________________
તા. ૮-૯-૩૪
પપ૧
શ્રી સિદ્ધચક્ર સમ્યગુદર્શનાદિ ગુણોની આરાધનાની ઇચ્છાવાળા તે ગુણોની કેવળની આરાધ્યતા સમજે તેના કરતાં તેનાથી સંપૂર્ણ ભરેલા એવા પંચપરમેષ્ઠીની આરાધ્યતા સમજે અને આરાધના કરે તેમાં આશ્ચર્ય નથી. આ જ કારણથી એ પાંચ પરમેષ્ઠીમાં કોઇપણ મિથ્યાષ્ટિ, અવિરતિ કે મોક્ષમાર્ગમાં નહિ પ્રવર્તેલા કે મોક્ષને નહિ પામેલાને સ્થાન આપવામાં આવ્યું જ નથી, અને એ જ કારણથી સમ્યગદર્શનાદિ સરખા ગુણવાળા તેમજ અવધિજ્ઞાનાદિ સરખા જ્ઞાનવાળાને પણ અવિરતિરૂપી જબરદસ્ત અવગુણ હોવાથી પરમેષ્ઠીપદમાં દાખલ કરેલા નથી, અને તેથી જ પાંચપરમેષ્ઠીપદની આરાધના કરતાં તેમાં રહેલા તેઓના સમ્યગુદર્શનાદિ ગુણોની આરાધના પણ સાથે જ થઈ જાય છે અને એવી રીતે સમ્યગ્દર્શનાદિ ગુણોની અને તે ગુણોથી સંપૂર્ણપણે ભરેલા પરમેષ્ઠીની આરાધનાથી આરાધક મનુષ્યના આત્મામાં રહેલા સમ્યગદર્શનાદિ ગુણોને આવરણ કરનાર કર્મોનો નાશ થાય છે. ઉપર જણાવેલી રીતિ પ્રમાણે જો કે સમ્યગુદર્શનાદિ ગુણો અને તે ગુણોથી ભરેલા પંચપરમેષ્ઠીની આરાધનાથી સમ્યગુદર્શનાદિના આવારક કર્મોનો નાશ થાય છે, તો પણ જેમ સૂર્યના તેજની આડાં આવેલાં વાદળાં અંશે અંશે નાશ પામે અને સૂર્યનું તેજ પોતાના પ્રકાશ સ્વભાવને લઇને હરેક વસ્તુનો તીવ્ર તીવ્રપણે પ્રકાશ કરે, તેમ સમ્યગદર્શનાદિ ગુણમય પરમેષ્ઠીની આરાધનાથી આત્માના ગુણોને આવારક કર્મોનો નાશ થાય તેમ તેમ આ આત્મા સમ્યગુદર્શનાદિ ગુણોમાં જ રમવાવાળો થાય, અને તે સમ્યગુદર્શનાદિ ગુણોમાં રમવું, અને તે સમ્યગુદર્શનાદિ ગુણોને પ્રગટ કરવામાં મદદગાર તથા તેને નહિ રોકનાર એવી નિરતિચાર વિરતિઆદિકની ક્રિયાનો આદર કરવો તેનું નામ ધર્મ. કોઈપણ જૈનપર્વ સમ્યગદર્શનાદિના ધ્યેય વગર મનાયું જ નથી.
આ ધર્મતત્વને અનુસરીને જ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની કલ્યાણક તિથિઓ તથા ગુરુ મહારાજના નિર્વાણ દિવસોને આરાધવા સાથે તે સિવાયના દિવસો પણ સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધનાને ઉદ્દેશીને જ શ્રી જૈનશાસનમાં તહેવારો અગર પર્વો માનવામાં આવેલા છે. અર્થાત્ કોઈપણ જૈનપર્વ સમ્યગદર્શન, શાન કે ચારિત્રના ધ્યેય સિવાયનું માનેલું જ નથી. જો કે કેટલાંક પર્વો અને તહેવારોમાં સ્નાન, વસ્ત્રાભૂષણ અને અલંકારની શ્રેષ્ઠતાને જૈનશાસ્ત્રકારોએ સ્થાન આપેલું છે પણ તે સ્નાનાદિકને સ્નાનાદિકપણે શ્રેષ્ઠ ગણીને સ્થાન અપાયેલું નથી, પરંતુ તે સ્નાન, આભૂષણ આદિકની પ્રવૃત્તિથી અન્યભદ્રિક મિથ્યાદેષ્ટિ કે અવિરતિ જીવો તે સમ્યગ્દષ્ટિએ સ્નાન, અલંકારાદિ દ્વારાએ કરાતા પર્વ આરાધનને જોઈ, સાંભળી, અનુભવી તે પર્વઆરાધનની ઉત્તમતા માની આ ભવે કે અન્ય ભવમાં તે પર્વ આરાધન કરવાને ભાગ્યશાળી બને તે માટે જ તે પૌગલિક એવાં પણ સ્નાન, અલંકાર આદિકને સ્થાન આપેલું છે, પણ પૌદ્ગલિકપણાની શ્રેષ્ઠતા માનીને તે સ્નાન, અલંકારાદિને