________________
૧૫૩
તા. ૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર તમામ ચીજોનો વિયોગ થવાનો છે એ વાત જાણે છતાં, આગળથી છોડે શા માટે ? આખી જીંદગી મહેનત કરવી એ સ્વભાવ, તેથી અગાઉથી મળેલી સામગ્રીઓ મૂકી દેવી એ વાત ઠીક લાગતી નથી.” એના સમાધાનમાં એજ કે મહેનત કરો તો એવી કરો કે જે નિષ્ફળ ન જાય, જીંદગી લગી મહેનત કરવા છતાં ભવાંતરમાં કશું સાથે આવે નહીં એવી મહેનત કસ્વા કરતાં કાચી બે ઘડી પણ એવી મહેનત કરો કે જેનું ફળ કોઇ કાળે જાય નહીં, આદ્યાતીર્થના સંસ્થાપકના સંસારીને મરૂદેવી માતાજી તેમની મહેનત કાચી બે ઘડીની હતી. જ્યાં સુધી શ્રી ઋષભદેવજી ભગવાનને કેવલજ્ઞાન થયાનું શ્રવણ ગોચર થયું નથી,
ત્યાં સુધી એમનામાં યથાર્થ શક્તિનો આવિર્ભાવ પણ નથી. આ દૃષ્ટાંત અતિવિચારણીય છે, કારણ આ દૃષ્ટાંતને આગળ કરીને કંઇક બહુલકર્મી જીવો પરમાર્થ ખેંચવાને બદલે અનર્થની પરંપરા વધારી મુકે છે, ભગવાને દીક્ષા લીધા પછી માતા રોજ રૂવે છે. ભગવાનને વંદન કરવા જનારા પૌત્ર ભરતને તેઓ ઉપાલંભ આપતા હતા કે-“ભરત ! તું તો મોજ કરે છે. પુત્રના પ્રેમથી આંસુડાં સારી સારીને માતા આંધળા થયા છે. માતાને કલેશ થાય તેવી દીક્ષા હોય કે નહિ?
આપણે તો ભવિષ્ય જાણતા નથી, ભગવાન તો ત્રણ જ્ઞાનના ધણી હતા, પોતાની દીક્ષા પાછળ રોઈ રોઈને માતા આંધળાં થશે એમ પોતે જાણતા હતા, છતાં ભગવાન શ્રી ઋષભદેવજીએ દીક્ષા કેમ લીધી? એ માતાનો પ્રેમ ! એ પ્રેમ પણ આજે ક્યાં છે? આજ તો પુત્ર મરી જાય ત્યારે દેખાવમાં પછાડ ખાય પણ બીજે દિવસે શું? અને દીવસો પસાર થતા જાય પછી શું? આજે તો કલિકાલ ! તે વખતે આ નાશવંત પદાર્થો માટે પ્રપંચ નહોતો, આ માયા વિગેરે નહોતાં. આપણને તો મતિશ્રુતજ્ઞાનનું પણ ઠેકાણું નથી, જ્યારે ત્રણ જ્ઞાન ધરનાર ભગવાને માતાનું ભાવિ અંધત્વ પોતાની પરત્વેના પ્રેમના કારણેજ થવાનું જાણવા છતાં દીક્ષા કેમ લીધી એ વિચારશે કે નહિ ? કોઈ શંકા કરશે કે શું ત્યારે જૈન શાસ્ત્રકાર માબાપની આરાધના કરવી નહી એમ કહે છે? નહીં. માબાપનો ઉપકાર પહેલા નંબરનો છે, વાળ્યો વળે એવો નથી, અઢાર પ્રકારે ભોજન કરાવે, ખભે ઉપાડીને દેશાવર લઈ જાય, પોતાનું ચામડું ઉતારી ઉપાનહ (જોડા) કરાવે, તો પણ માબાપનો ઉપકાર વળે નહિં, એવું જૈન શાસ્ત્રકારો જણાવે છે, તો પછી તેમનાં દુઃખ તરફ કલેશ તરફ દીલસોજી કેમ નહીં? તેના જવાબમાં જણાવવું પડશે કે મહાનુભાવ ! લૌકિક ઉપકાર લોકોત્તર ઉપકાર પાસે કોડીભરના હિસાબમાં નથી. કાળીઓ કસાઇ હિંસા કરવામાં કેવો પાવરધો તથા લીન હતો ! અને તેનો પુત્ર સુલસ તો શ્રાવક થયો છે. એ એકપણ જીવને મારતો નથી. બાપ જ્યારે પાંચસે પાડાઓ મારે છે, ત્યારે આ સુલસ એક વાછરડું સરખું પણ મારતો નથી-અરે ! એને છરી પણ લગાડતો નથી. એનું આખું કુટુંબ એ માટે એને આજીજી-કાલાવાલા કરે છે, કરગરે છે, છતાં એ કોઈનું કથન માનતો નથી, ગણકારતો નથી એ સુલસને ઉત્તમ ગણવો કે અધમ? આખા કુટુંબની હેરાનગતિની જે પરવા સરખી કરતો નથી, એને અધમ કેમ ન ગણવો ? કહો ! સુલસ કેવો ? ઉત્તમ કે અધમ? ઉત્તમ શાથી? લૌક્કિપક્ષથી માતાપિતા આરાધ્ય છે, પણ લોકોત્તરપક્ષ આગળ એ આરાધનાની કિંમત કંઈ નથી. આપણે ઉપર જોઈ ગયા કે શાસ્ત્રકારે કહ્યું કે ખટરસ ભોજન કરાવવાથી, યાવતુ પોતાની ચામડીના જોડા કરી પહેરાવવાથી પણ માતાપિતાના ઉપકારનો બદલો વળે તેમ નથી. ત્યારે એ