________________
તા. ૨૪-૮-૩૪
પર૦.
શ્રી સિદ્ધચક્ર દેવી) ચર્મ વિગેરે વિટીને, માથા વિગેરેમાં ઘી પૂરવું. પાછલા ભાગમાં વાટો મેલવી, અનુવાસન વિશેષરૂપ નિરૂહો કરવાં, નાડીઓ વિધવી, અસઆદિથી ચામડીઓ કાપવી, નાના કાપ મેલવા, અનેક દ્રવ્યથી તૈયાર કરેલા તેલથી માથા ઉપર ચર્મકોશ પૂરવા, તેલ આદિ કે કરીને શરીરનું તર્પણ કરવું, અનેક જાતની ઔષધિઓના પાકો કરવા, રોહિણી વિગેરે છાલો, પત્ર, પુષ્પ, ફળ, બીજ, કરીઆતા વિગેરેની સળીઓ, ગળી વિગેરે અનેક પ્રકારના એક દ્રવ્યવાળા ઔષધો અને અનેક દ્રવ્યવાળા ભૈષજોથી ઉપચાર કરે છે, પણ તે સોળ રોગોમાંથી એકપણ રોગ શાંત થતો નથી. તે ઘણા વૈદ્ય, અને વૈદ્યપુત્રો વિગેરે જ્યારે તે સોળ રોગોમાંથી એક પણ રોગને શાંત કરી શકતા નથી ત્યારે દેહના ખેદથી થાકેલા, મનના ખેદથી ભરાયેલા અને બંને પ્રકારે ખેદાઇને પરિતાંત (ખિન) થયેલા તેઓ જે દિશાએથી આવ્યા હતા તે જ દિશાએ ચાલ્યા ગયા.
પછી તે ઈક્કાઇ રાઠોડ જેને વૈદ્ય વિગેરેએ સાજા નહિ થવાનું કહી દીધું છે, નોકરો પણ છોડી ગયા છે, ઓસડવેસડથી પણ કંટાળ્યો છે એવો તે સોળ રોગે પરાભવ પામેલો, રાજ્ય, દેશ, ભંડાર, કોઠાર, વાહન અને જમાનામાં મૂચ્છ પામેલો રાજ્ય અને રાષ્ટ્રની આસકિતવાળો, પ્રાર્થના કરતો, સ્પૃહા કરતો, ઇચ્છા કરતો, મન, શરીર અને ઈદ્રિયોથી અત્યંત પીડા પામેલો, અત્યંત ઉત્કૃષ્ટ અઢીસો વર્ષનું આયુષ્ય પાળી કાળ વખતે કાળ કરીને આ રત્નપ્રભા નરકરૂપી પૃથ્વીની અંદર ઉત્કૃષ્ટથી એક સાગરોપમ સ્થિતિવાળા નારકીમાં નારકપણે ઉપયો. તે ઇક્કાઈ રાઠોડ તે પહેલી નરકથી નીકળીને આ જ મૃગગામ નામના નગરમાં વિજય ક્ષત્રિય નામના રાજાની મૃગાવતી નામની મહારાણીની કૂખમાં પુત્રપણે ઉપજ્યો.
તે વખતે તે મૃગાવતી મહારાણીના શરીરમાં ઘણીજ તીવ્ર, અસહ્ય, જળહળતી વેદના ઉત્પન્ન થઈ. જે વખતથી મૃગાપુત્ર બાળક મૃગાદેવી મહારાણીની કૂખમાં ગર્ભપણે આવ્યો તે વખતથી તે મૃગાદેવી મહારાણી વિજયક્ષત્રિય રાજાને અનિષ્ટ, એકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને મનમાં સ્મરણ પણ જેનું ન થાય તેવી થઇ. તેથી તે મૃગાદેવી મહારાણીને અન્ય કોઇક વખત રાત્રિના મધ્યભાગે કુટુંબ સાગરિકાને કરતી આ પ્રકારનો સંકલ્પ, સ્મરણ, કલ્પના, પ્રાર્થના અને મનમાં વિચાર આવ્યો કે વિજ્યક્ષત્રિય રાજાને પહેલાં હું ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને મનમાં વસવાવાળી હતી અને તેઓ મારું ધ્યાન કરતા હતા, મારી ઉપર પૂર્ણ વિશ્વાસ હતો, અપ્રિય થતું તો પણ મારા ઉપર રાગ થતો, પણ જે દિવસથી મારી કૂખમાં ગર્ભપણે આ ગર્ભ થયો તે દિવસથી હું વિજય ક્ષત્રિય રાજાને અનિષ્ટ, યાવતું મનમાં પણ જેનું સ્થાન નથી એવી થઈ છું. વિજયક્ષત્રિય રાજા મારા નામ કે ગોત્રને પણ બોલતા નથી તો પછી દર્શન અને પરિભોગની તો વાત જ શી ? તેથી મારે માટે એ કલ્યાણકારી છે કે