________________
૨૩૯
તા. ૧૩-૨-૩૪
શ્રી સિદ્ધચક્ર બરાબર છે. તદ્દન સહેલી અને સાદી વાત છે કે નહીં પરણનારીને સૌભાગ્ય શું ! અને દુર્ભાગ્ય શું! બબ્બે તે કુંવારી જ હોવાથી એકે સ્થિતિને યોગ્ય નથી તેમ અહિંયાં પણ ચડનારો પડે, પણ પડવાની બીકે નહીંજ ચડનારા એકે સ્થાનમાં નહિ હોવાથી વંધ્યાપુત્રવત્ છે ! એવી પણ સમજ એ હૈયા વગરનાઓના હૃદયમાં હરદમ નહિંજ વસે છે!
તમારી બુદ્ધિ તો તમારાજ કાર્યો સાધવાના સ્નેહભૂત કારણોને પણ કલહકારી બનાવે છે. તે ઉપરના કારણોથી સમજી શક્યા હશો કારણકે તમારે તો પહેલાં બે સગાભાઈ અને ભાગ વખતે પાકી દુશમનાઈ, પહેલાં બે ભાગીયા અને કોર્ટે ચડે ત્યારે બાપા માર્યાનું વૈર. માતા પિતા ભાઈ બહેન ઉપર ઘણોજ સ્નેહ અને
સ્ત્રી આવેથી પ્રતિકૂળતાએ તેનોજ બહિષ્કાર કરો ! એવી જડ બુદ્ધિ સંતોને શા ઉપયોગની ? માતાનો માર
સબુદ્ધિ સાંપડી હોય તો યોગી અને ભોગીના ભેદો સમજો તમારા અવ્યવસ્થિત વાતાવરણોને અવ્યાબાધ રાખી ત્યાગીના વ્યવસ્થિત બંધારણને ભેદવા જતાં પર્વતને દેખીને ગર્વમાં ચડેલા હસ્તીના દાંતની દશા અનુભવશો. જેઓના આખાએ જીવનમાં “જ્યાં સ્નેહના ઝરણાં ત્યાંજ વેરના ઢગલા” અને ફરી ફરીને પણ તેને તે દિશામાં પ્રવૃતિ મુકરર થયેલી છે એવા શુદ્ધજીવી આત્માઓને આત્માર્થીઓના માર્ગ સામે આંગળી ચીંધવાનો પણ અધિકાર નથી. મર્યાદા બાંધવાને બહાને દારૂડીયાની જેમ ફાવે તેમ બોલવા અને લખવા ટેવાયેલાઓએ પોતાની જાતને વિશેષે ખુલ્લી કરવા અગાઉ પોતાના આખાએ મર્યાદિત જીવનને ઉકેલી જવા ખાસ ભલામણ છે.
અમે પણ એટલું તો સ્વીકારીએ છીએ કે દીક્ષાનો પ્રસંગ મોહમાં મશગુલ બનેલા માનવોને મહાન મુંઝવણમાં મૂકનારો છે. પણ તેની સાથે એટલું પણ વિચારવાની ભલામણ કરીએ છીએ કે ઘણાંએ કાર્યો એવાં હોય છે કે વર્તમાનમાં નુકશાન પણ ભવિષ્યમાં ફાયદો. જેમ ઘરમાં ચોર પેઠો તેની સામે જવું તે ભયંકર પણ જવાય તો મિલકત બચે; એક મકાન બાંધવું છે, વર્તમાનમાં ખરચ પણ ભવિષ્યમાં ફાયદોઃ આકરી ભૂલ થાય ત્યારે માતા કાંકરી મારે, માથું ફૂટે પણ તેના ભયથી ભવિષ્યમાં ભયંકર ભૂલોથી જરૂર ભડકે; વ્રતોની સ્થિતિ પણ આજ છે. વ્રત તો ખાંડાની ધાર જેવા છે. એક વખતે શાસનના અમૂલ્ય કોહીનૂર ગણનારાઓના પણ વ્રતો કર્મવશાતુ તૂટી તો ગયાંજ અને જેથી દુર્ગતિમાં પણ ગયા અને જવાના પરંતુ તે માતાનો માર છે. માતા માટે તેમાં... લોહી નીકળે, સોજો ચડે, રૂએ, રીસાય વિગેરે બધુએ બને પરંતુ તેમાં બાળકનું એકાન્ત હિતજ છે. પરમ કારણ છે
વ્રત લઇને ભાંગવાવાળા કેટલાક ભવો સુધી રખડવાના છે, તેમાં ના નથી; પણ તે એકવાર લીધેલ વ્રતમાં તો એકાન્ત હિતજ સમાયેલું છે સમ્યકત્વની ફરસના માત્રથી પડેલા, સમ્યકત્વ સહિત શાનથી પડેલા અને સભ્યત્વ શાન ચારિત્રથી પડેલા પણ એ નિગોદડાં જાય તો ત્યાં તો તેની સ્થિતિ બીજ નિગોદીયા સમાનજ છે. પણ તે અવસ્થા ભોગવાઈ રહ્યા બાદ તે ભાગ્યવાનો અન્ય નિગોદીયાના કરતાં સામગ્રીઓની સુલભતાને અંગે અલ્પકાળે મોક્ષે જાય; કારણ કે કર્મવશાત્ ગમે ત્યાં ભટકે તો પણ એકવાર લીધેલ વ્રતના પ્રભાવે તેની ભવ સ્થિતિ તો અર્ધ પુદ્ગલ પરાવર્તનની જ રહે છે. માટેજ કહીએ છીએ કે માતાના મારથી વર્તમાનમાં નુકશાન છતાં અન્ને ફાયદો, તેવીજ રીતે વ્રતથી પડેલો વર્તમાનામાં દુર્ગતિરૂપી નુકશાન પામે તેમાં ઇન્કાર નથી પણ લેવાયેલા તેજ વ્રતથી અર્ધ પુદ્ગલ પાર્વતન બાકી રહેવા રૂપી ફાયદો પણ અવશ્યમેવ છે. આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે વ્રત લઇને ભંગ નજ થાય તેને માટે પૂરતા સાવચેત રહેવું કારણ કે પરિણામે દુર્ગતિ છે, છતાં પડી જવાય તોએ અર્ધ પુલ પરાવર્તનની ચિંતા પણ વ્રત લીધા પછી “પડી જવાય તો મહા પાપી થવાય” તેવા ભયથી વ્રત નહીંજ લેવાની વાતો કરનારાઓને તો અનંતોકાળ સંસારમાંજ ભટકવાનું છે !