SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૬-૧૦-૩૪ ૪૮૦ શ્રી સિદ્ધચક્ર ૧૦૮૯ પદાર્થોના સંયોગોનું નિયમિતપણું હોવાથી મન, આત્મા કે ઈદ્રિયોની સાથે જોડાયેલા પદાર્થોનું જ્ઞાન થવા છતાં પણ લોકાલોકના વર્તમાનકાળના પણ અનંતાનંત પદાર્થો જાણવાનું આત્માના જ્ઞાનસ્વભાવ સિવાય બની શકે જ નહિ. ૧૦૯૦ એકી વખતે અનેક ઈદ્રિયોના વિષયનું જ્ઞાન છઘસ્થને થઈ શકતું નથી. એના નિર્વાહ માટે અન્ય મતદારોએ યાવતું શરીર વ્યાપી એવા મનને ન કબુલ કરતાં મનને અણુ પરિમાણવાળું માન્યું, પણ એક ઈદ્રિયને ઘણા વિષયો લાગેલા છતાં તેમાંના એક જ વિષયનો બોધ થાય છે એ વસ્તુનો નિયમ કરવા માટે આત્માના ઉપયોગને જ માનવો પડશે. ૧૦૯૧ ઉપયોગ એ આત્માનો અવિચળ, સર્વદા અને સાર્વત્રિક ગુણ હોવાથી આત્માને તરૂપ જ માનવો પડશે. ૧૦૯૨ મનને અણું માન્યા છતાં પણ કઈ કઈ ઇન્દ્રિયની સાથે કયારે કયારે અને કયા કયા કારણથી મન જોડાય અને પહેલી ઈદ્રિયથી જુદું પડે એનો નિર્ણય કરવામાં અણુપરિમાણવાળા મનને માનનારા લોકોની મુશ્કેલી જ છે. ૧૦૯૩ આત્માને સર્વવ્યાપક માનનારા દર્શનકારો મૃતક શરીરમાં પણ આત્માને માનવા તૈયાર થાય, અને તેથી મનરૂપી ભૂતને આધારે જ ચેતનાની ઉત્પત્તિ વિગેરે વ્યવહાર કરી જડ સાથે જ ચેતનાનો સંબંધ નાસ્તિકોની પેઠે ઠરાવે તો તેમાં નવાઈ જેવું નથી. ૧૦૯૪ સર્વવ્યાપક આત્મા માનનારાઓ આત્માનું ગમન વિગેરે ન માનતાં ભવાંતરમાં જડ એવા મનનું જ ગમન માનવા તૈયાર થાય છે. ૧૦૯૫ જ્ઞાનમાત્રમાં મન અને ચામડીના સંયોગને કારણે માનનારાઓ જ્ઞાનને આત્માના સ્વભાવરૂપે માની શકે જ નહિ. ૧૦૯૬ આત્મા, મન અને ઇન્દ્રિયના પદાર્થ સાથે થતા સંબંધથી જ જ્ઞાન થાય છે એમ માનનારાઓ ઈશ્વરને મન કે ઈદ્રિય ન હોવાથી જ્ઞાની તરીકે માની શકે જ નહિ. આત્માને જ્ઞાનરૂપ ન માનતાં ઇદ્રિય અને મનરૂપી સાધન દ્વારા પ્રગટ થતા જ્ઞાનને જાણીને, તે ઈદ્રિયાદિક સિવાય જ્ઞાન થાય જ નહિ એમ માની સિદ્ધિપદને પામેલા આત્મામાં પણ જ્ઞાનનો સર્વથા અભાવ છે એમ માનવા તૈયાર થાય એમાં કંઈ આશ્ચર્ય નથી. ૧૦૯૮ અશરીરી એવા સિદ્ધપણામાં તેઓ જ સંપૂર્ણ જ્ઞાન માની શકે કે જેઓ આત્માને સ્વભાવથી જ સંપૂર્ણ જ્ઞાનસ્વરૂપ માનતા હોય. ૧૦૯૯ કોઈ પણ સુજ્ઞ મનુષ્ય મળેલા જ્ઞાનના નાશને માટે ધર્મ કરવા તૈયાર થાય નહિ. ૧૧૦૦ સજ્ઞાન અને સદ્વર્તનની સ્થિતિ જો મોક્ષની મુખ્ય જડ હોય તો તેને જ આધારે થયેલામોક્ષનસંપૂર્ણ જ્ઞાનમય ને વીતરાગતાપૂર્ણ માનવો પડે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy