________________
૫૩૮
તા.૮-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર શાસ્ત્રદૃષ્ટિએ પદાર્થ જચ્યો હશે તો તેને શાસ્ત્રનો એક શબ્દ અનુકૂળ થશે. શ્રદ્ધાનુસારીને કિંમતી થશે, જોડે તર્કનુસારી હશે તો એને શાસ્ત્રના શબ્દ માત્રથી સંતોષ નહિ થાય. એક મનુષ્ય દેવું કરીને નિભાવ કરવા માંડે તો થઈ શકે છે. “આ વર્ષે દેવું કરીને મોજમજા કરો' તે તમારા બાપની છે, પછી તો લેણદાર, તમારી પાસે હશે તો લેશેને ! આવા વિચારથી પણ મોજમજા થાય કે નહિ? પછી તે મોજમજા ચાલી જશે? લેણદાર તો હશે તો લેશે ને ?' આવા વિચારે નાટકસિનેમા જુએ, મતલબ કે દેવું કરીને મોજમજા કરનારા કરે છે ને ! આ રીતે થતી મજા એ કોને મન મજા લાગે ? જે આબરૂ વગરનો હોય તેને મન આ મજા લાગે. આબરૂવાળાને આ મજા, મજા લાગતી નથી. તેનું તો આથી કાળજાં કોતરાઈ જાય છે. એના કાળજામાં કાણા કેમ પડે છે ? દેવું કરીને પણ મોજ કરવી એ સિદ્ધાંત નાસિકનો છે.
નાસ્તિકનો સિદ્ધાંત શો છે ? જ્યાં સુધી જીવાય ત્યાં સુધી મોજમાં જીવો, શરીર પુષ્ટ બનાવવા માટે ઘી પીઓ, તમારે ઘેર ઘી ન મળે તો દેવું કરીને પણ પીઓ; મરી ગયા પછી તો શરીરને બાળી નાખવાનું છે તો ફરી શરીર કયાં મળવાનું છે ? માટે દેવું કરીને પણ શરીરને પુષ્ટ બનાવવું. નાસ્તિકના આ સિદ્ધા, આ ઉપદેશને કેમ મચક આપતા નથી? શરીરના નિર્વાહ માટે નહિ પણ એને પુષ્ટ કરવા માટે દેવું કરીને પણ ઘી પીવાનો નાસ્તિકનો સિદ્ધાંત છે ત્યારે તમે એ સિદ્ધાંત રાખ્યો કે દેવું બાપનું પણ સારું નહિ. શાથી? આબરૂનું તત્ત્વ ત્યાં રહ્યું છે. લેણદાર આવતે વર્ષે કે બે વર્ષ પછી પણ આબરૂ લેશે આવો તમને ડર રહ્યો છે. ભવિષ્યમાં આબરૂ જવાનો ડર હોવાથી તમે દેવું કરતા નથી. આપણી વર્તમાન જિંદગીના વર્તન ઉપરથી ભવિષ્યમાં આપણા ઉપર જુલમ થાય એવી સ્થિતિ ઉભી થવાનું આપણા જાણવામાં આવે તો અંતઃકરણમાં શું થાય? દેવું કરીને મોજ કરનારને મૂર્ખ, શૂન્ય મનવાળો, બેઈમાની માનીએ છીએ તો ભવિષ્યની જિંદગીમાં શું થશે એનો વિચાર આપણને કેમ નથી આવતો? સાચો શાહુકાર કોણ? સાચો સંશી કોણ?
આ જિંદગીમાં કરેલું પાપ ભવિષ્યમાં નડશે; અને આ પાપ આમ સંવર કરવાથી રોકી શકાય છે. આ ધારણાઓ જેના અંતઃકરણમાં હોય તે જ સંજ્ઞી છે. જેને ઘેર જજ્જો (દેવું) ન હોય એ જ શાહુકાર તેવી રીતે જે ચાલ જિંદગીમાં પાપને પલાયન કરાવવા તૈયાર રહે, થતા પાપ માટે જેને બહુ બળતરા, માટે તેનું નામ સંજ્ઞી. આ જ અપેક્ષાએ ત્રણ પ્રકારના સંશી કહાા છે. મારા વર્તમાનના વિચારવાળો, વર્તમાન જિંદગીના ભૂતભવિષ્યના વિચારવાળો, તથા અતીત અનાગત જિંદગીના વિચારવાળો, આ ત્રીજા પ્રકારનો સંશી તે જ દૃષ્ટિવાદોપદેશની સંજ્ઞાએ સંજ્ઞી.