________________
શ્રી સિદ્ધચક્ર
સમકિત પોતાનાં સંતાનનાં ન છૂટકે લગ્ન કરે તે પણ કયારે અને ક્યા મુદ્દાએ ? સમિતિ જીવ પોતાના છોકરાને ત્યાગમાર્ગે દોરે છતાં એ ન દોરાય તો એ કોઇ આડે માર્ગે ન જાય માટે લગ્ન કરે કે જેથી એ મર્યાદામાં રહે અને મર્યાદામાં રહેશે તો કોઇ દિવસે ત્યાગને રસ્તે જશે એ ભાવના તો ત્યાં છેજ. કહેવાય શું ? લગ્ન કર્યાં પણ મુદ્દો ક્યાં ? ભલે આજે એ મુદ્દો કોઇનો ન હોય પણ વસ્તુતઃ ખરો કે નહિ ? આજના કાલમાં બકુશ, કુશીલ સાધુ છે, પુલાક, નિગ્રંથ, સ્નાતક એ સાધુ છે નહિ, કષાય વગરનો સાધુ એકે નથી, કેવળી કોઇ નથી, વીતરાગ કોઇ નથી પણ પ્રરૂપણા કરાય ત્યારે તો ખરેખરું કહેવું પડેને ! સાધુપણું કર્યું કહીએ ? નિરતિચાર, કષાય વગરનું સાધુપણું કહેવું પડે. તેવી રીતે ઉપર જણાવી ગયા તેમ ભરત મહારાજા કે કૃષ્ણજીની સ્થિતિનું કોઇ ન હોય પણ મૂળ સ્થિતિ જણાવવીજ જોઇએ.
૩૦૫
તા.૩૦-૩-૩૪
સમજુ મુખ્ય ફલને જ વળગે, આનુષંગિક ફલને વળગે તે મૂર્ખ, એ અધવચ લટકે.
ધર્મ બે ફળ આપે છે. મોક્ષ તથા દેવલોકાદિક. શ્રી જિનેશ્વરદેવે મોક્ષ માટેજ ધર્મ કહ્યો છે; બીજા કશા માટે ધર્મ નહિ કહેલો હોવાથી ચક્રવર્તીઓ અને વાસુદેવો પોતાની સ્થિતિ ભયંકર માને છે. જો પૌદ્ગલિક સુખ, રિદ્ધિ સમૃદ્ધિ વિગેરે માટે ધર્મ કહેવામાં આવ્યો હોય તો એમને પોતાને ચક્રીપણું, વાસુદેવપણું વિગેરે મળી ગયું પછી અફસોસ, ખેદ શા માટે ? પોતાની જાતને હલકી ગણવાનું કારણ શું ? જેમ રાડાં માટે, ઘાસ માટે અનાજ વાવનાર સમજી કહેવાય નહિ (ભલે ઘાસ પણ થાય છે) તેવી રીતે ધર્મથી આનુષંગિક ફળમાં ચક્રવર્તીપણું, વાસુદેવપણું, દેવલોકપણું વિગેરે મળે બધું પણ એને માટે ધર્મ કરનાર સમજુ નથી. ધર્મથી મોક્ષ થવાનો, મોક્ષ માટે ધર્મ એમ માને તે સમિતિ, પૌદ્ગલિક સુખો માટે ધર્મની જરૂરીયાત માને અને કરે તે મિથ્યાત્વી. આત્મકલ્યાણ માટે ધર્મ કરવાનો એ મુદ્દો કયારે આવે ? કોને આવે ? અનાદિના ભવભ્રમણનો જ્યારે ખ્યાલ થાય ત્યારે તેને આવે. અનાદિનું ચાલુ ભવપરિભ્રમણ કેમ ટળે એ ધારણાથી શુદ્ધ દેવાદિને આરાધે તે સમ્યક્ત્વના ઘરમાં આવે. અનાદિના ભવભ્રમણના ખ્યાલ વિના, મોક્ષની ધારણા વિના, શુદ્ધ દેવાદિનું આરાધન છતાં મિથ્યાત્વ.
ભગવાનની દ્રવ્યપૂજાનો હેતુ શો ?
ભગવાન મહાવીર દેવ વિહાર કરતા હતા. પાંચસે સાધુઓને સખત તૃષા લાગી હતી. માર્ગમાં આવેલા સરોવરનું જળ પ્રખર તાપ તથા તથાવિધ સંયોગોથી અચિત્ત બની ગયું હતું, પણ એ નિશ્ચયનયથી અચિત્ત કહેવાય, વ્યવહારનયથી સચિત્ત ગણાય માટે ભગવાને એ પાણી પીવાની આજ્ઞા ન આપી અને પાંચસો સાધુઓ અનશન કરી કાળધર્મ પામ્યા. પાણી માટે પાંચસે સાધુઓની જીંદગી જવા દીધી ! એજ રીતે તલ અચિત્ત લાગ્યા છતાં શાસ્ત્ર નહિ લાગેલું માટે વ્યવહારથી સચિત ગણાય તે કારણે એના ઉપયોગની પણ ભગવાને આજ્ઞા ન આપી અને સાધુઓની જીંદગી જવા દીધી. આવા મહાપુરુષો પોતાના શરીર પર કળશો ઢોળવા દે અને એમાં લાભ જણાવે-ગણાવે એનો અર્થ શો ? જોજનના નાળવાવાળા, પચીસ જોજન ઊંચા, બાર જોજન પહોળા એક ક્રોડને આઠલાખ કળશોનો