________________
તા. ૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર
સુધા-સાગર |
નોંધ - સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી પૂ. આગમોદ્ધારક શ્રીઆચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃયયંગમ દેશનામાંથી ઉદ્ભૂતકરેલ કેટલાક સુધાસમાન વાક્યબિંદુઓનો સંગ્રહ પૂ. શ્રી ચંદ્રસાગરજી મહારાજ પાસેથી મેળવી ભવ્યજીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અમે અત્રે આપીએ છીએ. તંત્રી. ૯૩૧ મોહને માહિત કરનાર મહારથીઓની અલ્પસંખ્યા પણ આજે કોઇકને અકળાવી રહી છે, તેનું
વાસ્તવિક કારણ તપાસો ? ૯૩૨ વિસ નંબરના સુતરને પહેરવાવાળો એસીનંબરના સુતરને સુતર ન કહે, ત્યારે સમજવું કે
વિસ નંબર અને એંસી નંબરનો તફાવત પહેરનાર સમજ્યોજ નથી, તેવી રીતે ધર્મની સામાન્ય બાબત સમજનારાઓ ધર્મની બારિક વાતોનો સર્વથા ઇન્કાર કરે તે વખતે ધર્મી તરીકે દાવો
કરનારને શાસ્ત્રના જ્ઞાતાઓ ધર્મસ્વરૂપના અજાણ કહીદે તેમાં નવાઈ નથી !! ૯૩૩ સ્થાપનાને ઉઠાવનાર ચિત્રામણો દેખાડી શ્રોતાઓને ફસાવે છે, પરંતુ વસ્તુતઃ સ્થાપનાનો સ્વીકાર
કરે છે, છતાં તે શ્રોતાઓ સમજી શકતા નથી એ પણ વકતાઓની ભેદી જાળ છે. ૯૩૪ ભાષાભણ્યા પછી વાંચતાં, લખતાં અને બોલતાં આવડે પણ ભગવાન ભાષ્યકારાદિના ભાવોનું
સ્પર્શન ભાગ્યશાળીઓ પામે છે. ૯૩૫ શાસ્ત્રના એકવિભાગનું વ્યાખ્યાન કરતાં વ્યાખ્યાતાએ શાસ્ત્રના સમસ્તવિભાગને લક્ષ્યમાં રાખવાની
જરૂરીયાત છે. ૯૩૬ શાસ્ત્રના એકવાકયને શાસ્ત્રધારે સમજાવતાં વ્યાખ્યાનકારો શાસ્ત્રના બીજા વાક્યો, અને
શાસ્ત્રકારોના આશયને લેશભર બાધા પમાડતા નથી. ૯૩૭ નિર્વેદની નિર્મળ વિચારણમાં ઝોકાં આવે, તેને સંવેગના સૂરની કિંમત સમજાતી નથી. ૯૩૮ જે વસ્તુ કારણ વગર બનવાવાળી હોય તેનો નાશ ત્રણકાળમાં થઈ શકતો નથી, અર્થાત્
નિત્ય છે. ૯૩૯ છદ્રવ્યો કોઈપણ કારણથી બનેલા નથી, માટે તે નિત્ય છે. ૯૪૦ મોક્ષ પામ્યા, પામે છે અને પામશે એજવાક્ય આત્માની રખડપટ્ટીની સાબીતિ કરે છે. ૯૪૧ મોક્ષ નામનું તત્વ માન્યું તે સકારણ છે, માટે તે સકારણ સમજતાં શીખો. ૯૪૨ જીવનું વાસ્તવિક સ્વરૂપનું નામ મોક્ષ કહેવામાં લેશભર અતિશયોક્તિ નથી. ૯૪૩ સઘળી ધાર્મિક પ્રવૃત્તિઓ મોક્ષપર અવલંબેલી છે. ૯૪૪ લૌકિક આસ્તિકર્યો અને લોકોત્તર આસ્તિક્યમાં આસ્માન જમીન જેટલું અંતર છે. ૯૪૫ જીવને માનવા માત્રથી, પુણ્ય-પાપ પિછાણવા માત્રથી, નર્મ-સ્વર્ગને સમજવા માત્રથી જૈન
આસ્તિકય નથી. ૯૪૬ ભાવદયાના નિર્મળનિઝરણાં ઝરાવવા માટે જૈનદર્શન જગતમાં જન્મે છે, એ વાતને વિસારતા નહીં.