________________
પ૧૯
તા.૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર તે ઈક્કાઈ રાઠોડ વિજય વર્ધમાન ખેટકમાં રહેનારા ઘણા રાજા, કોટવાળ, જંગલમાં રહેલા મડો, કુટુંબ માલિકો, શેઠીયા અને સાર્થવાહોને અને બીજા પણ ઘણા ગામના પુરુષોના ઘણા કાર્યોમાં ઘણા વિચારણાથી વ્યવહાર પ્રવૃત્તિ સુધીનાં કારણોમાં (વિચારો, ગુઘવાતો, વસ્તુના નિશ્ચયો અને વિવાદોમાં) સાંભળતો થકો પણ બોલે કે હું સાંભળતો નથી, નહિ સાંભળતો પણ બોલે કે-હું સાંભળું છું. એવી જ રીતે દેખતાં, બોલતાં, લેતાં અને જાણતાં પણ જૂઠું બોલનારો હતો. તે ઇક્કાઈ રાઠોડ આવા અન્યાયને ઇષ્ટ ગણવાવાળો હતો, આવા અન્યાયમાં લીન રહેવાવાળો હતો. આવા અન્યાય કરવામાં જ તેની ચાલાકી ચાલતી હતી અને આવા અન્યાય કરવાની જ તેને ટેવ પડી ગઈ હતી અને તેથી ઘણા પાપો, જે જ્ઞાનાવરણીય આદિ તથા ઘણા કલેશોથી થયેલા અધમ પાપોને ઉપાર્જન કરતો જીવન વહન કરે છે.
તે ઇક્કાઇ રાઠોડને અન્યદા કોઈક વખત એકી સાથે શરીરમાં સોળ રોગ પ્રગટ થયા તે આ પ્રમાણેઃ
૧. શ્વાસ, ૨, ખાંસી, ૩. જવર, ૪. શરીરમાં દાહ, ૫. કૂખમાં શૂળ, ૬. ભગંદર, ૭. હરસ, ૮. અજીર્ણ, ૯. આંખમાં ખટકા ૧૦ માથામાં શૂળ, ૧૧. અરુચિ, ૧૨. આંખો દુઃખવી, ૧૩. કાનમાં વેદના, ૧૪. ખસ, ૧૫. જલોદર અને ૧૬ કોઢ. તે વખતે તે ઇકકાઇ રાઠોડ સોળ રોગે હેરાન થયેલો નોકરોને બોલાવીને એમ કહે છે કે-હે દેવાનું પ્રિયો! તમે જાઓ અને વિજય વર્ધમાન ખેટકના ત્રિકોણસ્થાન, ત્રણ રસ્તાવાળા સ્થાન, ચાર રસ્તાવાળા સ્થાન, અનેક રસ્તાવાળા સ્થાન અને રાજમાર્ગોમાં મોટામોટા અવાજથી ઉદ્ઘોષણા કરતા કહો કે હે દેવાનુપ્રિયો ! ઈક્કાઈ રાઠોડના શરીરમાં સોળ રોગો આ પ્રમાણે પ્રગટ થયા છે (૧) શ્વાસ, (૨) ખાંસી, (૩) જવરયાવત્ (૧૬) કોઢ તેથી હે દેવાનુપ્રિયો ! કોઇપણ વૈદ્યશાસ્ત્રમાં અને ચિકિત્સામાં કુશળ એવો વૈદ્ય અથવા તેવા વૈદ્યનો પુત્ર કે એકલા વૈદ્યકશાસ્ત્રનો જાણકાર કે તેનો પુત્ર, એકલા ચિકિત્સાશાસ્ત્રને જાણનાર કે તેનો પુત્ર ઇક્કાઈ રાઠોડના તે સોળ રોગમાંથી એકપણ રોગને મટાડે તે મનુષ્યને ઇક્કાઈ રાઠોડ ઘણુંજ ધન આપે. આવી રીતે બબ્બે, ત્રણત્રણ વખત ઉઘોષણા કરો અને તે કર્યા પછી ઉઘોષણા કર્યાની મને ખબર આપો. પછી તે નોકરોએ તે પ્રમાણે ઉઘોષણા કરી ખબર આપી.
તે પછી વિજય વર્ધમાન નામના ખેટકમાં પૂર્વોકત્ત ઉઘોષણા થયેલી સાંભળીને અને તેનો નિશ્ચય કરીને ઘણા વૈદ્યો, વૈદ્યપુત્રો, જાણકારી, જાણકારનાપુત્રો; ચિકિત્સકો અને ચિકિત્સકના પુત્રો હાથમાં ઓજારો લઈને પોતપોતાને ઘેરથી નીકળે છે, અને વિજય વર્ધમાન ખેટકના મધ્યમધ્ય ભાગમાં થઈને જે જગા ઉપર ઇકકાઈ રાઠોડનું સ્થાન છે ત્યાં આવે છે, અને ઈક્કાઈ રાઠોડના શરીરને તપાસી તે રોગોનાં કારણોને પૂછે છે, અને ઘણા તેલમર્દનો, ઉદ્વર્તનો, સ્નેહપાન, વમન, વિરેચન ડામ દેવા, કાઢાના સ્નાનો, અનુવાસના (એનિમા