________________
૪૯
શ્રી સિદ્ધચક
તા.૨૬-૭-૩૪
આ સુધા-સાગર (નોંધઃ સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી પૂ. આગમોહારક શ્રી આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દેશનામાંથી ઉદ્ભૂત કરેલ કેટલાક સુધાસમાન વાકયબિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે આપીએ છીએ.
તંત્રી.
૧૦૮૦ જિનેશ્વર મહારાજના શાસનમાં જ જીવાદિક નવતત્ત્વોનું યથાર્થ નિરૂપણ છે. ૧૦૮૧ સર્વ આસ્તિક દર્શનકારો જો કે જીવ પદાર્થને માને છે, પણ સર્વજ્ઞ ભગવાન સિવાય અન્ય
કોઈપણ વ્યક્તિ તે અતીન્દ્રિય એવા જીવ પદાર્થને દેખી શકી નથી, અને તેથી સર્વજ્ઞ ભગવાન સિવાયના આસ્તિક એવા પણ દર્શનકારોએ જીવ શબ્દ કહેવામાં સર્વજ્ઞ ભગવાનના
વચનની માત્ર નકલ જ કરી છે. ૧૦૮૨ પદાર્થને જાણનારો કે જોનારો જ મનુષ્ય પદાર્થના નામની શરૂઆત કરે એ નિયમ સત્ય
હોઈ સર્વજ્ઞ ભગવાને જ જીવ શબ્દની પ્રવૃત્તિ શરૂ કરી છે એમ કહેવું સત્ય જ છે. ૧૦૮૩ રૂ૫, રસ, ગંધ, સ્પર્શ કે શબ્દ વિનાના પદાર્થને સાક્ષાત્ જાણનારી વ્યક્તિ જ રૂપ, રસ,
ગંધ, સ્પર્શ અને શબ્દ વિનાના આત્માને જાણી અને જોઈ શકે. ૧૦૮૪ કોઈપણ ઘટપટાદિ પદાર્થમાંથી કલ્પનાબુદ્ધિએ સ્પર્શ, રસ, ગંધ ને વર્ણને દૂર કરવામાં
આવે અને તે દ્રવ્યનું જ સ્વરૂપ કલ્પી શકીએ તે જ સ્વરૂપ અમૂર્ત દ્રવ્યનું હોય છે અને જીવ
પણ તેવો જ હોવાથી સર્વજ્ઞથી જ દેખાય. ૧૦૮૫ અન્ય મતવાળાઓ જીવને જ્ઞાનનું અધિકરણમાની આત્મામાં જ્ઞાનનો માત્ર સમવાય માને
છે, જ્યારે જૈનશાસ્ત્રકારો આત્માને જ્ઞાનસ્વરૂપ માને છે. ૧૦૮૬ સ્મરણ અને વિસ્મરણની વિચિત્રદશાને અનુભવનારો મનુષ્ય જ્ઞાનને રોકનારાં કર્મ જરૂર
માનશે. ૧૦૮૭ એકસરખા શિક્ષક, શાસ્ત્ર અને શિક્ષાની રીતિ અને ઉપયોગ છતાં શિક્ષણની પ્રાપ્તિની
વિચિત્રતા સમજનારો મનુષ્ય આવરણના ક્ષયે જ્ઞાનની પ્રાપ્તિ છે એમ માને તે સ્વાભાવિક
જ છે. ૧૦૮૮ આત્મા સ્વભાવે સર્વજ્ઞાનમય ન હોય તો અતીતના નાશ પામેલા અને અનાગતના નહિ
ઉત્પન્ન થયેલા પદાર્થોને જાણવાનો વખત જ ન આવે.