SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી સિદ્ધચક્ર તા.૧૫-૧-૩૪ ૯૪૭ ભૂખ લાગી હોય ત્યારે ભૂખ્યા રહેજો, દુઃખના દરિયામાં ડૂબી મરજો, દુશ્મનની સામે ઊંચી નજરે નિહાળશો નહિ, ઉઘાડા પગે ગમન કરજો, અમ્બલિ વિહાર ચાલુ રાખજો, અંતસમયે અણસણ કરજો આવી અનેકવિધ કાર્યવાહી જુલ્મગાર નથી ગણાતી તેનું કારણ ફક્ત ભાવદયાની ભાવવાહી કાર્યવાહી અજબ અને અમોઘ છે. ૯૪૮ ભાવદયાનું તત્ત્વ ખસી જાય તો જૈનદર્શન જુલ્મગાર ઠરે. ૯૪૯ દ્રવ્યદયા એ સ્વાભાવિકચીજ છે, અને તેનો ઇજારો કોઇએ રાખ્યો નથી. ૯૫૦ સ્વાભાવિક દ્રવ્યદયાને દફનાવનાર જગતભરમાં તે તેરાપંથીઓ છે. ૯૫૧ દ્રવ્યદયા અને ભાવદયાની હરિફાઈમાં દ્રવ્યદયા જો ભોગ આપી ભાવદયાનું અને ભાવદયાના ભવ્યકારણોનું રક્ષણ કરતાં શીખો. ૫ર ભવાભિનંદી જીવોને દુઃખવેઠીને પણ ચારગતિના ચકડોળ પર ચઢવું ગમે છે. ૯૫૩ ચારગતિનું ચકડોળ ફરતું ત્યારેજ બંધ થાય છે, કે જ્યારે આ આત્મા કર્મરૂપી કળને ઓળખી શકશે, અને તદનંતર તે કર્મરૂપીકળને કાઢી નાંખશે. ૯૫૪ ચારગતિના ચકડોળ પૈકી એક મનુષ્યગતિના ચકકરપર મહાલતા, એ મૂછ મરડતા મનુષ્યને કારમી કર્મસત્તાનું ભાન રહેતું નથી. ૯૫૫ સંયમધરો સંયમાદિના રક્ષણ માટે અભેધ કિલ્લારૂપ અપવાદનો આશ્રય કરે છે. ૯૫૬ અપવાદમાર્ગના જાણકારો અને અપવાદમાર્ગ આચરનારાઓ પણ પ્રભુમાર્ગના અવિહડરાગી હોય, માટે અપવાદમાર્ગની અવગણના સ્વપ્નમાં પણ ન થવી જોઇએ. ૯૫૭ અપવાદમાર્ગને સગવડીઓ પંથ કહી દેવો એ પ્રભુમાર્ગની અવગણના છે. ૯૫૮ જગતભરમાં એવો એક પણ ગુણ નથી કે જે ગુણને દુર્જને દુષિત ન કર્યો હોય ! ૯૫૯ જગતવંધ સાધુગણને માનનારાઓની સંખ્યા ઘણી અલ્પ હોય છે, કારણકે ખાણમાં રત્ન કરતાં • પત્થર વિગેરે વધુ હોય, છતાં મોટી સંખ્યા સમજીના મગજને મુંઝાવતી નથી. ૯૬૦ દુષ્કાળ એ ખરાબમાં ખરાબ કાળ છે, પણ ભાગ્યવાનોને દાનાદિદ્વારાએ પુણ્યભંડાર ભરવાનો એ સોનેરી અવસર છે. ૯૬૧ કંગાલો પોતાના કૃતકર્મથી રિબાય છે, પણ આપણે માટે તો તે સંસાર સમુદ્રથી તરવાના તુંબડા છે; માટે દાન કરો ! દાન કરો ! જાહેર ખબર. ૧. પ્રથમ વર્ષના ૧, ૫, ૨૧. અંકો જે કોઈ સમિતિને મોકલી આપશે તેને દોઢી કીંમત આપવામાં આવશે. ૨. સુરતના જે ગ્રાહકોએ હજુ લવાજમ ભર્યું નથી, તેઓએ તુરત દેવચંદ લાલભાઈ પુસ્તકાલયમાં ભરી જવું, નહી તો મુંબઈથી અંક વી. પી. કરવામાં આવશે. ૩. અંક ૧, ૫, ૨૧ સિવાય જે કોઈને બીજા અંક જોઈતા હશે તો પોસ્ટેજ બીડવાથી સમિતિ મોકલી આપશે. સિ. સા. પ્ર. સમિતિ.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy