________________
તા. ૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર
૫૧૮
8 |રાજેશ્વશે ળકેશ્વશે કેમ ?| છ
(અનુસંધાન પા. ૪૯૬) હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં શતતારનામનું વર્ણન કરવા લાયક નગર હતું. તે ઋદ્ધિવાળું હતું, શત્રુથી ન કંપાય તેવું હતું વિગેરે (ઉવવાઇજીમાં વર્ણન કરેલી ચંપાનગરીના જેવું વર્ણન સમજવું.) તે શતદારનગરમાં ધનપતિ નામે રાજા વર્ણન કરવા લાયક હતો. તે શતતારનગરથી બહુ નજીક નહિ, તેમ બહુ દૂર નહિ તેવે સ્થાને અગ્નિકોણના દિશાભાગમાં વિજય વર્ધમાન નામનું એક ધૂળના કિલ્લાવાળું ખેટક (ગ્રામ) હતું. તે પણ ઋદ્ધિવાળું, નિષ્કપ અને સમૃદ્ધ હતું. તે વિજય વર્ધમાન નામના ખેટકને તાબે પાંચસે ગામો હતાં. તે વિજય વર્ધમાન ખેટકમાં ઇકકાઈ નામનો રાઠોડ હતો. તે રાઠોડ અધર્મીને અનુસરનારો, અધર્મને જ વહાલો ગણનાર, અધર્મને દેખનાર, અધર્મમાં જ રાજી થનાર અને અધર્મમાં જ પ્રવર્તનારો હોવા સાથે અધર્મથી જ પોતાનું જીવન ચલાવનારો, દુરશીલ, દુર્વત તેમજ કોઈ પ્રકારે સંતોષ ન પામે તેવો હતો.
તે ઇકોઈ રાઠોડ વિજય વર્ધમાન ખેટક અને પાંચસે ગામોનું અધિપતિપણું, આગેવાનપણું સ્વામિપણું, પોષકપણું, ઉત્તમપણું અને આજ્ઞાપ્રધાન એવું સેનાધિપતિપણું નોકરો પાસે કરાવતો અને પોતે કરતો કાળ નિર્ગમન કરે છે. તે વખતે તે ઈક્કાઈ રાઠોડ તે વિજય વર્ધમાન ખેટક અને તે પાંચસે ગામોને નીચે જણાવેલી રીતિએ પડતો હતોઃ- જે ક્ષેત્ર વિગેરે ઉપર લાગા ન હતા તેની ઉપર રાજના લાગા કર્યા, પહેલાંના જે લાગાઓ હતા તેમાં ઘણો વધારો કર્યો, ખેડૂતોને વાવવા વગેરે માટે આપેલા અનાજોને પેટે બમણા, ત્રમણાં અનાજો લેવા માંડયાં (રાજાની આજ્ઞા માનનારાઓના પગારો લોકો ઉપર નાખ્યા, અનેક પ્રકારની લાંચ લેવા માંડી, સાચા ફરિયાદીઓને પણ હેરાન કર્યા, હક વગરનું પણ ધન લેવા માંડયું, આકસ્મિક થયેલા પુરુષાદિના મરણને અંગે ગામ વિગેરેમાં ખેડૂત અને બીજાઓને પણ દંડીને ધન એકઠું કરવા માંડયું, તાબેદાર નોકરોને પણ “તારે આટલું ધન દેવું પડશે” એમ પોતાની ઇચ્છા પ્રમાણે દ્રવ્યનો નિયમ કરાવ્યો દેશાદિ અમુક મુદત માટે આપવા માંડયા, લાંચીઆઓને (એક જાતના ચોર) પોષણ દેવા માંડયું, ચોરી કરાવવા માટે લોકોને આકુલવ્યાકુલ કરવા ગામ વિગેરેમાં લાઈ લગાડી, વેપારીના સાથોને લુંટયા એવી રીતે અનેક પ્રકારે લોકોને પીડા કરતો, ધર્મ ભ્રષ્ટ કરતો કંઈક હિંમતવાળા લોકોને “મને અમુક અમુક વસ્તુ તમે નથી આપતા. તેનું પરિણામ ઘણું ખરાબ આવશે” એમ ડરાવતો. વળી કેટલાકને ચાબખા અને ઢોલાદિકે મારતો અને સમગ્ર લોકોને નિર્ધન કરતો થકો તે જીવન ચલાવે છે.