________________
૨૧૮
તા.૧૩-૨-૩૪
શ્રી સિદ્ધચક છે એટલું જ નહિ પણ તેઓના મતે તો હિંસા જેવી કોઈ ચીજ રહેતી નથી અને જ્યારે તેઓના મતે હિંસા જેવી કોઈ ચીજ નથી તો પછી તે હિંસાથી વિરમવા રૂપ પ્રાણાતિપાત વિરમણ નામનું મહાવ્રત તો હોયજ કયાંથી ? અને તેમના મત પ્રમાણે તેઓને વસ્તુતાએ પ્રાણાતિપાત વિરમણરૂપ મહાવ્રત ન હોય તો મૃષાવાદ વિરમણ આદિ બીજાં મહાવ્રતો કે જેઓ પ્રાણાતિપાત વિરમણરૂપ મહાવ્રતની રક્ષા માટેજ છે તેનો સંભવજ કયાંથી હોય? અર્થાત્ હિંસાના બચાવને અકર્તક માનનારા પોતાનાજ મહાવ્રતોની પોતાનાજ વચને જલાંજલિ આપે છે. ઉપરની હકીકતથી સ્પષ્ટ થશે કે આયુષ્ય આદિનો ઉપક્રમ ન લાગે તો જેટલું આયુષ્ય હોય તેટલો કાળ તે પ્રાણી જીવી શકે અર્થાત્ આપણા કાયા, વચન કે મનોયોગથી તેના આયુષ્યના ઉપક્રમો ન કરવા, ન કરાવવા અગર થતા હોય તેની ઉપેક્ષા ન કરવી તેજ ઉચિત છે અને તેનું નામજ દ્રવ્યદયા છે. પૂર્વે આવી રીતે જણાવેલી દ્રવ્યદયાથી બચેલા પ્રાણીઓ પોતાનાં આયુષ્યને ભોગવીને અંતે મરણને શરણ થાય છે, એટલે કે ઉપક્રમ ન કરવાથી અથવા તો ઉપક્રમનાં કારણો દૂર કરવાથી બચાવેલા પ્રાણીનું અંતે મરણ થાય છે માટે બચાવનારે કે હિંસા નહિ કરનારે મરણની માફી કરાવી નથી, પણ માત્ર મરણની મુદત આગળ હેલેલી છે, અને તેવીજ રીતે સ્પર્શ ઈદ્રિય આદિ પ્રાણોનો પણ સર્વકાળને માટે બચાવ કર્યો નથી પણ તેના નાશને હમણાં નહિ થવા દેતાં ભાવિ ઉપરજ ધકેલ્યો છે એટલે કે લેણાંની રકમને ઉભી રાખી માત્ર જેમ મુદતનો વધારો કરી આપી દેણદારને કેટલીક મુદતનું આશ્વાસન કરાય તેવી રીતે અહીં દ્રવ્યદયામાં પણ માત્ર જીવનની મુદત સુધી નિર્વિદનપણે જીવવા દેવાનીજ માત્ર સવડ થાય છે, પણ જેમ લેણદાર લેણી રકમને માંડીવાળીને ફારગતી આપી દઈ દેણદારને સર્વથા છૂટો કરે છે, તેમ આ દ્રવ્યદયામાં કોઈપણ પ્રાણીને સર્વથા મરણથી બચાવતો નથી, કે જીવનનું સ્થાયીપણું કરતો નથી. જો કે આ ઉપરથી અમે દ્રવ્યદયાની કિંમત ઘટાડવા માગતા નથી કેમકે મોટાં મોટાં રાજ્યો પણ દેવાના વ્યાજની માફીથી કે દેવાની રકમની મુદતના હફતા નહિ લેવા દ્વારા એ કરાતા વધારાથી પગભર થયાં છે, તેવી રીતે આ પ્રાણી પણ કોઈપણ પ્રાણીના આયુષ્ય અને સ્પર્શન ઈદ્રિયના નાશની મુદતને કાળાંતરને માટે લંબાવે તો તે પણ ઘણુંજ ભાગ્યશાળીપણાનું કર્તવ્ય છે, પણ આવી દ્રવ્યદયા કરતાં મહા ભાવદયા અપૂર્વ ચીજ છે એમ જણાવવા માટેજ ઉપર દ્રવ્યદયાની વાસ્તવિક સ્થિતિ જણાવી છે. સિધ્ધમાં જીવત્વ.
હવે ભાવદયા શી ચીજ છે એ જાણવાની દરેક વાંચકને જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. ઉપર જણાવેલ દ્રવ્યદયાના સ્વરૂપથીજ સુજ્ઞ વાચકવર્ગ ભાવદયાનું સ્વરૂપ સમજી ગયો હશે, છતાં બધા વાંચકો તેવા સુજ્ઞ હોય તેવો સંભવ ન હોવાથી તેવા વાંચકોની સમજણને માટે ભાવદયાના સ્વરૂપને સમજાવવાની જરૂર છે. ભાવદયાના સ્વરૂપને સમજવા પહેલાં સુજ્ઞ વાંચકોએ એ ધ્યાનમાં રાખવું કે જેવી રીતે આયુષ્ય અને સ્પશન ઇકિય વિગેરે જીવોના બાહ્ય પુગલોની મદદદ્વારા એ ધારણ થતા હોવાથી દ્રવ્યપ્રાણ છે, તેવી રીતે બાહ્ય પુગલોની મદદ સિવાય જીવમાત્રથી ધારણ કરાયેલા સમ્યગદર્શન, સમ્યગુશાન અને સમ્યફચારિત્ર વિગેરે રૂપી ગુણો તેજ જીવના આત્મીય ભાવ પ્રાણો છે.