________________
તા. ૧૩-૨-૩૪
૨૧૯
શ્રી સિદ્ધચક્ર આજ કારણથી પાંચ ઇન્દ્રિયોમાંથી કોઈપણ ઈદ્રિય, મન આદિ ત્રણ બળોમાંથી કોઈપણ બળ કે શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણોમાંથી એક પણ પ્રકારનો પ્રાણ નહિ છતાં સંસારથી મુક્ત થયેલા સિદ્ધોને જીવ તરીકે ગણી શકાય છે. જો સમ્યગદર્શન આદિ ભાવપ્રાણોને વાસ્તવિક પ્રાણ છતાં પ્રાણરૂપે ન ગણીએ તો પ્રાણધારણના અર્થમાં વપરાતા જીવ ધાતુથી બનેલો જીવ શબ્દ સંસારથી મુક્ત થયેલા અને ઈદ્રિય આદિ કે રહિત એવા સિદ્ધ મહારાજામાં વાપરી શકીએજ નહિ. સૈકાલિક જીવન જીવનાર જીવ.
વળી વર્તમાનમાં શ્રોત્ર ઈદ્રિયઆદિક પ્રાણોનું ધારણ કરવા રૂપ જીવપણું તો નાસ્તિકો પણ વાવષ્યવેત્સુd ગીતા એમ કહી કબૂલ કરે છે. અર્થાત્ નાસ્તિકો કરતાં આસ્તિકોની ભિન્નતા તેટલીજ હોય કે નાસ્તિકો જ્યારે વર્તમાન જીવનથી જીવ માને ત્યારે આસ્તિકો સૈકાલિક દ્રવ્યજીવનથી જીવ માને, અને જૈનો એવું નૈકાલિક જીવન માનવા સાથે સમ્યગુદર્શન આદિ ભાવપ્રાણોના જીવનથી જ જીવ તરીકે માને અને તેથીજ શાસ્ત્રકારો પણ શ્રોત્ર આદિ ઈદ્રિયોને જીવોના મુખ્ય લક્ષણ તરીકે નહિ જણાવતાં ના વંસ વેવ ઇત્યાદિક કહી જ્ઞાનાદિ ભાવપ્રાણોના જીવનને વાસ્તવિક જીવન તરીકે જણાવે છે, એટલે કે ભાવદયા જેટલી શ્રોત્ર ઈદ્રિયઆદિના બચાવની સાથે સંબંધ રાખતી નથી તેના કરતાં સમ્યગદર્શન આદિરૂપ ભાવપ્રાણોની પ્રગટતા, સ્થિતિ, વૃદ્ધિ, પરાકાષ્ઠા અને સર્વકાળ સ્થાયીપણાની સાથે સંબંધ રાખે છે અને તેવા ગુણોના તેવા પ્રકાર સાથેજ સંબંધ રાખતી હોવાથી ભાવદયા પૂર્વે જણાવેલી દ્રવ્યદયા કરતાં તાત્ત્વિક અને અનંતગુણ વિશિષ્ઠતાવાળી હોય તેમાં આશ્ચર્ય શું! કેવળજ્ઞાન સ્વભાવવાળા સર્વજીવો છે.
જગતના દરેક જીવો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખવાળા સ્વભાવથીજ છે. સિદ્ધિ દશાને પામેલા જીવોનો તે સ્વભાવ સકલ કર્મક્ષયને લીધે પ્રગટ થયેલો છે, અને બાકીના સંસારી જીવોનો તે સ્વભાવ કર્મને લીધે આવરાયેલો છે, જો કે સંસારી જીવોમાં પણ જે જીવો ચઢતે ગુણઠાણે ગયેલા છે તેઓએ જે કર્મોનું ક્ષય કર્યું છે તે તે કર્મોને લીધે રોકાયેલો સ્વભાવ તે તે જીવોને પ્રગટ થયેલો છે, પણ સર્વથા આત્મસ્વભાવનું અનાવૃતપણે કેવળ સિદ્ધ દશામાંજ છે, પણ સંસારીદશાના આત્માઓમાં એ કેંદ્રિય હોય કે યાવતુ પંચેંદ્રિય હોય, મિથ્યાત્વવાળો હોય કે સમ્યકત્વવાળો હોય, ભવ્ય હોય કે અભવ્ય હોય, પણ તે સર્વે અનંત જ્ઞાનાદિ સ્વભાવવાળાજ છે. જો એમ માનવામાં ન આવે તો કેવળજ્ઞાની સિવાયના સર્વ જીવોને પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય, ચારે પ્રકારનું દર્શનાવરણીય, છવ્વીસ પ્રકારનું મોહનીય અને પાંચ પ્રકારના અંતરાય કર્મનો ઉદય માની શકીએજ નહિ, અર્થાત્ અભવ્ય અને મિથ્યાદૃષ્ટિ આત્માઓનો સ્વભાવ જો અનંત જ્ઞાનાદિરૂપ ન માનીએ તો તેઓને લાગેલા કેવળજ્ઞાનાવરણીય આદિ કર્મો કોનું આચ્છદાન કરે? જગતમાં સામાન્ય નિયમ છે કે વિદ્યમાન દ્રવ્ય કે ગુણોનું જ આચ્છાદન હોય, એટલે મિથ્યાષ્ટિ તથા અભવ્ય જેવામાં પણ અનંત જ્ઞાનાદિ સ્વભાવ માનીએ તોજ તેઓને કેવળજ્ઞાનાવરણીય આદિ કર્મોનો બંધ વિગેરે માની