SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ પછ૩ શ્રી સિદ્ધચક્ર તા.૮-૧૦-૩૪ * સિમાલોચના | જ (નોંધઃ- દૈનિક સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલદ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો અને (અન્ય) આક્ષેપોનાં સમાધાનો અત્રે અપાય છે.) પુલાકાદિ પાંચે નિગ્રંથો છે એમ પંઘ નિયંar પન્નતા (ભગવતીજી પા. ૮૯૦)થી સ્પષ્ટ છે. સ્નાતક (કેવલી) સિવાયના બકુશકુશીલો તો કષાયવાળા જ હોય વીતરાગ હોય જ નહિ. જો કે નિગ્રંથ નામનો પેટાભેદ કષાયરહિત હોય છે પણ તે ઉપશાંતમોહ હોય તો બે ઘડી ટકી પાછા કષાયકુશીલ વિગેરેમાં આવે છે અને ક્ષીણમોહ હોય તો બે ઘડીમાં કેવળજ્ઞાન પામે છે માટે કેવળજ્ઞાનવાળા સિવાય કષાયકુશીલ હોય છે. એકલા પુલાકજ સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પજ હોય છે એમ નહિ કેમકે ભગવતીજી પા. ૮૯૩ “પર્વ નાવ સિUTU' કહીને બકુશકુશીલ સ્થિત અને અસ્થિતકલ્પમાં હોય એમ સ્પષ્ટ જણાવ્યું છે. ૩ બકુશ અને કુશીલો આહારાદિની સંજ્ઞા એટલે અભિલાષાવાળા પણ હોય છે અને તેથી તેવાને અસાધુ કહેનારા ભગવતીજીનું પા. ૯૦૪નું જુઓ ૪ દશમાં ગુણઠાણા સુધી બકુશપણું માનનારે ભગવતીજી પા. ૮૯૩મું જોવું, કારણકે બકુશને સુક્ષ્મસંપરાયચારિત્ર જે દશમે ગુણઠાણે હોય છે તે હોતું નથી. કેવળજ્ઞાન પામનારા સિવાય અલ્પ કાળવાળા નિગ્રંથને બાદ કરીને બાકી બધા બકુશકુશીલો જ હોય છે એ વાત સ્નાતક કરતાં બકુશકુશીલની સંખ્યા સંખ્યાતગુણી કહી છે તે જ જણાવે છે. બકુશ અને કુશીલની સંખ્યા દરેક કાળે નવસે ક્રોડની હોય છે અને તે મૂળગુણ તથા ઉત્તરગુણ બંનેમાં દૂષણવાળા જ હોય છે એ વાત ભગવતીજી પા. ૯૦૮ અને પા. ૮૯૩ જોવાની જરૂર છે. નિર્દૂષણો બકુશો હોયજ નહિ પા. ૮૯૪. ૭ બકુશકુશીલનું પ્રતિસેવીપણું સંજ્વલન કે તેના ઘરની બીજી ચોકડીઓની પેઠે હોય તેમાં નવાઈ નથી. ૮ નગરશેઠ પ્રેમાભાઈને શાંતિસાગરને સંઘ બહાર મેલવાનું પગલું ગેરવ્યાજબી લાગેલું જ ન હતું. ૯ વર્તમાનના સાધુઓને સાધુ ન કહે તેને માટે પૂર્વઘરનો કાળ અને શાસનનો કાળ જણાવવો જરૂરી હતો. ૧૦ પ્રતિસવીપણા માત્રથી પાપસાધુપણું માનનાર જૈનશાસ્ત્રને જ નથી માનતો એમ કહેવું વ્યાજબી છે. વર્તમાન સાધુઓ દોષ લગાડવાની ઇચ્છાવાળા જ છે એવું બોલનારે તેનું જ્ઞાન મેળવવાની જરૂર છે. ૧૧ ભાવચારિત્રીયાપણે બહાર આવનારે તેનું લક્ષણ જાણવાની જરૂર હોય એ સ્વાભાવિક જ છે. ૧૨ દશવૈકાલિક ચૂર્ણિ પા. ૨૧ મે વસતં પુ પકુષ્ય વરVRUટ્ટ વ્યોચ્છિત્તિ નિમિત્તે રાષ્ટ્રના પત્થા સંગમો માં આ પાઠ જોયો હોય તો અજીતકાય સંમનો ખુલાસો થઈ જાત. 9)
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy