________________
તા. ૩૦-૩-૩૪
૩૦૪
શ્રી સિદ્ધચક શિક્ષા માટેજ વીરાસાળવીને દેવી હતી એટલે આ વાતોને પણ પરાક્રમનું રૂપક આપેજ છૂટકો. કૃષ્ણજીએ ભરસભામાં વિરાસાળવીની ક્ષત્રિવટનાં, એના પરાક્રમનાં વર્ણન કરતાં કહ્યું કે આ વિરોસાળવી મહાપરાક્રમી છે, ચક્રવડે કરીને ખોદાયેલી ગંગા જેણે ડાબા પગે રોકી રાખી, બદરી વૃક્ષપર રહેનાર લાલ માથાવાળા નાગને જેણે પાર્થિવ શસ્ત્રથી મારી નાખ્યો, એ ધંધુવાતી સેનાને જેણે એકજ હાથે રોકી દીધી માટે એ મહા પરાક્રમી છે, માટે એને હું કન્યાનું દાન દઉં છું.’ આ રીતે ભરસભામાં પોતાની એ છોકરીને વીરાસાળવી સાથે પરણાવે છે. કોઇની શિખવણીથી દાસીપણું માગનારને એ કેવી ભયંકર સ્થિતિમાં મૂકે છે ! એ ભયંકર સ્થિતિનો પોતાને ખ્યાલ નથી એમ નહિ. ખોટી શિખવણી દેનાર માતાની ધ્યાનમાં એમને લાવવું છે. વિરોસાળવી ત્રણ ખંડના માલીક વાસુદેવ કૃષ્ણની પુત્રીને આ રીતે પરણી જાય છે. કૃષ્ણજી એટલેથી અટકતા નથી. પરણાવ્યા માત્રથી હજી છેડો નથી. સુરસુંદરીને એના બાપે કોઢીયા અવસ્થામાં શ્રીપાલ સાથે પરણાવી, ભલે, પણ પછી એની વધારે પંચાત કરી નહોતી; વાસુદેવ તો બીજે દિવસે બધા સમાચાર પૂછે છે. વીરોસાળવી પણ કહે છે કે- મજેથી એ પલંગપર (માંચા પર) બેઠી છે. વાસુદેવ સમજ્યા કે પોતાની (વાસુદેવની) શરમની ખાતર વીરો એ સ્થિતિ નિભાવે છે તેથી એમણે વીરાને કહ્યું કે- “માંચે બેસાડવા માટે મેં તને કુંવરી નથી આપી!” વિચારો! છોકરીને ઘેર હોળી સળગાવવાનાજ આ શબ્દો છેને! હવે વિરોસાળવી કમી ના રાખે? એણે તો ઘેર જઇને હુકમો છોડવા માંડ્યા- “ઉઠ! ઉઠ ! બેસી કેમ રહી છે? પાણી તૈયાર કર વાસુદેવતનયાએ જીંદગીભરમાં આવું કોઈનું સાંભળેલું? નહિજ એ વીરાને કહેવા લાગી, ‘ભાન છે કે નહિ? જેમ તેમ નહિ બોલવાનું બોલો છો? જરા જાત સંભારીને બોલો.' વીરાએ તરતજ ચાર પાંચ લપડાકો ખેંચી કાઢી. કૃષ્ણજી તરફનો તો ડર હતો નહિ. એ છોકરી રોતી રોતી પિતા પાસે આવી અને પતિના જુલમને વર્ણવવા લાગી. પિતા કહે છે-ત્રણ ખંડના અધિપતિ પોતાની રોતી પુત્રીને કહે છે કે- “બેટી ! દાસીપણામાં બીજાં શું હોય ?' પુત્રીથી કાંઈ બોલાય? આ દાહમાં કાંઈ કમી ના છે? પોતાની દીકરીને વીરાસાળવી સાથે દેનાર પોતે, કામ કરાવવાની ફરજ પડાવનાર પોતે, જોડે રહી માર મરાવનાર પોતે અને પેલી રોતી આવે ત્યારે પેલી શિખવણીથી બોલાયેલા શબ્દો આગળ ધરે છે કે-“દાસીપણું માગ્યું, હવે એમાં બીજાં શું હોય ?' છોકરીને હવે ભાન થાય છે કે પોતાની માતાએ અવળી શિખામણ આપી ખરેખર કુવામાં નાખી છે. છોકરી પિતા પાસે ખુલાસો કરે છે- પૂજ્ય બાપુ! આ દશા તો માતાની શિખવણીના પ્રતાપે છે, હાય ! મારી ભૂલ થઈ, ક્ષમા કરો, મારે દાસી નથી થવું, રાણી થવું છે,' તરત વીરાસાળવી પાસેથી છોડાવી એને કૃષ્ણજીએ દીક્ષા દેવરાવી. પોતાને ઘેર આવેલું સંતાન રખડી ન જાય આ ભાવના જયારે આવી પ્રબલ છે ત્યારે એમને સંસાર કેવો લાગ્યો હોવો જોઈએ ! શ્રીતીર્થકરનો જન્મ, કલ્યાણ કરનાર ધર્મીને, પણ અધર્મીને અકલ્યાણનું કારણ. કૃષ્ણજીથી પોતાનાથી સંસાર છોડાયો નથી, એક વ્રત સરખું પણ તેઓ કરતા નથી, છતાં એનો આત્મા કેવો રંગાયો હશે ! સંસારને દરીયો કે દાવાનળ માન્યા પછી, એમાં પડતાં પોતાનાં બચ્ચાંને કયો માબાપ બચાવે નહિ?