________________
તા. ૧૨-૬-૩૪
૪૦૮
શ્રી સિદ્ધચક નગરમાં ઘેરઘેર મહેરબાનીની રાહથી મળતી ભિક્ષાથી નિર્વાહ કરતો ફરે છે.
તે વખતે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા અનુક્રમે ચાલતાં અને ગામગામ વિચરતાં ત્યાં સમોસર્યા છે. યાવતુ ગામમાંથી ધર્મ સાંભળવા માટે બધી પર્ષદા આવી. તેવા વખતમાં મૃગગામ નગરનો રાજા વિજય ક્ષત્રિય પણ ભગવાન મહાવીર મહારાજાના આગમનની હકીકત જાણીને ઉવવાઇસૂત્રમાં જેવા આડંબરથી કોણિક રાજા નીકળ્યો જણાવ્યો છે તેવીજ રીતે નીકળ્યો, ને થાવત્ ભગવાનની ત્રણ પ્રકારે પર્યાપાસના શરૂ કરી. તે વખતે તે જન્મથી આંધળો પુરુષ મનુષ્યોના મોટા શબ્દને, મનુષ્યોનાં ટોળાંને અને મનુષ્યોના કોલાહલને સાંભળીને પોતાને દોરનાર પુરુષને એમ કહે છે કે હે દેવાનુપ્રિય! આજ મૃગગામ નગરમાં શું ઈદ્રનો મહોચ્છવ, સ્કંધનો મહોચ્છવ, રૂદ્રનો મહોચ્છવ કે વાવતુ ઉજાણી છે કે જેને અંગે આ ઘણા ઉગ્ર ભોગ રાજનું અને ક્ષત્રિય મૂળના મનુષ્યો એકજ દિશાએ અને એક સ્થાનની સન્મુખતાએ જાય છે? જન્મ અંધના આવા પ્રશ્ન પછી તે દોરનારો પુરુષ તે જન્માંધને એમ કહે છે કે હે દેવાનુપ્રિય! આજ ઈદ્રમહ વિગેરે કંઈ બીજું વિશેષ કારણ નથી કે જેને લીધે આ લોકોનું એક દિશાએ એક સ્થાન તરફ જવું થતું હોય પણ તે દવાનુપ્રિય! શ્રમણ ભગવાન મહાવીર મહારાજા આ નગરના ચંદનપાદપ નામના આરામ (મૃગવન)માં સમવસર્યા છે અને તેથી આ બધા ઉગ્ર વિગેરે કૂળના લોકો એક દિશાએ એક સ્થાન સન્મુખ જાય છે. આ હકીકત જાણીને તે જન્માંધ પુરુષ તે દોરનાર પુરુષને એમ કહે છે કે હે દેવાનુપ્રિય ! આપણે પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને વંદન, નમસ્કાર કરી તેમની સેવા કરીએ. તે દોરનારાની સંમતિથી તેને સાથે લઈ જન્માંધ પુરુષ લાકડીને આગળ ટેકવતો ટેકવતો જે સ્થાને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા સમોસર્યા છે ત્યાં આવીને ત્રણ વખત પ્રદક્ષિણા ફરીને વંદન, નમસ્કાર કરવા પૂર્વક સેવા કરવા લાગ્યો. તે વખતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ ક્ષત્રિય રાજા વિજયની તેમજ તે મોટી પર્ષદાને અનેક પ્રકારનો ધર્મ જીવોને થતા કર્મબંધ, નિર્જરાદિદ્વારાએ જણાવ્યો, યાવત્ સર્વ પર્ષદાએ ધર્મ સાંભળી અપૂર્વ આનંદ મેળવી શહેરમાં પાછી ગઈ. રાજા વિજય ક્ષત્રિય પણ ગામમાં પાછો ગયો. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના જેષ્ઠ શિષ્ય ઈદ્રભૂતિ નામે અણગાર કે જેઓ પ્રથમ ગણધર ગણાય છે તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા તે ભગવાન ગૌતમે નગરથી આવેલા જન્માંધ પુરુષને દેખ્યો અને તેથી તે સંબંધી પ્રશ્ન કરવાની ગણધર મહારાજને ચાહના થઈ અને ભગવાન મહાવીર મહારાજા આગળ પ્રશ્ન કર્યો કે જન્મથી આંધળાં અને માત્ર જન્મથી અવ્યવસ્થિત આકૃતિવાળા એવા પુરુષો જગતમાં હોય છે?
- અપૂર્ણ