________________
૧૫૨
તા. ૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર ચીજો માટે કરવામાં આવે છે. આ ચાર સિવાય પાંચમી વસ્તુ જગતમાં નથી ! જગત જેના માટે ઝંખે છે તે આચાર વસ્તુ !!! ગમે તેવો દુર્જન પણ આંખની શરમ રાખે છે, પણ આ ચાર ચીજો એવી છે કે આખી જીંદગી તેને આપીએ એટલે કે તેના માટે આખી જીંદગી સુધી વૈતરું કરીયે, છતાં આ ચારમાંની એકપણ ચીજ આપણી તરફ આખરે જોતી નથી, આપણે એ મહેલવીજ પડે છે !!! દુનિયામાં એકજ શોધ અધુરી છે અને તે અહીંના પ્રાપ્ત પદાર્થો મરતી વખતે સાથે લઈને જવાની. કદાચ તે શોધ નીકળી હોત તો સ્ત્રી પુત્રાદિ માટે પણ ખાવા માટે કોઈ રહેવા દેત નહીં ! વારસાની વાતમાં પણ ભિન્ન ભિન્ન પ્રકાર છે, અને તે માટે કાયદો કર્યો. મરણથી છ માસ પહેલાં આપે તો તે કબુલ, અપાયા બાદ છ માસ પહેલાં મરી જાય તો કબુલ નહીં. જો અહીંથી સાથે લઈ જવાની શોધ નીકળી હોત તો સોદોરો સરખો પણ કોઈ રહેવાદેત કે ? (સભામાંથી) નહીં. એને છોડવું નથી, અરે! બળતું ખોયડું પણ કૃષ્ણાર્પણ નથી થતું ! “આ માણસ ચોવીસ કલાક પરાણે કાઢશે” એવું વૈદ ડાકટરે કહ્યા પછી પણ શાથી વોસિરાવતો નથી? વૈદ ડાકટરે આશા છોડયા પછી તો આ બધું બળતા ખોયડા તરીકે જ ને ! છતાં છોડવાની બુદ્ધિ કેમ નથી થતી ? રજા બે રીતે મળે એક પોતાના રાજીનામાથી, અગર ઇતરાજીથી શેઠે આપવાથી. શેઠની ઇતરાજી દેખે કે આબરૂદાર નોકર તો તરત પોતાની મેળેજ રાજીનામું આપી નીકળી જાય; જે નોકર રાજીનામું ન આપે તેને નારાજ થયેલો શેઠ ધક્કો મારીને પણ કાઢવાનો તો ખરો જ. ચતુરાઇથી ચાલે તેવા ચકોરોનીજ જગતમાં કિંમત છે ! ત્યાંથી બીજી પેઢી પર જતાં ધક્કો ખાઈને નીકળેલા નોકરની કિંમત કેટલી? કંચન, કામિની, કુટુંબ અને કાયા, આ ચારેથી છુટા પડવાનું જ છે છતાં એ આપણને છોડે તે પહેલાંજ આપણાથી રાજીનામું કેમ અપાતું નથી ? મોંમાંથી દાંત પડ્યા, ડાચાં મળી ગયા, કેશ ધોળા થયા, “હવે તરિ છોડવું પડશે” એવી જાતની આ બધી નોટીસો મળી છતાં કેમ અલગ થવાતું નથી ? આ સંસારમાંથી આડેપગે કે ઉભેપગે, બેમાંથી એકપણ પ્રકારે નીકળવાનું તો નિશ્ચિત છે, તો ક્યો પ્રકાર ગમે છે ? બીજો પ્રકાર ગમે છે છતાં ફાંફા કેમ મારો છો? નાસ્તિક ભલે સ્વર્ગ, નરક, પુણ્ય પાપ મોક્ષને માનતો નથી પણ મૃત્યુ (ત)ને માન્યા વગર એનો પણ છૂટકો નથી. મરણ માન્યું એટલે વિયોગ માનવોજ પડે. જે પદાર્થો માટે આખી જીંદગીને માટીમાં મેળવીયે, તે તમામ પદાર્થ ક્ષણભરમાં માટી થઈ જાય, અલગ પડી જાય છતાં આ જીવને કંટાળો કેમ નથી થતો ? અનાદિકાલથી આજ પર્યત અનંતા જન્મો લીધા, તેમાં દરેક જીંદગીમાં આખી જીંદગી તે ચીજો માટે જહેમત ઉઠાવ્યાજ કરી, છતાં છેલ્લી મિનિટે એ મહેનત માટીમાં મળી, અને તે પણ મિનિટમાં-ક્ષણમાં. તો પછી એવી વ્યર્થ મહેનત શા માટે કરવી? એકેંદ્રિય વિગેરે ગતિમાં તો તે તે ગતિયોગ્ય વિના સંકોચે અનુસરવું પડે છે, કેમકે ત્યાં એ જીવનો એવો ગતિને અનુકુલ સ્વભાવ પડી ગયો છે, પાણીનો સ્વભાવ ઠારવાનો, અગ્નિનો સ્વભાવ બાળવાનો, વિગેરે વિગેરે !! આ સ્થિતિમાં (સ્વભાવમાં) સવાલ (પ્રશ્ન) રહેતો નથી. માબાપનો ઉપકાર કઈ કોટિનો? એનો બદલો વળે શી રીતે ?
કોઈ એમ કહે કે “આપણે જાણીએ છીએ કે મરણ એકવખત આવવાનું છે, પણ તેથી મરણ આવ્યા પહેલાં મશાણમાં સુવાનું હોય? નજ હોય, તેવી રીતે આખી જીંદગી મહેનત કરવાની ટેવવાળો જીવ,