________________
૫૪૦
શ્રી સિદ્ધચક્ર
તા.૮-૯-૩૪
પ્રશ્નફાર ચતુર્વિધ સંઘ.
૨૨માધાનછાષ્ટ: ક્ષકલ@ાત્ર ઘાટંગત આગમોધ્ધાટ૭ શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
ભાવE
પ્રશ્ન ૭૧૪-ભોગને રોગ તરીકે ગણવાનું કહેવામાં આવે છે, તે દષ્ટાંત સહિત સમજાવો.
સમાધાન-જગતમાં જે રોગો થાય છે તે સર્વ આહાર આદિના ઉપભોગથી જ થાય છે અને આહાર આદિના ભોગવાળાને જ રોગો હોય છે. શાશ્વતી અનાહારદશાને પામેલા જેઓ સિદ્ધ તરીકે ઓળખાય છે તેઓને આહારઆદિનો ભોગ હોતો નથી તેમ રોગ પણ હોતો નથી, અર્થાત્ રોગનું કારણ ભોગ હોવાને લીધે ભોગોને રોગ તરીકે ઉપચારથી કહે તો તે અવાસ્તવિક નથી. વળી વિધવિધ જાતના રોગો થવાથી જેમ તે રોગોની દવા કરવા માટે રોગી આતુર થાય છે તેવી જ રીતે જીવને વિષયોને અંગે તૃષ્ણારૂપી રોગ થયા પછી ભોગોને માટે તેવો જ તે આતુર થાય છે અને તેથી પણ ભોગોને ઉપમારૂપે રોગો કહેવાય તેમાં નવાઈ જેવું નથી. વાસ્તવિક રીતે ભોગોમાં જે જીવો સુખ માને છે તે સુખ નથી પણ માત્ર દુઃખનો પ્રતિકાર છે અને તેથી રોગના પ્રતિકારમાં જેમ દુઃખના અભાવે સુખબુદ્ધિ થાય છે તેવી જ રીતે ઇન્દ્રિયોના વિષયોના ભોગોમાં પણ દુઃખના પ્રતિકારને જ સુખ માને છે અને તેથી ભોગ અને રોગ એક સ્વભાવના હોવાથી ભોગને રોગ કહેવામાં આવે છે. મનુષ્ય ખાવામાં સુખ માને છે, પણ તેમાં વસ્તુતાએ ખાવાનું સુખ નથી પણ પેટમાં પડેલા ખાડાને પૂરવાનું થાય તેને સુખ ગણે છે. જો વાસ્તવિક રીતે ખાવામાં સુખ હોય તો ખાવાનો વિરામ કરવો પડત નહિ, એટલું જ નહિ પણ અધિક ખાવામાં અધિક સુખ થવું જોઈએ, પણ એ વાત તો અનુભવસિદ્ધ જ છે કે અધિક ખાવામાં અધિક સુખ ન થતાં કેવળ અજીર્ણ, જ્વર વિગેરે અનેક રોગો જ ઉત્પન્ન થવા માંડે છે, અર્થાત્ જેમ જેમ ખવાય તેમ તેમ સુખ થાય છે એમ નથી પણ માત્ર પેટનો ખાડો પૂરવા પુરતુંજ દુઃખ નિવારણ થયું તેને જ સુખ તરીકે માન્યું. એવી જ રીતે ગળાના શુષ્કપણાને દૂર કરવા પુરતું જ જલનું પાન તે સુખ મનાયું છે અને તેથી જ શુષ્કપણું જતાં કોઇપણ સમજુ માણસ અધિક પાણી પીતો નથી, અને જે કોઇ પાણીની શીતળતા આદિ તરફ દોરાઈ જઈ અધિક પાન કરે છે તેઓને આફરો કે ઉલટીની આપત્તિ વહોરવી પડે છે. સ્પર્શન ઇંદ્રિયને અંગે ઠંડક અને તાપ પણ તેટલા જ અનુકૂળ લાગે છે કે