કરવાનું હોય નહિ એમ સ્પષ્ટ જણાવે છે. તેવી રીતે અહીં શ્રીવર્ધમાન તપ વિગેરેને માટે પણ સમજવું યોગ્ય લાગે છે. યાદ રાખવું કે કોઇપણ તપની પ્રવૃત્તિ ઉપદેશકના ઉપદેશ સિવાય સ્વાભાવિક રીતે બની જતી નથી. ઉપરની હકીકતથી જેમ શ્રી વર્ધમાન તપ આદિના સામાન્ય ઉપદેશ કે આદેશમાં દોષ નથી એમ જણાવ્યું તેથી જેઓ ચૂલાની સગવડ, દાણાની સગવડ વિગેરે સગવડો કરાવવા મુનિઓ તૈયાર થાય છે તેઓને આથી અનુમોદન આપીએ છીએ એમ સમજવું નહિ. કારણ કે સાધુઓની ફરજ છે કે કોઇપણ ઉપદેશ કે આદેશમાં સાધુતાનું લક્ષ્ય ચૂકે નહિ.