________________
૧ર
તા.૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર સાધુ શ્રાવકને લાભ સંપાદન કરવાના અનેકવિધ માર્ગો.
ઉપર પ્રમાણે આરંભ પરિગ્રહમાં આસક્ત પ્રાણીઓને જ્યારે આરંભ પરિગ્રહથી વિરક્તતારૂપ સર્વવિરતિ માટે ભગવાન જિનેશ્વરની મૂર્તિની દ્રવ્યપૂજા જરૂરી છે તો પછી જેઓને તે સર્વવિરતિરૂપ કાર્યની પ્રાપ્તિ થયેલી છે, તેવા સાધુ મહાત્માઓને દ્રવ્યપૂજાની જરૂર ન હોય તે સ્વાભાવિકજ છે. જગતમાં જે કુંભારને ઘડો કરવો હોય તેને દંડ ચકાદિરૂપ કારણો મેળવવાં પડે છે, પણ જેને ઘડારૂપી કાર્ય થઈ ગયું હોય છે તેવા કુંભારને દંડ ચક્ર આદિ કારણો મેળવવાં પડતાં નથી. કુંભારનો છોકરો ઘડો કરતાં શીખતો હોય, તેને ઘડો કરી લીધો છે એવો કુંભાર દંડથી ચક્ર ફેરવતાં શીખવે, તે વખત તે કુંભારનો છોકરો, કોઈ દિવસ પણ એમ ન કહી શકે કે તમે તૈયાર ઘટને ચક્ર ઉપર મેલો અને ચક્ર ફેરવ. તો પછી સર્વવિરતિની સિદ્ધિવાળાને સર્વવિરતિના કારણરૂપ દ્રવ્યપૂજાનો ઉપદેશ આપતાં કયો અકકલવાળો મનુષ્ય એમ કહે કે તમે દ્રવ્યપૂજા કરો. ને વળી કેટલાકો સ્થાપનાની સત્યતા, માન્યતા, પૂજનીયતા વિગેરેને સશાસ્ત્ર જાણ્યા છતાં લોકોને અવળે માર્ગે દોરવા એમ પણ કહેવા તૈયાર થયા છે કે જે કાર્યમાં સાધુને લાભ હોય, તેજ કાર્યમાં શ્રાવકને પણ લાભ હોય, અને જે કાર્યમાં શ્રાવકને લાભ હોય તે કાર્યમાં સાધુને પણ લાભજ હોય, એટલે કે જિનેશ્વર ભગવાનની મૂર્તિના પૂજનમાં શ્રાવકને લાભ થતો હોય, તો સાધુને પણ તે ભગવાનની મૂર્તિના પૂજનમાં લાભજ હોવો જોઈએ, અને સાધુને જો ભગવાનની મૂર્તિના પૂજનમાં ગેરલાભ હોય તો શ્રાવકને પણ ભગવાનની મૂર્તિના પૂજનમાં ગેરલાભ થવો જોઈએ. તત્ત્વ એટલું જ કે શ્રાવક અને સાધુ બંનેને એકસરખોજ લાભ કે ગેરલાભ હોવો જોઈએ. તો પછી ભગવાન જિનેશ્વરની મૂર્તિના પૂજનથી શ્રાવકને લાભ થાય તો સાધુને લાભ કેમ નહિ? અને સાધુને ગેરલાભ થાય તો શ્રાવકને ગેરલાભ કેમ નહિ ? આવી રીતે બોલનારાઓએ વિચારવું જોઇએ કે સાધુ અને શ્રાવકોની પ્રતિજ્ઞા એક સરખી છે કે નહિ, અને જ્યારે બંનેની પ્રતિજ્ઞા એક સરખી નથી, તો પછી બંનેને એક સરખો લાભ કે ગેરલાભ કેમ થાય? તેઓએ વિચારવું જોઈએ કે કોઈક સ્થાને મોટા ગીતાર્થ સાધુ વ્યાખ્યાન કરી રહ્યા છે, અને તે વ્યાખ્યાનના મકાનથી થોડે દૂર, બીજા મકાનમાં અન્ય અગીતાર્થ કે સામાન્ય ગીતાર્થ સાધુઓ રહેલા હોય, તેઓ તે મોટા ગીતાર્થ સાધુઓના વ્યાખ્યાનને સાંભળવા વરસતા વરસાદમાં આવે કે કેમ? કદાચ કહેવામાં આવે કે અપકાય આદિની વિરાધનાના ભયથી તે સાધુઓ મોટા સાધુઓનું વ્યાખ્યાન સાંભળવા આવી શકે નહિ અને કદાચ આવે તો તે આવનાર સાધુઓને મહાનદોષ લાગે તો આવી વખતે તે વ્યાખ્યાનના સ્થાનથી ઘણે દૂર રહેલા શ્રાવકો તે વ્યાખ્યાન સાંભળવા વરસતા વરસાદમાં આવે કે નહિ ? જે શ્રાવકો તે વ્યાખ્યાન સાંભળવા વરસતા વરસાદમાં આવે, તેઓને સાધુઓની માફક માર્ગના વિરાધક ગણવા કે આરાધક ગણવા? શાસ્ત્રાનુસારે કહેવું જ પડશે કે વરસતા વરસાદમાં પણ વ્યાખ્યાન સાંભળવા આવનારા શ્રાવકો, વરસતા વરસાદમાં વ્યાખ્યાન સાંભળવા આવતા સાધુની માફક પ્રભુ માર્ગના વિરાધક નથી, પણ આરાધક છે. તો કહો કે શંકાકારના મુદ્દા પ્રમાણે શ્રાવક અને સાધુને આરાધક વિરાધકપણું જુદા જુદા સ્વરૂપે છે. તેવીજ રીતે શ્રાવક અફાસુ અણેશણીય વહોરાવે તો પણ બહુનિર્જરા, દીક્ષાનો મહોત્સવ કરે તો પણ બહુ લાભ, સાધુના મૃતકને ઉઠાવીને લઈ જાય, તેની દહનક્રિયા કરે તો તે