________________
તા.૧૫-૧-૨૪
#
# #
શ્રી સિદ્ધચક # # # # # વો
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
તો
ન જ
સાગર સમાધાન ( વિ . . . . . . # #
સમાધાનાર- સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી. આગમના અખંડઅભ્યાસી, આગમોદ્ધારક આચાર્યદેવેશ શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ. '
પ્રશ્નકાર-ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રધારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર પૂ. મુનિવર્ય શ્રીચંદ્રસાગરજી મહારાજ.
પ્રશ્ન ૬૧૩- શ્રાવકોને સાતલાખમાં ચાર લાખ દેવતા અને ચાર લાખ નારકીની યોનીની હિંસા આ વલોવવાની છે તો તે પ્રત્યક્ષપણ નથી તો તે હિંસા મનવચન કે કાયાથી કેવી રીતે લાગે?
સમાધાન- તે તે ગતિમાં ગયેલા જીવોને પૂર્વભવને અંગે થતા વિચારોને આશ્રીને તે ઘટે, અથવા આ જીવના તેની સાથેના પૂર્વભવના સંબંધોને આશ્રીને ઘટે તેમ છે; અંતમાં અવિરતિરૂપકારણ તો સર્વને માટે ચાલુજ છે.
પ્રશ્ન ૬૧૪- શ્રીશાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં પાને ૧૨ શ્લોક ૭પમાં ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વ્યાસને મહર્ષિ લખે છે તેમાં વિરોધ ખરો કે નહિ? કારણ કે મિથ્યાદષ્ટિની પ્રશંસા થઈ, અને તત્ત્વાર્થમાં તો મિથ્યાષ્ટિની પ્રશંસા નહીં કરવાનું જણાવે છે, તેમજ ન્યાયાચાર્ય શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજજી કૃત અષ્ટકમાં પણ મિથ્યાદષ્ટિની પ્રશંસાયુક્ત શબ્દ છે; માટે સમજવું શું?
સમાધાન- અન્યમતવાળા કે મધ્યસ્થોને અદ્વેષ ગુણ જણાવવા માટે છે, તેમજ ‘મહાત્મા’ “મહર્ષિ આદિ શબ્દોથી બોલાવાય છે તે તેમના મતના અનુવાદની અપેક્ષાએ છે.
પ્રશ્ન ૬૧૫- ઘણા સારા ગુણવાળા મિથ્યાદષ્ટિની જનતા સન્મુખ તેની પ્રશંસા થાય કે મનમાં થાય ?
સમાધાન- લાકોત્તર માર્ગને અનુસરતી ક્રિયાના વખાણ તો સમ્યકત્વવાળાના થાય, પણ મિથ્યાત્વનો નિશ્ચય ન થયો હોય તેવાની પણ લોકોત્તર ક્રિયાના વખાણ થાય, અને લૌકિક ક્રિયા સારી હોય છતાં પણ તેના વખાણ મિથ્યાત્વની વૃદ્ધિ વગેરેના કારણથી જાહેર ન જ થાય.
પ્રશ્ન ૬૧૬- શ્રી આનંદધનજી મહારાજ વિરચિત શ્રી અજીતનાથજીના સ્તવનમાં લખે છે જે- “પુરૂષ પરંપરા મારગ જોવતારે અંધો અંધ પુલાય” આ સ્તવન પૈકી ગાથા અર્થમાં ચમકેવળી ભગવંત શ્રીજંબુસ્વામીજી પછી જે જે પુરૂષો થયા તે તમામ આંધળા છે આવો ભાવ નીકળે છે તો તે અર્થ શાસ્ત્રસંગત કેવી રીતે કરવો? કારણ કે સુવિહિત આચાર્યો ઉપાધ્યાયો અને મુનિવરો તમામ અંધકોટીમાં આવે છે માટે આ બાબતમાં ખુલાસો સમજવો ? “
સમાધાન- શાસન સંસ્થાપક તીર્થકર દેવના અર્થ રૂપ ત્રિપદી પામીને શાસન સંચાલક ગણધર ભગવંત ગુણિત સૂત્રો અને તદનુસાર રચિત તે પછીના પૂર્વધરાદિના શાસ્ત્રો, અને તે શાસ્ત્રમાં રહેલા પરમાર્થથી નિરપેક્ષ રહેનારા પુરૂષોની પરંપરા સૂચક તે સ્તવનની ગાથાનું કથન છે, આથી એ સ્પષ્ટ થાય છે કે વિદ્યમાન સૂત્ર-ભાષ્ય-ચૂર્ણિ ટીકા અને નિયુક્તિને અનુસરનારાઓ સર્વજ્ઞદેવની પરંપરાને અનુસરનારા છે.