________________
શ્રી સિદ્ધચક્ર
છે
:
તા. ૨૬-૯-૩૪ના
- ૪% કુદેવ-કુગુરુ-કુધર્મ માનનાર પણ પરિણામે કલ્યાણ માને છે, તો “ક્રિયાએ કર્મ ને પરિણામે બંધ” એ માનનારે તેઓને કલ્યાણપાત્ર માનવા જ જોઈએ, અથવા ગુણમાં ગોટાળો ન હોવાથી બધાનું કલ્યાણ હોવું જોઇએ.
આ વાકયને એકાંતે ન પકડતાં અનેકાન્તવાદમાં જવું જોઇએ, નહિ તો મિથ્યાત્વિનું પણ કલ્યાણ જ માનવું પડશે, કારણ કે પરિણામ સુંદર છે, આ અપેક્ષાએ કેટલાકની માન્યતા એવી છે કે- “અભવ્ય એવાઓને આભિગ્રહિક મિથ્યાત્વ પણ હોતું નથી.” કઈ અપેક્ષાએ ન હોય ? આપણે આભિગ્રહિક મિથ્યાત્વ તેને માનીએ છીએ કે અદેવ-અગુરુ અધર્મમાં દેવ, ગુરુ, ધર્મપણાની બુદ્ધિ હોય પણ અભવ્યને તો મોક્ષ માનવો નથી, મોક્ષ જોઇતો નથી, તો શુદ્ધ દેવાદિ કે કુદેવાદિ એ મોક્ષનું કારણ માને કયાંથી ? માને નહિ તો પછી ઇચ્છે તો કયાંથી ? ભવ્યો જ પોતાની જોખમદારીથી ઉપદેશ આપે છે. | પ્રશ્ન-અભવ્યો દ્રવ્યચારિત્રી થાય ત્યારે મોક્ષતત્વનો ઉપદેશ આપે છે ને
ઉત્તર-હા આપે છે, પણ કેવી રીતે? ફરિયાદી કે આરોપીના વકીલ તરીકે. ફરિયાદી કે આરોપીનો વકીલ ભાષણ કરે યા તો કાયદો લાવે પણ જોખમદારી તા ફરિયાદી ને આરોપીની વકીલ માટે જોખમદારી હોય જ નહિ, તેવી રીતે અભવ્યજીવ ઉપદેશ સાંભળનારાઓને ઉપદેશ આપે, પણ પોતે તેની જોખમદારી ન લે અથવા પોતે માને નહિ.
પરંતુ તિલક-પોતે પોતાને બચાવ તરીકે ઉભા રહ્યા. તે કેવલ પોતાની જોખમદારીને અંગે, તેવી રીતે ભવ્ય જીવો ઉપદેશ કરે તે તિલકની જેમ પોતાની જોખમદારીને અંગે જ, અસ્તુ
પરિણામની સુંદરતા એ બધા સ્થાને રહેલી છે ને તે જ અપેક્ષાએ અભવ્યને આભિગ્રહિક મિથ્યાત્વ ન હોય. ક્રિયા એ કર્મ છે, એ વાકયનું સ્થાન કર્યું ? તે જાણનારે વાકય પહેલું સમજવું જોઈએ. એમ કેમ કહેવું પડ્યું કે “કિયા એ કર્મ અને પરિણામે બંધ” આ વાક્ય ફેંસલાનું છે. ફેંસલો કોનો હોય ?, વાદી પ્રતિવાદી તરીકે થાય તેનો. ફેંસલો દવા લેવાનો તે સિવાયના ને હક નથી. પરિણામવાદ અને ક્રિયાવાદ આ બેને વાદી પ્રતિવાદી તરીકે 'ઉભા રાખી ફેંસલો લો તો આ ફેંસલો મળે, એટલે આ બન્ને વાદી અને પ્રતિવાદીની કોટિમાં આવી ગયા, આ કોટિમાં મેલશો ત્યારે સંબંધ થયેલો હોય ને પછી આકસ્મિક રીતે સંજોગનો ભંગ થાય ત્યારે જ ફેંસલાનો વખત આવે. ક્રિયા અને પરિણામ બંને સંબંધવાળાં લેવાં જોઈએ. તેમાં આકસ્મિક રીતે સંજોગભંગ થવાથી શાસ્ત્રકારોએ ફેંસલો આપ્યો કે “ક્રિયા એ કર્મ છે ને પરિણામે બંધ છે.” - આ પહેલાં સંબંધ સમજો-સુંદર પરિણામે સુંદર ક્રિયા કરવા માંડી અને આકસ્મિક સંજોગ નડર્યો ને ક્રિયા અથવા પરિણામનો પલટી થયો, અર્થાત્ જીવને બચાવનારા પરિણામે