________________
૧૦૩
તા. ૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર ગુરૂભક્તિ શ્રાવકને અંગે ગણાય છે, તેમ સાધુએ કોઈ દિવસ એ કાર્ય કર્યા છે? અને તેમાં બહુ લાભ માન્યો છે ? આ બધી બાબતનો ઉત્તર નકારમાં આવે તો સ્પષ્ટપણે કહી દો કે સાધુ અને શ્રાવકને લાભના માર્ગ જુદા જુદા છે, અને જો તેમ હોય તો પછી આ દ્રવ્યપૂજાને અંગે સાધુ અને શ્રાવકના માર્ગ જુદા જુદા માનવામાં શા માટે સંકોચ થાય છે ? આક્ષેપો આપતાં શા તરફ નજર ફેંકો ?
કદાચ એમ કહેવામાં આવે કે જે જિનેશ્વર ભગવાન પ્રાણીના અભયદાનને માટે એટલે કે સર્વજીવોની હિંસા વર્જવા માટે સાધુઓને આખા સંસારનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે, હિંસાની અનુમોદના પણ ન લાગે તેટલા માટે આધાકર્મીને ઔદેશિક વિગેરે દૂષણોવાળો આહાર લેવાની સાધુઓને મનાઈ કરે, પૂર્વકર્મ, પશ્ચાત્ કર્મના દોષના પરિવાર માટે લોચાદિક જેવા તીવ્ર કષ્ટ વેઠવાના કહે, યાવત્ સાધુઓનો સમસ્ત આચાર કોઇપણ પ્રકારે પ્રાણીને બાધા ન થાય તે માટે કષ્ટમય બતાવે, યાવતું પ્રાણીની વિરાધનાના પ્રસંગે અપકાય જેવા જીવોના પણ બચાવ માટે સાધુઓને પોતાનું જીવન ત્યાગ કરવાનો ઉપદેશ આપે એવા જિનેશ્વર ભગવાન પોતાની પૂજા અને માન્યતા માટે સ્થાપના (મૂર્તિ) દ્વારાએ આવી રીતે હિંસા કરાવી પૂજા કરાવે અને તેનું એકાંત નિર્જરારૂપી મોટું ફળ બતાવે તે સંભવેજ કેમ ? આવું કહેનારે પ્રથમ વિચારવું જોઈએ કે ભગવાન જિનેશ્વરદેવે પોતાની પૂજા માન્યતા માટે આ પૂજા પ્રવર્તાવી નથી. યાદ રાખવું કે જિનેશ્વર દેવો કેવળજ્ઞાન ઉપાર્જન કરીને જગતને ધર્મોપદેશ દેનારા બન્યા પણ ન હતા તેની પહેલાં તેઓશ્રીના જન્મનીજ વખતે સકલઈદ્રોએ મેરૂ પર્વત ઉપર જન્માભિષેકનો મહોત્સવ અને પૂજન કરેલાં છે, અને તેજ દેવેન્દ્રની પૂજાની રીતિને અનુસરીને ભવ્યો ભગવાન જિનેશ્વરદેવના સ્નાત્રપૂજન વિગેરે કરે છે. કદાચ કહેવામાં આવે કે ભગવાન જિનેશ્વરદેવના પૂજનથી થતો નિર્જરારૂપી લાભ દેવો કે ઈદ્રો પોતાના જ્ઞાનથી જાણી શકતા ન હતા, તેમજ અન્ય શ્રાવકશ્રાવિકાઓ પણ ભગવાન જિનેશ્વરદેવના પૂજનથી થતો નિર્જરારૂપી લાભ સ્વયં જ્ઞાનથી જાણી શકતા નથી, પણ તે લાભનું જ્ઞાન ભગવાન જિનેશ્વર દેવોના વચન દ્વારાએજ થાય છે, અર્થાત્ જિનેશ્વરદેવો પોતાની પૂજાના સાક્ષાત્ પ્રવર્તક ન હોય તો પણ ફળનિરૂપણ દ્વારાએ જરૂર પ્રવર્તક ગણાય. આ કહેવાવાળાએ પ્રથમ એ સમજવું જરૂરનું છે કે બીજા મતોની પેઠે જૈનમતમાં જિનેશ્વર એવી કોઈ એક વ્યક્તિ નથી, પણ અનંતી થઈ ગઈ, કંઈ થાય છે, અને અનંતી થશે, એટલે એક ઇશ્વરવાદમાં જૈનોની માન્યતા ન હોવાથી સામુદાયિક નિરૂપણમાં વ્યક્તિનું કોઈપણ પ્રકારે પ્રવર્તકપણું થતું નથી. ખરી રીતે તો સમુદાયની અપેક્ષાએ વ્યક્તિએ કરેલું કથન સત્ય ઉપદેશરૂપજ ગણાય છે. જેમ કોઇપણ સજ્જન દુર્જનના સંસર્ગથી થતા અવગુણો અને સજ્જનના સંસર્ગથી થતા ફાયદાઓ કોઈપણ શ્રોતાને સમજાવે તેમાં તે ઉપદેશક સજ્જન પોતાની મહત્તા કરે છે એમ કહી શકાય નહિ. જો કે તે સજ્જનના સમુદાયની અંતર્ગત તો જરૂર છે, પણ તેટલા માત્રથી તે સજ્જનને પોતાની મહત્તા જણાવનારો નહિ ગણતાં સર્વથા સત્ય ઉપદેશક ગણવામાં આવે છે. વળી સાધુ મહારાજાઓ પણ સુપાત્રદાનનો ઉપદેશ દેતાં યાવતું સાધુ મહાત્માઓને સુપાત્ર મનાવવાથી પોતેજ સુપાત્રમાં આવી જાય છે, અને પોતાને દેવાતું દાન પણ મહાલાભદાયી છે એમ અર્થપત્તિથી ચોકખું સિધ્ધ થાય છે, તો પણ તે સુપાત્રદાનના ઉપદેશક