________________
૧૫૪
તા.૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર બદલો વળે શી રીતે ? શ્રીજિનેશ્વર ભગવાને કહેલો ધર્મ એમને સમજાવે તોજ એ બદલો વળે. આ ઉપરથી સિદ્ધ થયું કે માબાપનો ઉપકાર લોકોત્તર ઉપકારથી નીચી કોટિનો છે જો તેમ ન હોય તો તેમને ધર્મ સમજાવવાથી બદલો વળી શકે નહીં. પોતાના શેઠ બાપ અને ગુરૂ એ ત્રણેના ઉપકારનો બદલે ઉત્તરોત્તર લાભદાયી છે, અને એ ઉપકાર વાળવો મુશ્કેલ છે. પણ શ્રી કેવલી ભગવાને કહેલો ધર્મ સમજાવવાથીજ માબાપના ઉપકારનો બદલો વળી જાય કહો ! એ ઉપકાર કેટલી ઉંચી કોટિનો કે જેથી માબાપનો ઉપકારનો બદલો કે જે બીજા કશાથી ન વળી જાય. લાખના લેણીયા તને હીરો આપવાથી બધું લેણું પતે કયારે? એ હીરો જો લાખથી વધારે કિંમતનો હોય તોને ! માતાપિતાના ઉપકારનો બદલો કે જેના આવી રીતે સમજાવવાથી વળી શકે તે ધર્મની કિંમત કેટલી હોવી જોઇએ ? જે સૂત્રમાં માબાપના ઉપકારની વાત જણાવી ત્યાં આ બધું જણાવ્યું જ છે, પણ તે તરફ કેમ જોવાતું નથી !!! સુપાત્રદાન કિંમતી શાથી?
આજકાલ કુલાચારે જે ધર્મ છે તે વ્યવહારધર્મ છે, છતાં પણ વસ્તુસ્થિતિએ ધર્મની સમજણ મુશ્કેલ છે. સાધુને રોટલીનો આટલો ટુકડો કે વાટકી પાણી આપ્યું તેમાં દાન દેનારે છોડયું શું? શાસ્ત્રકાર આવું બોલનારને કહે છે કે “એ ન કરી શકાય તેવું કરે છે, ન છોડી શકાય તેવું છોડે છે.” હેજે મનમાં એમ થાય કે આમાં ન કરી શકાય તેવું કે ન છોડી શકાય તેવું શું હતું? આવી નકામી વાત કેમ કહી? શાસ્ત્ર કહે છે કે સાધુને દાન આપે તે દુષ્કર કરે છે, ત્યજ્ય તજે છે. શી રીતે? એ સમજો ! દસ્તાવેજમાં તમે સહી કરો એની કિંમત કેટલી ? વસ્તુતઃ જેટલાનો દસ્તાવેજ તેટલી દસ્તાવેજની કિંમત છે. દસ્તાવેજ લાખનો તો કિંમત લાખની. સહીના પાંચ સાત અક્ષરની આ કિંમત ખરી કે નહિ? કહેવું પડશે કે નહી. દસ્તાવેજ ક્રોડનો હોય તો એજ સહીની કિંમત ક્રોડની. ત્યાં કિંમત નથી કાગળની, કે નથી કલમની, કે નથી સહીની, કે નથી અક્ષરની દસ્તાવેજ પણ કિંમત છે એજ રીતે અહીં પણ રોટલીના ટુકડા કે પાણીના મટકાની, કે ઘડાપાણીની કિંમત નથી, પણ હૃદયની વિચારણાની, ભાવનાની એ કિંમત છે. એ દાન દેનારની ભાવના કઈ છે? હું અનાદિકાલથી આ સંસારમાં રખડું છું, આ જીવે આ દાનદ્વારાએ તરવાનું આલંબન લીધું છે તેથી તે તરી જશે, મને પણ એવું સુપાત્ર આલંબન મળો, હું પણ એ સ્થિતિ સંપ્રાપ્તકરૂં તેવું થાઓ.” કિંમત આ ભાવનાનીજ છે. દુનિયામાં પણ જેને કેરી જોઇએ તે માણસ આંબાને સીંચે છે, તેવી રીતે જેને સાધુપણું સંસારથી પાર પમાડનારું લાગે તે સાધુને-સાધુપણાને-સંયમને દાનાદિકારાએ પોષેજ-કિંમત એની છે; અર્થાતુ દાન દેનાર પોતાને પણ સંયમ મળે એ ભાવના ત્યાં જીવતી જાગતી ઝળહળે છે. સાધુને દાન દેનાર સદહેજ છે કે નિર્ગથપણું એજ મોક્ષનો માર્ગ છે. એ જરૂર માને છે કે “આ રિદ્ધિસ્કૃદ્ધિ, કુટુંબ, પરિવાર, આરંભ, પરિગ્રહ, વિષયકષાયો વોસિરાવવાના છે, શરીરને ભાડુતી નોકર તરીકેજ સાથે રાખવાનું છે (શરીર ભાડુતી નોકર કેમ? તમે બે મહીના વેપાર બંધ કરો તો પણ નોકરોને તો તમારે પગાર આપવો પડે, ઠરાવેલા રોજીયાને કામ કરાવો તે વખત રોજી આપો છો, એ રીતે શરીર ભાડુતી નોકર.), જ્યાં સુધી શરીર જ્ઞાન, દર્શન, ચારિત્રમાં મદદ