________________
૨૨૦
તા.૧૩-૨-૩૪
શ્રી સિદ્ધચક્ર શકીએ. આટલાજ માટે શાસ્ત્રકારો પણ આત્માને ચંદ્રમાની ઉપમા આપીને તેના જ્ઞાનને પ્રભા જેવું ગણી, જ્ઞાનાવરણીય કર્મને વાદળ જેવું આચ્છાદક ગણે છે. આ હકીકત સમજતાં એ વાત સહેજથી સમજાશે કે જૈન શાસ્ત્રકારો જ્ઞાનને ઉત્પાદ નહિ માનતાં અભિવ્યંગ્ય તરીકે માને છે તે વ્યાજબીજ છે. જ્ઞાનમય આત્માને સ્વીકારવાની જરૂર.
જો કે કેટલાક મતવાળાઓ વિષયના સંયોગે આત્મામાં જ્ઞાન સમવાય સંબંધથી ઉત્પન થતું માને છે, પણ તેઓને વર્તમાનકાળના પણ અનંતા વિષયોનો સંબંધ અસંભવિત હોવાથી તેમજ સંભવિત માન્યા છતાં એક કાલે સંયોગ અસંભવિત હોવાથી સર્વ પદાર્થનું વર્તમાનકાળ વિષયક પણ જ્ઞાન થઈ શકે નહિ અને અતીત અને અનાગત કાલના પદાર્થોનો તો નાશ અને અનુત્પાદ હોવાથી સંનિકર્ષ (સંબંધ) હોઇ શકે જ નહિ, એટલે જ્ઞાનને ઉત્પન્ન થતું માનનારાના પક્ષમાં કોઇપણ જીવનું કે ઈશ્વરનું સવર્ણપણું સંભવી શકે નહિ. કોઈપણ જીવ કે ઈશ્વરનું સર્વશપણું તો જીવને સર્વજ્ઞના સ્વભાવવાળો માને તોજ સંભવીજ શકે. વળી દરેક વિચારક મનુષ્યોના ખ્યાલ બહાર એ વાત નહિ હોય કે એકજ માસ્તરના કલાસમાં શિખતા સર્વ વિદ્યાર્થીને માસ્તર સરખું શિખવે છતાં સર્વ વિદ્યાર્થીઓ સર્વ વિષયના સરખું સમજનારા થતા નથી. જેમ માટીથી ઘડો બનાવવામાં કુંભાર જે જે વખત જેટલી જેટલી માટી લે તે તે વખતે તેટલા તેટલા પ્રમાણનો ઘડો થાય છે, તેવી રીતે જ્યારે જ્યારે માસ્તર જે જે વિદ્યાર્થીઓને કહે છે તે વિદ્યાર્થીઓને ત્યારે ત્યારે જ્ઞાન થવું જ જોઈએ, પણ તેમ થતું નહિ હોવાથી જ્ઞાનને ઉત્પાદ્ય નહિ માનતાં અભિવ્યંગ્ય માનવાની ફરજ પડે છે. વળી અભ્યાસીઓના ખ્યાલમાં હશે કે એક વસ્તુ ગોખતાં પ્રથમ મગજમાં આવી પણ જાય છે, તો પણ પછી તેને જેટલા પ્રમાણમાં ગોખવામાં આવે તેટલા પ્રમાણમાં તે વધારે દઢ બને છે અને દીર્ધકાળ સુધી તેજ વસ્તુ ટકી શકે છે. અનુભવસિદ્ધ આ હકીકત વિચારતાં આત્માને શાનમય નહિ કે શાનાધાર આપણને માનવાની ફરજ પડે છે. યુક્તિ પુરસ્સર ભાવપ્રાણોનું દિગ્દર્શન.
અલ્પ મહેનતે વધારે ક્ષયોપશમ થાય અગર વધારે મહેનતે અલ્પ ક્ષયોપશમ થાય તે પણ આત્માના જ્ઞાનસ્વભાવનેજ સૂચવે છે. વળી એક વસ્તુનું જ્ઞાન થયા પછી અમુક કાળે તે વસ્તુના ઉપયોગની જરૂર હોય, અને તે યાદ કરવા માટે પ્રયત્ન પણ કરવામાં આવે તો પણ તે વખતે તે વસ્તુ કદાચિત યાદ આવતી નથી, આ સ્થળે પણ જો જ્ઞાનને ઉત્પાદ્ય માનીએ પણ તેને અભિવ્યંગ્ય માનીને તેના આવરણોને ન માનીએ તો ઉત્પન્ન થયેલા ઘટનો નાશ થવા સુધી જેમ પ્રત્યક્ષ ભાવ હોય છે તેમ ઉત્પન્ન થયેલા જ્ઞાનનો પણ સ્મરણભાવ હંમેશાં રહેવો જ જોઇએ, પણ તેવો સ્મરણભાવ હંમેશાં નથી રહેતો એ અનુભવસિદ્ધ હોવાથી તે સ્મરણને રોકનારા કર્મો માન્યા સિવાય બુદ્ધિમાનોને માટે બીજો રસ્તોજ નથી. વળી કાળાંતરે તે નહિ યાદ આવેલી વસ્તુનેજ તેને યાદ લાવવાનો પ્રયત્ન અને ઉપયોગ નહિ છતાં તે વસ્તુ સ્વાભાવિક રીતે યાદ આવી જાય છે. આ હકીકત વિચારતાં પણ આત્માનો જ્ઞાનસ્વભાવ અને તેને રોકનારા કર્મો તથા ઉપયોગથી કે બીજા કારણથી તે કર્મોનો