________________
પપર
તા.૮-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર કોઇપણ શાસ્ત્રકારે પર્વમાં સ્થાન આપેલું નથી અને તેથી જ સર્વથી વિરતિ કરનારા સાધુ મહારાજા તથા એકાદિ દિવસની સાવથી કરણકારણ દ્વારાએ વિરતિ કરનારા શ્રાવકોને કોઇપણ પર્વ કે તહેવારમાં સ્નાન, અલંકાર આદિકને કરવાનું વિધાન કર્યું જ નથી એટલે જ નહિ પણ સ્નાન, અલંકાર આદિથી દૂર રહી વિરતિ કરવા દ્વારાએ જ પર્વનું કે ધર્મનું આરાધન જણાવેલું છે. આ જ કારણથી શાસ્ત્રકારો સામાયિક, પૌષધાદિ અવસ્થાવાળા શ્રાવકોનું વર્ણન કરતાં મણિ, સુવર્ણાદિમય અલંકારોનો સર્વથા ત્યાગ જણાવે છે, અને આ જ કારણથી શ્રી ભગવતીસૂત્રમાં સામાયિક કરનાર શ્રાવકનું સામાયિક અવસ્થામાં ગયેલી ચીજને સામાયિક પાર્યા પછી ખોળવાના પ્રશ્નોત્તરને અવકાશ મળ્યો છે. જૈનશાસનમાં વિશિષ્ટપણે ચારિત્ર આરાધનવાળા પર્વોને વધારે મહત્વ અપાયું છે.
ઉપર પ્રમાણે જૈનશાસનના દરેક પર્વો સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના માટે નિયત થયેલાં છે છતાં ઔષધની જ્ઞાનદશા અને માન્યતા ત્યારે જ સફળ થાય કે જ્યારે તે ઔષધનો દરદી યથાર્થ રીતે ઉપયોગ કરી પોતાના દરદનો નાશ કરે. તેવી રીતે જૈનશાસ્ત્રની રીતિ પ્રમાણે સમ્યગુદર્શનથી નવતત્ત્વો માનીને તેમાં પરમ સાધ્ય તરીકે ફક્ત મોક્ષતત્ત્વને જ માને અને તે મોક્ષતત્ત્વને સાધનાર પદાર્થોને ઉપાદેય તરીકે સમજી તે મોક્ષતત્ત્વને બાધ કરનાર પદાર્થને છાંડવા લાયક જાણી સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિવાળો થયેલો પણ જીવ તે છાંડવા લાયક આશ્રવાદિ પદાર્થોને છાંડવા અને આદરવા લાયક સંવરઆદિ પદાર્થોને આદરવારૂપ ચારિત્રથી જ તે સમ્યગુદર્શન એ સમ્યગુજ્ઞાનને યથાર્થપણે સફળ કરી શકે છે. આ જ કારણથી શ્રીજેનદર્શનમાં મોક્ષનું અનંતર કારણ ચારિત્ર માની, તે ચારિત્રવાળાઓને જ પૂજ્યતાની પદવી આપેલી છે, અને એ જ કારણથી વિશિષ્ઠપણે ચારિત્રની આરાધનાવાળાં પર્વોને વધારે જોર આપેલું છે. તે ચારિત્રની આરાધનાવાળાં પર્વોમાં મુખ્યમાં મુખ્ય અને ફરજીયાત તરીકે આરાધવાલાયક જો કોઇપણ પર્વ જનશાસને જણાવ્યું હોય તો તે માત્ર પર્યુષણાપર્વજ છે, આ સર્વ હકીકત ધ્યાનમાં લઇ, વિચારી અને અંતરમાં ઉતારનારો મનુષ્ય આ પર્યુષણ પર્વને જૈનો પર્વાધિરાજ તરીકે કેમ માને છે ? પરમપવિત્ર કેમ માને છે ? જ્યાં જ્યાં જૈનોની વસતિ હોય ત્યાં ત્યાં રહેલા જૈનેતરો પણ આ પર્યુષણપર્વને જૈનોના પશુષણ તરીકે કેમ ઓળખે છે એ સર્વ સહેજથી સમજાઈ જશે. આવા પવિત્ર પર્યુષણ પર્વમાં કયાં કયાં સત્કાર્યો કરવાનું શાસ્ત્રકાર મહારાજાઓ ફરમાવે છે અને તે કરવાનાં પણ હોય છે કે જેથી આ પર્વનો પૂર્વે જણાવેલો મહિમા વાસ્તવિક છે એમ માલમ પડે તે સત્કાર્યોનો વિચાર કરીએઃ
(અપૂણ)